SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ પા૨] મુઘલ કાલ | ઇ. શ્રેષ્ઠીઓની હવેલીઓમાં પણ કાષ્ઠકામ ઉપર ચિત્રકામ થયેલું જોવા મળે છે. આ સમયમાં પ્રાકૃતિક અને ભૌમિતિક આલેખન મંદિરની બારશાખ, પોથીઓના ઢાંકણ માટે વપરાતી લાકડાની પાટીઓ અને બાળકોને રમવાનાં રમકડાઓ ઉપર થયેલાં જોવા મળે છે. અમદાવાદના નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીનું એક ચિત્ર ઝવેરીવાડના સાગરગચ્છના ઉપાશ્રયમાં થાંભલા આલેખેલું છે. એમાં તેઓ એમના આચાર્ય ગુરુ રાજસાગરસૂરિ સમક્ષ ધર્મલાભ પ્રાપ્ત કરતા દેખાય છે. જામનગરના દરબારગઢમાંથી આ સમયમાં કેટલાંક યુદ્ધ દશ્યનાં ભિત્તિચિત્ર મળી આવ્યાં છે. ઈ.સ. ૧૫૯૧માં ધ્રોળ નજીક ભૂચર ચોરીમાં જામ સત્રસાલ અને મુઘલ સુબેદાર અઝીઝ કાકા વચ્ચે જે ભીષણ યુદ્ધ ખેલાયેલું તે પ્રસંગનું એક ચિત્ર છે. ચિત્રમાં બંને પક્ષે ઉપયોગમાં લેવાતી તોપો અને શસ્ત્રોનું આબેહૂબ આલેખન જોવા મળે છે. સૈનિકોને પહેરવેશ હિંદુ અને મુસ્લિમ સેના વચ્ચેની સ્પષ્ટ ભેદરેખા બતાવે છે. આ દરબારગઢમાં એક બીજું ચિત્ર જામ સતાજીએ સેના સાથે ઈ.સ. ૧૫૯૧માં અમદાવાદ તરફ કૂચ કરી એ પ્રસંગનું છે. સદરહુ ચિત્રમાં લશ્કરી ઘોડેસ્વારો ગતિમાં દેડતા બતાવાયા છે. સૈનિકોના હાથમાં ઉધાડી તલવાર સ્પષ્ટ દેખાય છે, -જે ચિત્રના વીર રસમાં વધારો કરે છે. સૈનિકોની પાઘડીઓ અને વેશભૂષા ધ્યાન ખેંચે એવી છે? - સૌરાષ્ટ્રમાં દામનગર પાસે આવેલા પાંડરશીંગાના શિવાલયમાંથી અઢારમા સૈકાનાં ભિત્તિચિત્ર પ્રાપ્ત થયાં છે. આ ચિત્રની વિગતે સૌપ્રથમ શ્રી રવિશંકર રાવલે પ્રસિદ્ધ કરી છે.૩૩ આ ચિત્રના પ્રસંગે રામાયણ અને ભાગવતમાંથી લીધેલા છે. ચિત્રોમાં પાત્રોના આલેખનમાં ગુજરાતી શૈલીની લઢણ જોવા મળે છે. કલાકારે એક ચિત્રમાં વિભીષણને માંગરોળી પાઘડી પહેરાવી છે. એક ચિત્રમાં અપ્સરાઓનું આલેખન લેક-માન્યતા પ્રમાણે પાંખેવાળું કરેલું જોવા મળે છે. દેવોની વેશભૂષા પણ સ્પષ્ટ સૌરાષ્ટ્રી જોવા મળે છે. પાદટીપ ૧. આ અંગે શ્રી નાનાલાલ ચ. મહેતાએ એમના “A New Document of Gujarati Painting- A version of Gita-Govinda' નામના લેખની પાદટીપમાં નોંધ કરી છે, જુઓ Journal of the Gujarat Research Society,
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy