________________
૩૪]
સુઘલ કાલ
[ શ્ર.
છતાં કાઈ કશું કરી શકથા નહિ ત્યારે બહાદુરખાતથી આ સહન ન થતાં એણે ખુલ્લી તલવારે મુઘલ સૈનિકા પર ધસી જઈ એમને હરાવ્યા અને અધાન કેદીઓને મુક્ત કરાવ્યા. સુલતાનનેા વિજય થયા. બહાદુરખાનની આ વીરતાથી પ્રભાવિત થયેલા અમીર।, જે ત્યાં હાજર હતા અને સુલતાન ઇબ્રાહીમના શાસનથી અસ ંતુષ્ટ હતા, તેમણે સુલતાનને પદભ્રષ્ટ કરી, દિલ્હીની ગાદી પર બહાદુરખાનને બેસાડવાનું વિચાર્યું. અમીરાની આવી વૃત્તિની સુલતાનને ખબર પડતાં શાહજાદો બહાદુરખાન એની નજરમાં હલકા પડી ગયા. બહાદુરખાન આ અર્ધું પામી જતાં, સુલતાનની પરવાનગી મેળવ્યા વગર, દિલ્હી ાડી ગુજરાત જતા રહ્યો.
મુધલ બાદશાહ બાબરે બાબરનામા'માં એક રસપ્રદ નોંધ કરી છે. એ જણાવે છે કે પિતા સાથે અણબનાવ થવાથી શાહજાદો બહાદુરખાન દિલ્હીના સુલતાન બ્રાહીમ પાસે ગયા હતા. ત્યાંથી એણે પાણીપતના મેદાનમાં લડતા બાબરને મદદ માટે વિનંતિભર્યા પત્ર લખ્યા હતા, જેના ખાખરે પ્રેત્સાહક અને ઉદાર ભાવે જવાબ આપ્યા હતા અને પેાતાની સાથે જોડાવા બહાદુરખાનને નિમંત્રણ પગુ આપ્યું હતું.. પહેલાં બહાદુરખાને પાણીપત્રથી બાબરના આવવાની રાહ જોઈ, પણ પછીથી યાજના બદલીને સુલતાન ઇબ્રાહીમ પાસેથી છૂટા પડી એ ગુજરાત જતા રહ્યો. બહાદુરખાનને બાબરે ‘લેાહી તરસ્યા અને ઉદ્દત' તરીકે ઓળખાવ્યા છે.૨ ગુજરાતના ઇમાદ-ઉલ-મુલ્કે એક પત્ર લખીને ગુજરાતના આંતર સંધમાં ખાખરની સહાય ભાગી હતી અને બાબર જો પેાતાના લશ્કરના એક ભાગને માકલી એને સહકાર આપશે તેા ઇમા—ઉલ્– મુલ્ક એને દીપ(દીવ )નું બંદર અને એક કરાડ ટકા આપશે એવી તૈયારી બતાવી હતી, પરંતુ એનેા પત્ર બાબરને કયારેય પહોંચ્યા ન હતા.૪ હુમાયૂની ગુજરાત પર ચડાઈ
સુલતાન મુઝફ્ફરશાહ ૨ જાના અવસાન પછી ઘેાડા સમય બાદ બહાદુરશાહ (ઈ.સ. ૧૫૨૬-૧૫૩૭) સત્તાધીશ બન્યા. એના સમયમાં ગુજરાતનું રાજ્ય સમૃદ્ધુ બનવા લાગ્યું. આ સુલતાને ગુજરાતની પૂર્વે માળવા, ઉત્તરે મેવાડ અને છેક બયાના સુધી વિજય મેળવ્યા, આથી એ મુત્રલ બાદશાહ હુમાયૂ' સાથે ધૃષણમાં આવ્યે.
ઈ.સ. ૧૫૨૬ માં દિલ્હીમાં મુધલ સત્તા સ્થપાયા પછી લાદી વંશના ધણા શાહજાદા ગુજરાતમાં આવ્યા અને સુલતાન બહાદુરશાહે એમને પેાતાના દરબારમાં રાખ્યા. સુલતાન અહલૂલ લોદીના પૌત્ર અને અલાઉદ્દીન લાદીનેા પુત્ર તાતારખાન