SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ 'બ્રિટિશ કાલ પંચમહાલમાં તેકાન, ૧૮૬૮ પંચમહાલ જિલ્લામાં જાંબુઘોડા પાસે આવેલા વાડકના જેરિયા નામના એક નાયકડાએ પતે ઈશ્વર છે અને ચમત્કાર કરી શકે છે એવો દંભ કર્યો અને લે કે પર ઊંડી છાપ પાડી, આથી એના અનુયાયીઓનું એક મોટું જૂથ ઊભું થયું. એ જૂથમાં દાંડિયાપુરાને નાને જમીનદાર રૂપસિંગ આગળ થયો. જોરિયાએ અને રૂપસિંગે વાડકમાં રાજા જેવી સત્તા જમાવી અને આવતા જતા માલ પર લાગે (મહેસૂલ) લેવાનું શરૂ કર્યું. ધર્મવેર પણ લેવા માંડ્યો. શરૂઆતમાં સ્થાનિક અધિકારીઓએ આ બાબતની અવગણના કરી, આથી આ નાયકડા પ્રત્સાહિત બન્યા અને તેઓએ પોતાના ૫૦૦ હથિયારધારી અનુવાયીઓની ટોળી સાથે બારિયા તાબાના રાજગઢ ગામે પહોંચી એના પર હુમલે કર્યો (ફેબ્રુઆરી ૨). તેઓએ પિલીસચોકીએ જઈ એક હિંદી અમલદારની હત્યા કરી, રાજગઢ લૂંટયું. રૂપસિંગે પંચમહાલ જઈ નાયકડાઓની ફેજ ભેગી કરી જાંબુડા પર છાપે માર્યો, ત્યાંની સરકારી પોલીસ એમને પાછા હઠાવવામાં નિષ્ફળ ગઈ. નાયકડાઓએ જાંબુડા લ્યું અને સરકારી દફતર બાળી નાખ્યાં. ત્યાંથી છોટાઉદેપુર તાબાના જેતપુર ગામે ગયા અને હલે કર્યો. ત્યાં પણ લૂંટફાટ કરી હાહાકાર મચાવ્યા. આમ નાયકડાઓનાં તેફાન વધતાં એજન્ટ ટુ ધ ગવર્નર-જનરલ ડબલ્યુ એચ. પટેલ, નેધન ડિવિઝનના કમિશનર એ. રોજર્સ અને કેપ્ટન મેકલિડે અમદાવાદ, વડોદરા તથા અન્ય સ્થળોની લશ્કરી ટુકડીએ એકત્ર કરી નાયકડાઓ સામે ઉગ્ર મે માંડ્યો અને ભારે જહેમત બાદ થોડી ખુવારી વેઠી, નાયકડાઓને સામને કરી એમને વેરવિખેર કરી નાખ્યા (ફેબ્રુઆરી ૧૮). એ પછી એક મહિનાના સમયમાં જેરિયો રૂપસિંગ ગલાલિય(જેરિયાના પુત્ર)વગેરેની તપાસ કરી તેઓને કેદ કરવામાં આવ્યા અને કામ ચલાવી ફાંસીની સજા કરવામાં આવી. આમ જેરિયાનું બંડ જે ધાર્મિક અંધશ્રદ્ધા પર આધારિત હતું તેને અંગ્રેજ સરકારે સખતાઈથી દાબી દીધું અને ગુનેગારોને ભારે શિક્ષાઓ કરી. અમદાવાદમાં ભારે વરસાદ, ૧૮૬૮, ૧૮૭૫ - ૧૮૬૮ માં અમદાવાદમાં પાંચ દિવસ દરમ્યાન (ઓગસ્ટ ૧૧ થી ૧૫) ૨૭ ઈંચ જેટલો વરસાદ પડ્યો. એની સાથે ભારે વેગવાળું વાવાઝોડું ફૂંકાયું. આના પરિણામે ૯,૫૦૦ જેટલાં મકાન, જેની કિંમત ૯ લાખ ૫૦ હજાર રૂપિયા આંકવામાં આવી હતી, તેને નાશ થયો. અમદાવાદ જિલ્લામાં અન્યત્ર પણ ઘણું નુકસાન થયું. ૧૧
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy