SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ જુ] અકબરથી ઔરંગઝેબ વેપારીઓનાં કે પ્રવાસીઓનાં જહાજોને એમની પાસેથી અમુક રકમ (લાગો) આપી પરવાનો લેવો પડતો. મુઘલ સમ્રાટનાં વેપારી જહાજોને કે શાહી કુટુંબનાં યાત્રાએ જતાં પ્રવાસી જહાજોને પણ એમના તરફથી મુક્તિ અપાઈ ન હતી. એ : મયમાં દીવ દમણ અને વસઈ ફિરંગી તાબાનાં વેપારથી ધીકતાં બંદર હતાં. દમણ બંદર ૧૫૫૯માં ફિરંગીઓએ ગુજરાતના સુલતાન પાસેથી મેળવ્યું હતું. “અકબરનામા'માં જણાવ્યું છે તે મુજબ અકબરે ફેબ્રુઆરી ૧૫૮૦માં મીરઝા અઝીઝ કોડાના કાકા કુબુદ્દીનખાન, જેને ભરૂચની જાગીર અપાઈ હતી, તેને દમણ પર આક્રમણ કરવા હુકમ આપ્યો હતો. હજ કરવા જતાં યાત્રીઓને માર્ગમાં અવરોધ ઊભા કરતા ફિરંગીઓને હાંકી કાઢવા માટેના શાહી લશ્કરને ગુજરાત અને માળવાના સૂબેદારોની તથા દખણના હાકેમોની પણ સહાય મળી. દમણ પર મુઘલેની ચડાઈનું પરિણામ શું આવ્યું એને ઉલ્લેખ અબુલ ફલે કર્યો નથી, પરંતુ ફિરંગી આધારો પરથી જાણવા મળે છે કે મુઘલના એ આક્રમણને ફિરંગી કપ્તાન માર્ટિન આર્ફાન્સો-દ-મેલોએ નિષ્ફળ બનાવી દીધું હતું ને મુઘલ સેનાપતિને ઘેરે ઉઠાવી લેવાની ફરજ પડી હતી. ૧° એ નોંધપાત્ર વિજયની યાદગીરી દમણના કિલ્લાના દરવાજા પરની ફિરંગી ભાષામાં લખાયેલી તકતી પર જોવા મળે છે. એ પરથી સ્પષ્ટ જણાય છે કે અકબરને ફિરંગીઓ પાસેથી દમણ લેવામાં નિષ્ફળતા મળી હતી. | ગુજરાતમાં અકબરના અમલની એક નોંધપાત્ર ઘટના એ છે કે હિ. સ. ૯૦૦ (૧૫૭૨-૭૩)થી અમદાવાદની શાહી ટંકશાળમાં મુઘલ શહેનશાહના સિક્કા પાડવાનો આરંભ થયો. આ સિક્કા હિ.સ. ૯૮૦ થી મુઘલ સત્તા ગુજરાતમાં ટકી ત્યાંસુધી પાડવામાં આવ્યા હતા. (૨) જહાંગીરને રાજ્ય-અમલ (ઈ સ. ૧૬૦૫–૨૭) મુઘલ બાદશાહ જહાંગીરના રાજ્ય-અમલ દરમ્યાન ગુજરાતમાં આઠ જેટલા મુઘલ સૂબેદાર આવી ગયા. કુલીઝખાન અને રાજા વિક્રમજિત (ઈ.સ. ૧૬૦૫-૦૬). જહાંગીરે પિતાના શાસનના આરંભમાં મોકલેલા સૂબેદારેમાં પ્રથમ સુબેદાર કુલીઝખાન હતો, જે ઉચ્ચ ઉમરાવ હતો અને અકબરના સમયથી ગુજરાત પ્રાંતની સેવામાં હતો. કુલીઝખાનની બાગીરીને સમય સામાન્ય રહ્યો. એમાં રાજા વિક્રમજિતે પણ કામગીરી બજાવી હતી. ૧૬૦૬ માં કુલીઝખાનને પંજાબમાં રૌશની નામના ધર્મઝનૂની લોકો સામે લડવા મોકલવામાં આવ્યો. એ
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy