SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ७ વલી ગુજરાતીએ આપેલા ફ્રાળા ગુજરાતે ગૌરવ લેવા જેવા છે. નામરી લિપિમાંથી હવે ગુજરાતી લિપ ધડાઈ, ફારસી શિલાલેખામાં નસ્તાલીક શૈલીના વપરાશ વધ્યું. ધ સ ંપ્રદાયોમાં પુષ્ટિમાગ લેાકપ્રિય થયે. વહેારાઓમાં સુલેમાની અને દાદી નામે પેટા ફિરકા પડયા. પારસી વસાહતેામાં નવસારી ઉપરાંત સુરતનું મહત્ત્વ વધ્યું. પારસીમાના આતશ બહેરામ નવસારીથી ઉદવાડા ખસેડાયે, ગુજરાતના કેટલાક પારસીએ હવે મુંબઈ જઈ ત્યાં પણ વસ્યા. મુઘલકાલીન વસતિ-તારાનું વ્યવસ્થિત ઉત્ખનન ભાગ્યેજ થયું છે, પરંતુ મારતાનું અધ્યયન સારું થયું છે. નગરામાં અમદાવાઢ પાટણ અને સુરતને વિકાસ થયે।. સૌરાષ્ટ્રમાં ભાવનગર વસાવાયું. ગુજરાતમાં ગણુનાપાત્ર ભાગઅગીચા અને જળાશયેાના ઉમેરા થયા. દેવાલયેામાં ખંભાત કાવી શત્રુ ંજય પાટણ શ ́ખેશ્વર કુંભારિયા નારાયણસરેશવર દ્વારકા શામળાજી અમદાવાદ વગેરે સ્થળેાએ સુંદર મંદિર બંધાયાં. અમદાવાદ સિદ્ધપુર સુરત વગેરે સ્થળેાએ કેટલીક સુંદર ઇસ્લામી ઇમારત બંધાઈ. શિલ્પકૃતિઓમાં પાષાણુ ધાતુ તથા કાષ્ઠની કેટલીક સુંદર શિલ્પકૃતિએ ઘડાઈ. એમાં જાળીકામના કેટલાક નમૂના કલાત્મક છે. ચિત્રકલામાં લઘુચિત્રોની પ્રાદેશિક કલાશૈલી વિકસતી રહી ને કયારેક ભિત્તિચિત્રોની કલા પણુ પ્રગટતી રહી. પ્રકરણાના અંતે યુરે।પીય પ્રવાસીઓએ કરેલી ગુજરાતની નૉંધાને લગતું પરિશિષ્ટ આપવામાં આવ્યું છે, પ્રકરણ પછી વશાવળીએ સદૃસૂચિ અને શબ્દસૂચિ આપવામાં આવી છે. આમ આ ગ્રંથમાં અગાઉના ગ્રંથાની આયેાજના અનુસાર પ્રસ્તુત કાલના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસનાં વિવિધ પાસાં નિરૂપવામાં આવ્યાં છે. ૧૯૬૮ માં આ ગ્રંથમાલાના લેખન-સ ંપાદનનું કાર્ય શરૂ થયું તે સેક વર્ષમાં એના પહેલા છ ગ્રંથ પ્રકાશિત થયા. આ દરમ્યાન અમને પહેલેથી ગુજરાત રાજ્ય સરકાર તરફથી ખર્ચના ૭૫ ટકા જેટલા અનુદાનની આર્થિક સહાય તેમજ ગુજરાતના ઈતિહાસના અનેક તજ્જ્ઞો તરફથી પ્રમાણિત લેખનની વિદ્યાકીય સહાય મળતી રહી છે. આ યાજનાની સફળતાને યશ ણે અંશે એ સહુને ફ્ાળે જાય છે. અહી એક બાબતની Àાંધ લેવી જરૂરી લાગે છે. પ્રાચીનકાલની સરખામણીએ મધ્યકાલના ઇતિહાસના તજ્જ્ઞોની સંખ્યા ઘણી ઓછી છે. ભારતના મધ્યકાલના ઈતિહાસના અધ્યાપક ઘણા છે, પરંતુ જેઓને ભારતના અને એમાં વિશેષત: ગુજરાતના મધ્યકાલીન રાજકીય તથા સાંસ્કૃતિક ઇતિહાસનાં વિવિધ
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy