________________
ગુજરાતમાં ૧૮૫૭ને સંગ્રામ ૨૭ એપ્રિલ ૧૮૫૮ ની વાતચીત નિષ્ફળ ગઈ તથા ૨૫ મી મે ૧૮૫૮ ના રોજ મંડટીમાં સૂરજમલ અને હાઈટલૌકના પ્રતિનિધિ કેપ્ટન એન્ડર્સન વચ્ચેની ચર્ચા પણ નિષ્ફળ નીવડી. આથી છેવટે સૂરજમલે મુડેટીમાંથી બધાં સ્ત્રી બાળકોને ટેકરીઓમાં મેકલી આપ્યાં અને મંડટીને કબજે લઈને ત્યાં રાજપૂતે ભલે તથા કેળાઓનું મજબૂત લશ્કર રાખ્યું. એણે આસપાસના વિસ્તારોમાંથી મકરાણીઓ રજપૂતે ભલે વગેરેનું મળીને જુલાઈના અંત સુધીમાં બીજું આશરે એક હજાર સૈનિકેનું લશ્કર ઊભું કર્યું. આના જવાબમાં હાઇટલોકની સૂચનાથી કેપ્ટન બ્લેક અને ઉપલશ્કરી અધિકારી લીના નેતૃત્વ તળે સરકાર તથા ઈડરના રાજાની આશરે ૮૦૦ સૈનિકની બનેલી લશ્કરી ટુકડીઓએ મુડેટી પર હુમલે કર્યો, પણ એમને સખત પરાજય થ અને વળતા હુમલાથી બચવા એમને મુડેટીથા ૮ કિ. મી. દૂર આવેલા બડોલી ગામ સુધી પાછા હઠી જવાની ફરજ પડી.૩૪
આ પછી સૂરજમલે ઈડર પર હુમલે કરવાની યોજના વિચારતાં એને ખાળવા અમદાવાદ ડીસા તથા ગુજરાતના અન્ય ભાગોમાંથી બ્રિટિશ લશ્કરી ટુકડીઓ મુડેટી રવાના કરવામાં આવી. આ ટુકડીઓએ સૂરજમલને બધી બાજુએથી ઘેરી લેતાં સૂરજમલે પિતાની શરતે બ્રિટિશ સરકાર સાથે સમાધાનને એક વધુ પ્રયાસ કર્યો, પરંતુ વહાઈટલેકે સૂરજમલની પ્રથમ બિનશરતી શરણાગતિને આગ્રહ રાખતાં સુરજમલે પિતાની લડત ચાલુ રાખી. પરિણામે ગુજરાતના પિલિટિકલ કમિશનર શેકસપિયરની પરવાનગીથી હાઈટ કે મંડટીને કબજે લેવા કેપ્ટન બ્લેક, કેપ્ટન હકિક અને રસાલાદાર હસનખાનની ટુકડીઓને મોકલી, જેમને મંડટીના મકરાણી, કાળી તથા ભીલ લેકેએ સખત સામનો કર્યો, પરંતુ છેવટે ચડિયાતા બળ આગળ પરાજિત થઈને તેઓ ટેકરીઓમાં નાસી ગયા. સૂરજમલે ટેકરીઓમાં વધારે લશ્કર એકત્રિત કરીને મંડટી પાછું કબજે કરવાને મક્કમ નિર્ણય કર્યો.
મંડટીને કબજે લેવાનું પગલું ડહાપણભર્યું નહિ હેઈને એ છોડી દેવા વહાઈટલોકોને જણાવ્યું, ૩૫ કેપ્ટન રેફસ તથા લીટે સૂરજમલને શરણે લાવવાની યોજના ઘડી કાઢી. સરકારી દળાએ બધી બાજુઓથી સૂરજમલ પર ૭ મી સપ્ટેમ્બર, ૧૮૫૮ ના રોજ આક્રમણ કર્યું. ભારે લડાઈને અંતે સૂરજમલ ટેકરીઓમાં નાસી ગયે. દરમ્યાન જાણુતા બંડખેર ડફેર યદુ કેશવ પોતાના લશ્કર સહિત સૂરજમલ સાથે જોડાતાં સરકારને સૂરજમલને મહાત કરવા વધારે લશ્કરની જરૂર પડી. વધારે તોપદળ, વધારે અશ્વદળ, એક વધારાની ભીલ ટુકડી તથા વિશેષ પાયદળ ખંડેરી બાજુ તાત્કાલિક મેળવાતા સૂરજમલ બ્રિટિશ દળાથી બધી બાજુથી ઘેરાઈ ગયે. માત્ર ટેકરીઓની પાછલી બાજુથી શિરોહી તરફ નાસી જવાને માર્ગ એને માટે ખુલ્લે