SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ સમકાલીન રિયાસત ૧૦૫ ઝાલા કુલની રિયાસતેમાં હળવદ-ધ્રાંગધ્રાની રિયાસત અગ્રિમ સ્થાન ધરાવતી. એની રાજધાની મુઘલ કાલના અંતભાગમાં હળવદમાંથી ધ્રાંગધ્રા ખસેડવામાં આવી હતી. એ રિયાસત સોલંકી કાળ દરમ્યાન પાટડી(જિ. દસાડા)માં સ્થપાઈ હતી, એ કુલની એક બીજી શાખા ત્યારે જાંબુ(જિ. લીંબડી)માં સ્થપાઈ હતી. આ રિયાસતની રાજધાની મુઘલ કાલના અંતભાગમાં લીંબડીમાં રખાઈ હતી. હળવદના ઝાલા વંશમાંથી મુઘલ કાલ દરમ્યાન વાંકાનેર વઢવાણુ ચૂડા લખતર અને સાયલાની શાખાઓ અલગ પડી હતી. આ રિયાસતની સત્તા સૌરાષ્ટ્રના ઉત્તરપૂર્વ ભાગમાં પ્રવર્તતી ને એ પરથી એ પ્રદેશ “ઝાલાવાડ' કહેવાત. ઝાલાવાડની દક્ષિણે આવેલા ગોહિલનાડમાં ગૃહિલ(ગોહિલ) વંશની રિયાસતે હતી. એમાં ભાવનગરની રિયાસત અગ્રિમ સ્થાન ધરાવતી. ભાવનગર વસાવનાર ભાવસિંહજીના બીજા કુમારે વળામાં શાખા સ્થાપી હતી. ગુહિલના આદ્ય પુરુષ સેજકજીના અન્ય પુત્રોમાંથી લાઠી અને પાલીતાણાની શાખાઓ નીકળી હતી. સેજકજીના પૌત્ર મોખડાજીના નાના કુમારે પોતાના મોસાળ રાજપીપળા( હાલ જિ. ભરૂચ)માં અલગ શાખા સ્થાપી હતી. જૂનાગઢમાં મુઘલકાલ દરમ્યાન બાબી વંશની દીવાનશાહી રિયાસત સ્થપાઈ હતી, જે સમય જતાં નવાબી રિયાસતમાં વિકસી હતી. આ રિયાસત ઘણું વિશાળ હતો. આ બાબી વંશની એક શાખા વાડાસિનોર(હાલ જિ. ખેડા)માં અને એક બીજી શાખા રાધનપુર( હાલ જિ. બનાસકાંઠા)માં સ્થપાઈ હતી. વળી એમાંથી બાંટવા માણાવદર અને ગીદડ( સરદારગઢ)માં નાની અલગ શાખાઓ સ્થપાઈ. માંગરોળમાં શેખમિયાંના કાઝી વંશની રિયાસત હતી. સેરઠની ઉત્તર-પશ્ચિમે બરડા પ્રદેશમાં રાજ્ય કરતા જેઠવાઓની રાજધાની મરાઠાકાલમાં છાયામાંથી ખસેડાઈ પોરબંદરમાં રખાઈ હતી. જાલેર(રાજસ્થાન)ના મલેકેની એક રિયાસત પાલણપુરમાં સ્થપાઈ હતી. હેતાણ વંશના એ નવાબ જૂનાગઢના બાબીઓની જેમ દીવાનને હેદ્દો ધરાવતા. તળ-ગુજરાતનાં એક બીજી નવાબી રિયાસત ખંભાતમાં હતી. એ નવાબ મીરઝા કુલના હતા. ભરૂચ અને સુરતની નવાબી અસ્ત પામી ગઈ હતી. સચીન(જિ. સુરત)ના નવાબ સીદી વંશના હતા. જાફરાબાદ(હાલ જિ. અમરેલી) જંજીરા(કંકણ)ના નવાબને તાબે હતું. તળ–ગુજરાતની હિંદુ રિયાસતેમાં ઈડરનું રાજ્ય ગણનાપાત્ર હતું. આ રાઠોડ મારવાડથી આવી ગુજરાતમાં સત્તારૂઢ થયા હતા. તેઓ “રાવ” નું બિરદ ધરાવતા. માલપુર(હાલ. જિ. સાબરકાંઠા ) રાઠોડ વંશ તથા પિળ(વિજયનગર, જિ. સાબરકાંઠા)ને રાઠોડ વંશ એ ઈડરના જૂના રાઠોડ વંશની શાખાઓ છે.
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy