________________
ગુજરાતમાં ૧૮૫૭ના સગ્રામ
લીધે. આ અનુસાર દાઢથી બે માસના ગાળામાં દાહેાદના કિલ્લા ફરતી ખાઈ ખાદવામાં આવી. આમાં સખેદાર વલીખાન તથાં ભૂખણુ મિસ્ત્રીએ સુંદર કામગીરી બજાવી.૪૦
ગાધરામાં ખેડા
ઈંદાર અને ન્હાવથી બંદૂકધારી ખડખાર ૬ ઠ્ઠી જુલાઈ, ૧૮૫૭ ના રાજ ગાધરા આવી પહેાંચ્યા. તુરત જ સ્થાનિક માણસે એમની સાથે જોડાયા અને તેઓએ ગાધરાની સરકારી કચેરીઓને કબજો લઈ લીધા. કૅપ્ટન બકલે મેજર ટોમસની લશ્કરી ટુકડી, લશ્કરી અધિકારી શેપીના તાપદળ તથા ગાયકવાડે આપેલ ૧૦૦ના અશ્વદળ સાથે ૭ મી જુલાઈની રાત્રિએ ગેાધરા પહેાંચ્યા, આથી ખંડખારા દાહેાદ નાસી ગયા અને એમણે ત્યાંની સરકારી કચેરીઓને કબજે લીધેા. બકલે વધુ ૩૦૦ સૈનિાની કુમક સાથે દાહેાદ પહેાંચ્યા. થયેલ લડાઈમાં ખડખાર પરાજિત થઈ નાસી ગયા અને બકલેએ દાહેાદ તથા ગોધરામાં મજબૂત લશ્કરી મૂકયાં.૪૧
સૂરજમલના રકાસ
સુરજમલ ડાારની આસપાસના પ્રદેશાના જાગીરદાર હતા. એણે લુણાવાડાની ગાદી માટે દાવા કરીને ૧૫ મી જુલાઈ, ૧૮૫૭ના રાજ લુણાવાડા પર હુમલા કર્યો, પરંતુ ત્યાંના રાજાએ બ્રિટિશ લશ્કરની સહાયથી એને પાછા હઠાવ્યો. લુણાવાડાના રાજના શત્રુ અને પંચમહાલના પાલ ગામના જાગીરદાસ કાનદાસ ચારણની તેમજ અન્ય ઠાકારાની અને કાળીઆની સહાયથી સુરજમલે ફરી લુણાવાડા કબજે કરવા હુમલા કર્યો, પરન્તુ એન્ડ્રૂઝ અને આખરની લશ્કરી ટુકડીએ એને પરાજય આપ્યા. કાનદાસ પકડાઈ જતાં એને જેલમાં પૂરીને પછીથી ફાંસી આપવામાં આવી, જ્યારે સૂરજમલ મેવાડ તરફ નાસી ગયા અને એ એપત્તા બન્યા. પાલ ગામનેા નાશ કરવામાં આવ્યા.૪૨
ખાનપુર ગામના નાશ
મહી નદીને કિનારે આવેલુ. ખાનપુર ગામ લુણાવાડાના રાજ્યના સા ભૌમત્વ તળે હતું, પરંતુ ગામના કાળાએ તથા તેના વડાએ બંડખાને ટકા આપતાં કૅપ્ટન કલેએ થેાડાં પાયદળ હયળ અને તપળ સાથે ૬ ઠ્ઠી ડિસેમ્બરની રાત્રે લુણાવાડાથી કૂચ કરીને ૭ મી ડિસેમ્બરની વહેલી સવારે એચિંતા જ ખાનપુરને ઘેરી લીધું, એના ગામેતી (વડા) અને અન્ય અગ્રણીઓની ધરપકડ કરી તથા ગામને બાળી મૂકયુ, તેમજ પછીથી ખાનપુરના ગામેતીને ફ્રાંસી આપી,૪૩