SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ મું]. શિહ૫કૃતિઓ [૮૧ અમદાવાદની નવાબ સરદારખાનની મસ્જિદ અને નવાબ સુજાતખાનની મસ્જિદના મિનારાના છેક ઉપલી (ચોથા) મજલાની ટોચ પર ભવ્ય પઠ્ઠાકાર કરી એની મધ્યમાં નાના કદના ઘૂમટ મૂકયા છે તેથી મિનારાને દેખાવ સરસ લાગે છે. અલી ખાન કાઝીની મસ્જિદની દીવામાં કંડારેલા ગવાક્ષ મનોહર છે. એમાં વૃતાકારે ઉપર ચડતી વેલેમાં પ્રસવ પામતાં પુષ્પ અને પત્રથી સુંદર આકૃતિઓ રચાય છે; અલબત્ત, આ રૂપાંકન સલ્તનતકાલીન ગવાક્ષ (આ. પ૮). અને જાળીઓનાં રૂપાંકન જેવું કલાત્મક અને બળવાન નથી શેખ વહુદ્દીનના દરગાહમાં બંને બાજુની દીવાલોમાં પ્રવેશવાના દરવાજાઓને ફરતી નાના નાના કદની ચોરસ અને લંબચોરસ જાળીઓ કરેલી છે. આ જાળીઓમાં મુખ્યત્વે વૈવિધ્યપૂર્ણ ભૌમિતિક રૂપાંકન નજરે પડે છે. બે મુખ્ય દરવાજા પર તરણ કંડારેલાં છે ને એ તેરણને બંને બાજુથી હંસ ધારણ કરી રહ્યા હોય એવો ઘાટ આપે છે. દીવાલની છેક ઉપરના ભાગમાં વૃત્તાકાર રૂપાંકનની એક આડી હાર કરેલી છે. એમાં મુખ્યત્વે વિવિધ તારાકાર કંડારેલા છે. અમર વાદન તને એવ્સના રોજામાં કબરને ફરતી જાળીદાર ૫ડદીમાં પુષ્પાંકન વિશેષ જોવા મળે છે ૩૮ પાદટીપ ૧. ર. ના. મહેતા, વડનગરની શિલ્પ સમૃદ્ધિ, “આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ", પૃ. ૧૩૭-૧૩૮ 2. M. R. Majmudar, Gujarat : Its cultural Heritage, p. 64 :3. Ibid , p. 68; H. Goetz, ‘The post Mediaval Sculptures of Gujarat', Bulletin of the Baroda Museum & Picture Gallery” (BBMPG), Vol, V, Pts. I-II, p. 40. 8. R. N. Mehta, "Gadadhar Temples at Shamalaji', Journal of the M. S. University of Baroda, Vol. XV, pp. 91 ff. ૫. કા. ૬. સેમપુરા, “શ્રી દ્વારકાધીશનું મંદિર', “દ્વારકા સર્વસંગ્રહ”, પૃ. ૨૬ર ૬. ના કે. ભટ્ટી, “નારાયણ સરોવર', પૃ. ૧૧-૧૩; રામસિંહ રાઠોડ, “કચ્છનું સંસ્કૃતિ | દર્શન, પૃ. ૫૬-૫૮ ૭. ક, ભા. દવે, ગુજરાતનું મૂતિવિધાન, પૃ. ૧૫૩ ૮. ડો. હરિલાલ ગૌદાની, “શામળાજીનું મંદિર, ગોરોલ”, “નૂતન ગુજરાત', તા. ૧૪-૯-૬૯ ૯, ડે. હરિલાલ ગૌદાની, “ કાશ્મીર મહાદેવ, વાડજની લક્ષ્મીનારાયણની પ્રતિમા” “જનસત્તા', તા. ૩-૩-૭૪ ૧૦. છે. હરિલાલ ગૌદાની, જૈન મંદિર, સાબલી', “નૂતન ગુજરાત', તા. ૧-ર-૭૦ છે.-૬-૩૧
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy