SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ સમકાલીન રિયાસત ૧૭ વડોદરા સને ૧૮૧૮ માં વડોદરાની ગાદી ઉપર આનંદરાવ હતા. એમના વતી ફતેહસિંહરાવ કારભાર સંભાળતા હતા. તા. ૨૩-૬-૧૮ ના રોજ ફતેહસિંહરાવનું મૃત્યુ થતાં ૧૯ વર્ષના સયાજીરાવ રિજન્ટ બન્યા. તા. ૨–૧૦–૧૮૧૯ ના રોજ આનંદરાવ અપુત્ર મરી જતાં એમના ભાઈ સયાજીરાવને ગાદી મળી. તેઓ સ્વતંત્ર મિજાજના અને કુશળ વહીવટકાર હતા. એમને અંગ્રેજોને હસ્તક્ષેપ ગમતું ન હતું અને રેસિડેન્ટની સલાહની અવગણના કરતા હતા. આ કારણે કમ્પની સરકાર સાથે તેઓ ઘર્ષણમાં આવ્યા હતા. ૧૮૨૦ માં મુંબઈના ગવર્નર એલ્ફિન્સ્ટને વડોદરાની મુલાકાત લઈને નિર્ણય આપે કે (૧) સયાજીરાવ આંતરિક શાસન પૂરતી પૂર્ણ સત્તા ધરાવે છે, પણ કમ્પની સરકારે જે શરાફે તથા અન્ય વ્યક્તિઓને બાંહેધરી આપી હોય તેનું પાલન ગાયકવાડે કરવું જોઈએ, (૨) દર સાલનું બજેટ ગાયકવાડે રેસિડેન્ટને બતાવવું, હિસાબ જેવા દે અને બજેટ કરતાં વધારે ખર્ચ કરે છે તે રેસિડેન્ટની સલાહ લેવી, (૩) ગાયકવાડે પિતાને દીવાન રેસિડેન્ટની સલાહ લઈને નીમવો અને (૪) પરદેશ સાથેના સંબંધ અંગ્રેજો હસ્તક રાખવા.૨૪ ઉપર્યુક્ત સૂચનાઓ હોવા છતાં બ્રિટિશ બાંહેધરીવાળા શરાફ તથા અન્ય પ્રજાજનેને ત્રાસ આપવાના કારણે તથા નિયમિત દેવાના હપ્તા ન ભરવાને કારણે સર જોન માલકમે રૂ. ૨૭ લાખની ઊપજ આપતા પેટલાદ બહિયલ કડી ડભોઈ સિનેર અમરેલી સોનગઢ વગેરે પ્રદેશ કબજે લીધા અને કાઠિયાવાડ મહીકાંઠા અને રેવાકાંઠાની ખંડણું પણ ટાંચમાં લીધી. આ ઉપરાંત ગાયકવાડે સહાયકારી જનાનુસાર ૩,૦૦૦ની ફોજ રાખવાની હતી તેને બદલે ૨,૦૦૦ થી ઓછું સૈન્ય રાખેલ, આથી પંદર લાખની ઊપજવાળે બીજો મુલક કબજે લેવામાં આવ્યું. આ ઝઘડાઓને કારણે ૧૮૩૦ માં વડોદરાના રેસિડેન્ટની કેડી ફેરવીને એ અમદાવાદમાં રાખી અને લશ્કર પણ ખસેડી લીધું. આ તકરાર રેસિડેન્ટ વિલિયમ સાથે, છતાં, ચાલુ રહી હતી. ૧૮૩૧ માં સયાજીરાવને પદભ્રષ્ટ કરવાનું કાવતરું પકડાઈ ગયું. ૧૮૩૨ માં મુંબઈના ગવર્નર કલેરે વડોદરાની મુલાકાત લીધી. બાંહેધરીવાળા શરાફોએ એમનું લેણું સીધી રીતે લેવાનું કબૂલ કરતાં બ્રિટિશ સરકારની દખલગીરી બંધ થઈ. સયાજીરાવે રૂ. ૧૦ લાખ સહાયકારી યોજનાની ફોજના ખર્ચ પેટે અલગ મૂક્યા, આથી બ્રિટિશ સરકારે જપ્ત કરેલ બધે પ્રદેશ ગાયકવાડને પાછો આપ્યો. ૧૮૩૮ માં સતારાના રાજાને પદભ્રષ્ટ કરતાં અને સયાજીરાવના વર્તન બદલ જાહેરમાં નાખુશી વ્યક્ત કરતાં સયાજીરાવના
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy