SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ મુઘલ મલ - પ્ર. ધોળકા અને ધંધુકાની જાગીર આપવામાં આવી. અકબરે અમદાવાદમાં ઈદને તહેવાર ઊજવી અમદાવાદથી પ્રયાણ કર્યું (એપ્રિલ ૧૩, ૧૫૭૩) અને પાટણજાલેરના માર્ગે એ ફોહપુર સીકરી જઈ પહોંચે. બીજી ચડાઈ અને હકૂમતની ૬૦ સ્થાપના ગુજરાતમાં હજુ મીરઝાઓની તાકાતને સંપૂર્ણ પણે કચડી નાખવામાં આવી ન હતી. કેદી બનેલ ગુજરાતને માજી સુલતાન મુઝફફર ૩ જો કેદમાંથી નાસી છૂટી, પિતાનું રાજ્ય પાછું મેળવવાનું ભગીરથ પ્રયાસ કરવાની તૈયારીમાં હતા. સૌરાષ્ટ્રને વિભાગ હજુ જીતવાનો બાકી હતો. જુનાગઢમાં અમીનખાન ઘોરીની સત્તા સર્વોપરિ હતી શેરખાન ફલાદીના જુના સાથીદાર અફઘાને, મીરઝાઓ અને અસતપી હબસી અમીરોએ ભેગા મળી બંડ ઉઠાવવાનો નિશ્ચય કર્યો હતો. સૌરાષ્ટ્રમાં જામનગર અને કચ્છના રાજાઓ તથા બીજા રાજપૂત ઠાકોર ગુજરાતની એ ડામાડોળ રાજકીય સ્થિતિમાં જે પક્ષ લાભદાયક સ્થિતિમાં આવી પડે તેની સાથે જોડાઈને લાભ ઉઠાવવાની રમત ખેલી રહ્યા હતા. બીજી બાજુએ ગુજરાતમાં મુઘલ સતાવાળા પ્રદેશની પ્રજા અકબરની ઉદાર અને ધર્મસહિષ્ણુ નીતિને લીધે શાંતિનો અનુભવ કરી રહી હતી. આવી સ્થિતિમાં અશાંતિ ઊભી થઈ. આવા વાતાવરણમાં મીરઝા મુહમ્મદ હુસેન, જે દૌલતાબાદ જઈને આશ્રય પામ્યો હતો તે, ઝડપથી સુરત આવ્યો અને એની આગેવાની નીચે બંડ શરૂ થયું. મુઘલ ફેજદાર કુલીઝખાન સુરતના કિલ્લામાં સપડાઈ ગયે, આથી મુહમ્મદ હુસેને ભરૂચ અને ખંભાત જીતી લીધાં અને અમદાવાદ તરફ કૂચ કરી. આ સમયે સુબેદાર અઝીઝ કાકા ઈડર પ્રદેશમાં એક બંડખેર સીદી અમીરને સામનો કરી રહ્યો હતે તે મુહમ્મદ હુસેનના અમદાવાદ આવી રહ્યાના સમાચાર સાંભળી ઝડપથી અમદાવાદ આવી પડે અને એણે આક્રમણખોરને મજબૂત સામનો કરવાની તૈયારી કરી. ટૂંક સમયમાં જ બળવારનાં લકર અમદાવાદ આવી પહોંચ્યાં, જેમાં ઈડરથી આવેલ ઈખ્તિયાર-ઉલૂ-મુલક, જદૂજહાર ખાનને પુત્ર વલી ખાન, શેરખાન ફલાદીના પુત્રો, રાજપૂત, અસંતોષી મુસલમાનો વગેરેને સમાવેશ થતો હતો. અમદાવાદમાં ઘેરાઈ રહેલા અઝીઝ કેકાએ બળવાખોરને સામને ખુલ્લા મેદાનમાં આવીને કરવાનું ટાળ્યું. બીજી બાજુએ સમ્રાટ અકબરને આ સમાચાર મળતાં સમય ગુમાવ્યા વગર એ પોતે વીજળીવેગે કૂચ કરી માત્ર નવ દિવસમાં ૬૦૦ માઈલનું અંતર કાપી અમદાવાદ આવી પહોંચ્યો. એણે બળવાખોરો પર પ્રબળ હુમલે કરી એમને સહુને ભયંકર પરાજય
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy