SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮) સુઘલ ફાલ [x, અમદાવાદના પોતાના વસવાટ દરમ્યાન અકબરે ગુજરાતની વહીવટી વ્યવસ્થા ગાડવી, અમદાવાદ તથા મહી નદીના ઉત્તર ભાગની ગુજરાત સરકારને વહીવટ પેાતાના દૂધભાઈ મીરઝા અઝીઝ કોકા ખાન—-આઝમને અને મહી નદીની દક્ષિણે આવેલા પ્રદેશ (દક્ષિણ ગુજરાત), જે બડખેાર મીરઝા અમીરાએ પચાવી પાડયો હતેા, તેનેા વડીવટ તિમાદખાન અને ગુજરાતી અમીરાની સામાન્ય દેખરેખ નીચે સોંપ્યા. પ્રતિમાદખાનને મુખ્ય અમીરની કામગીરી સેાંપવામાં આવી. પછી અકબરે ખભાતતી મુલાકાત લીધી, પ્રથમ વાર દરિયાનું દર્શન કરી ઘણા આનંદ અનુભવ્યે અને દરિયાની સહેલગાહ કરી. ખભાતમાં રહેતા રૂમ સિરિયા ઈરાન અને તુરાનના તથા ક્રૂરગી જેવા વેપારીઓએ અકબરનું સ્વાગત કર્યું અકબર અમદાવાદથી ખંભાત જવા નીકળી ગયા બાદ એને માર્ગોમાં જ સમાચાર આપવામાં આવ્યા કે અમદાવાદમાં જે અમીરાને રહેવાની પરવાનગી આપવામાં આવી હતી, તેએ હવે બાદશાહ પ્રત્યેની વફાદારી ફગાવી દઈ, મીરઝા સાથે મળી જઈ ખટપટ કરવાની તૈયારીમાં છે. મીર અણુ તુરાબ સિવાયના પ્રતિમાદખાન સહિત ઘણા અમીર વફાદારી ફગાવી દેવા તત્પર બન્યા હતા. અકબરે ખભાત પહોંચ્યા બાદ તરત જ મીરબક્ષી શહખાજખાનને અમદાવાદ જઈ, વાદારીમાં ડગમગી રહેલા અમીરાને કેદ કરી પોતાની સમક્ષ હાજર કરવા ક્રમાન કર્યું. અકબરના આ હુકમનુ પાલન કરવામાં આવ્યું. પ્રતિમાદખાનને શિક્ષા ન કરતાં શાહમાજખાતતા જાપતામાં સોંપવામાં આવ્યા, અક્રખર મીરઝાએને હરાવી એમને તામે લાવવા મક્કમ હતા. ખંભાતથી અકબરે પ્રયાણ કર્યાંતા સમાચાર જાણી, મીરઝા ચાંપાનેર વાદરા જેવાં મહત્ત્વનાં સ્થળ છેાડી સુરત પહેોંચી ગયા અને ત્યાં બાદશાહ અકબરના પ્રબળ સામના કરવા જંગી તૈયારી કરવા લગ્યા હતા. આ અરસામાં મીરઝા ઈબ્રાહીમ હુસેને ભરૂચના ગઢ જીતી લઈ અકબરની છવણીથી આઠ કેાસ દૂર પડાવ નાખ્યા, મુઘલ સેનાએ ઠાસરાની પૂર્વે પાંચ માઈલ દૂર આવેલા સરનાલ નજીકમાં મીરઝાને સખત પરાજય આપ્યા (ડિસેમ્બર ૨૩) અને એ ત્યાંથી આગ્રા તરફ નાસી છૂટયો.૧૨ ત્યાર બાદ આખરે સુરત પહેાંચી (જાન્યુઆરી ૧૧, ૧૫૭૩), ગેાપીતળાવ કાંઠે પડાવ નાખી કિલ્લાને ઘેરા ઘાઢ્યા, આરંભમાં ખંને પક્ષે વચ્ચે જોરશેારથી આક્રમણ અને બચાવની રમઝટ ચાલતી રહી. ધેા કડક બનાવાયેા. છેવટે ગઢના સરદાર હમઝાખાને શરણાગતિ માગી. સ ંપૂર્ણ વિજય મળવાની ખાતરી હાવા છતાં અકારે લડાઈ બંધ કરી, સરદાર હમઝાખાન અને બીજા થોડાકને કેદ કરી, ખીજાએને માફ઼ી આપી છેાડી મૂકયા. આમ એક માસ અને ૧૭ દિવસ સુધી ચાલેલા ધેરાના અંત આવ્યે (ફેબ્રુઆરી ૨૬, ૧૫૯૩).
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy