SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ સમકાલીન રિયાસતે ૧૫ ચલાગે, પણ પાછળથી એમણે લેકે ઉપર ખૂબ કરવેરા વધારી દીધા. શ્રીમંત પાસેથી બળજબરીથી કેટલુંક ધન મેળવ્યું અને ખાનદાન કુટુંબની સ્ત્રીઓ સાથે અઘટિત વ્યવહાર કર્યો. લેકેની ગેરવહીવટ અને ગેરવર્તનની ફરિયાદને કારણે રેસિડેન્ટ કર્નલ ફેરની સૂચનાથી મુંબઈ સરકારે મલ્હારરાવ સામેના આક્ષેપની તપાસ માટે એક કમિશન નીમ્યું. આ કમિશનની ભલામણ પ્રમાણે ૨૫–૧–૧૮૭૪ ના રોજ બે વરસમાં રાજ્યને વહીવટ સુધારવાને નઠારા સલાહકારોને દૂર કરવા સલાહ આપવામાં આવી. મલ્હારરાવે દાદાભાઈ નવરોજીને દીવાન નીમ્યા, અને એમણે સુવહીવટ માટે પ્રયાસ કર્યા અને લાંચિયા અધિકારીઓને દૂર કર્યા, પણ દાદાભાઈની નિમણૂક અંગ્રેજ સરકારને પસંદ નહેતી અને ખટપટથી કંટાળી દાદાભાઈએ દીવાનપદનું રાજીનામું આપ્યું હતું. દાદાભાઈએ ગાયકવાડ અને રેસિડેન્ટ વચ્ચેના ઘર્ષણને દૂર કરવાના ઉપાય તરીકે કર્નલ ફેરની બદલી કરવા સૂચન કરેલ અને તેથી સર લૂઈની નિમણૂક કરવામાં આવી, પરંતુ કર્નલ ફેર વડોદરામાંથી વિદાય થયા એ પહેલાં મલ્હારરાવની શિખામણથી રેસિડેન્ટના નેકરે દ્વારા શરબતમાં ઝેર ભેળવી કર્નલ ફેરને મારી નાખવાનું કાવતરું યોજાયું હતું એ રેસિડેન્ટ આક્ષેપ મૂક્યો. આ આક્ષેપની તપાસ માટે ઉચ્ચ કક્ષાના ત્રણ અંગ્રેજ અધિકારીઓ ને બે ભારતીયોને નીમ્યા. આ તપાસમાં અંગ્રેજ સભ્યોને આક્ષેપમાં ઝેર આપવા ઉશ્કેરવા બાબત તથ્ય જણાયું, જ્યારે ભારતીય સભ્યોને એક બે હલકી કેટીને ગુના સિવાય કેઈ ગંભીર આક્ષેપ સાચે જણ નહિ. ઉપર્યુક્ત કમિશનની તપાસના આધારે મલ્હારરાવને ગેરવહીવટ માટે જવાબદાર ગણી ૨૨-૪-૧૮૭૫ ના રોજ પદભ્રષ્ટ કરવામાં આવ્યા અને એમને મદ્રાસમાં નજર કેદમાં રાખવામાં આવ્યા.૩૧ મલ્હારરાવને પદભ્રષ્ટ કરીને દામાજીરાવ ગાયકવાડના ભાઈ ઝગેજી ગાયકવાડના વંશજે પૈકી માલેગામ તાલુકાના કેલાણા ગામના ગે પાલરાવને પસંદ કરીને ખંડેરાવની વિધવા જમનાબાઈએ દત્તક લીધા અને વડોદરાને કારભાર સર ટી. માધવરાવને દીવાન તરીકે ૧૦-૫-૧૮૭૫ થી સોંપવામાં આવ્યો. એમણે કુશળ વહીવટકાર તરીકે કેળવણી ન્યાયતંત્ર વૈદકખાતું બાંધકામ-ખાતું મહેસૂલ-ખાતું વગેરેમાં સુધારા કર્યા ને વડોદરા રાજ્યને કરજમુક્ત કર્યું. સગીર મહારાજ સયાજીરાવ ત્રીજાની કેળવણી માટે એફ. એ. એચ. ઇલિયટને નીમે હતે. મહારાજાએ પ્રત્યક્ષ વહીવટની તાલીમ લેવા ઉપરાંત ઘોડેસવારી વગેરેમાં પ્રાવીણ્ય મેળવ્યું હતું. દીવાને મહેસૂલના દરમાં ઘટાડો કરી, વાહનવ્યવહારની સગવડ વધારી, નકામા, કરવેરા દૂર કરી વેપાર-ઉદ્યોગને પ્રોત્સાહન આપ્યું હતું. તા. ૨૮-૧૧-૧૮૮૧ ના રોજ સયાજીરાવ ગાદીનશીન થયા. એમણે ૧૮૯૩ માં પ્રવેગ તરીકે અમરેલીનાં
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy