SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ મું]. ચિત્રકલા [૪૮૯ કાંકરોલીના વ્રજભૂષણલાલજીના સંગ્રહમાં “ભાગવત દશમસ્કંધ'ની એક ચિત્રિત પરથી છે, જેના છેલ્લા પાને ભગવાન શ્રીકૃષ્ણ વાંસળી વગાડતા આલેખ્યા છે. વર્ણ આયોજન, અલંકાર તેમ જ કેશરચનાની દષ્ટિએ આ ચિત્રમાં જૂની પશ્ચિમ ભારતની ચિત્રશૈલીની પરંપરા જળવાયેલી જોવા મળે છે. આ પોથીને સમય આશરે ૧૬ મા સૈકાને મધ્યભાગ કે એ પછીને મનાય છે. ૨૧ દશમરકંધની શ્રીધરની ગુજરાતીમાં ભાવાર્થ–ટીકાવાળી એક ચિત્રિત પોથી જોધપુરમાંથી મળી છે, જેમાં દરેક ચિત્રની વિગતે વર્ણવવામાં આવી છે. આ પોથીને સમય ઈ.સ. ૧૬૧૦ છે. પિથીનાં ચિત્ર ચિત્રકાર નારદપુત્ર ગેવિંદે આલેખ્યાં છે, જેનો ઉલ્લેખ તેના છેલ્લા પાને કરવામાં આવ્યો છે. ૨૨ ડે. મંજુલાલ મજમુદારે આ પોથીનાં ચિત્રોને સૌ પ્રથમ પ્રસિદ્ધિ આપી છે. આ શૈલીના ચિત્રનું ‘ભાગવત’નું એક પાનું પ્રાચ્યવિદ્યા મંદિર, વડોદરાના સંગ્રહમાં છે, જે ઈ.સ. ૧૬૧૦ માં ચિતરાયેલી પ્રતિમા પાના તરીકે ખરીદવામાં આવ્યું છે. આ પાનનું ચિત્ર છે. ઉમાકાન્ત શાહે “રવાધ્યાયના મુખપૃષ્ઠ પર પ્રસિદ્ધ કર્યું છે. ૨૪ મુઘલ કાલમાં ગુજરાતના સમાજજીવન પર કવિ જયદેવના " ગીતગોવિંદ નાં ભક્તિ અને શૃંગારી કાવ્યોની ઘણી અસર હતી, જેનો પુરાવો ગુજરાતમાંથી પ્રાપ્ત થતી ગીત-ગોવિંદની ચિત્રિત પોથીઓ છે. આ કાવ્યની સૌથી જૂનામાં જૂની ઉપલબ્ધ પિથી પાવાગઢના પૂજારી પંડિત બાલાશંકર ભટ્ટજી અગ્નિહોત્રી પાસે છે. આ પોથીમાં કુલ સાત ચિત્ર છે, જેને સમય ડે. મંજુલાલ મજમુદાર ૨૫ પંદરમા સૈકાને મધ્ય ભાગ ગણાવે છે જ્યારે શ્રી. નાનાલાલ મહેતા તેને ૫ દરમા સૈકાના ઉત્તરાર્ધમાં મૂકે છે. કવિ જયદેવના ગીત-ગવિંદની કથાવસ્તુ પર આધારિત દૂતિકા-આગમનનું એક ચિત્ર શ્રી નાનાલાલ મહેતાના સંગ્રહમાં છે. આ ચિત્રને સમય આશરે ઈ.સ. ૧૫૯-૧૬૦૦ નો મનાય છે. ૨૭ | ગીત-ગોવિંદની એક દશાવતાર-ચિત્રિત પિથી પાટણમાંથી છે. કાંતિલાલ - બ. વ્યાસને પ્રાપ્ત થઈ છે. આ પિોથી ભાષાસ્વરૂપ ઉપરથી ૧૭ મા સૈકાની હોવાનું તેઓ માને છે. ૨૮ આ પ્રત એ એક સ્વતંત્ર ચિત્રપોથી (Album) હેય તેમ જણાય છે. એનાં ચિત્રોમાં રંગ અને રેખાનું અજબ માધુર્ય પ્રગટ થતું જણાય છે. ચિત્રમાં કલાકારે પાત્રોનું સંજન આયોજનપૂર્વક કરેલું છે. એમાં વર્ણોનું
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy