SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ મું] સિહપતિઓ T૪૭૯ આવેલું મૂલચંદ પરસોત્તમ મહેતાનું મકાન, અમદાવાદ સારંગપુરમાં આવેલ દ્વારકાધીશ મંદિર વગેરે ૧૭ મી સદીના પૂર્વાર્ધમાં બંધાયેલાં છે. અમરેલીમાં નદીકિનારે આવેલ મહંત કેશવદાસજીનું મંદિર, પાટણમાં કપૂર મહેતાના ડહેલામાં આવેલ જૈનમંદિર, અમદાવાદના સી મહેલાનું ડે.સૈયદના તાહેરનું મકાન, સોજિત્રા(જિ. ખેડા) માં પીપળ ફળિયામાં આવેલ શ્રી નરસિંહભાઈ ચુનીભાઈનું મકાન, ભરૂચમાં શુકલ શેરીનું શ્રી રતનલાલ હીરાલાલ શેલતનું મકાન, સુરતમાં લાલાઠાકરની પિળ તથા ઉત્તમરામની શેરીમાં આવેલાં જિન મંદિર તથા ડે. જમશેદજી લશ્કરી માર્ગ પર આવેલ શ્રી વેગીલાલ જેકિશનદાસ તથા શ્રી ચંદ્રકાંત મગનલાલ વકીલનાં મકાન વગેરે ૧૭મી સદીના ઉત્તરાર્ધમાં બંધાયેલ છે. જામનગરમાં ભકીમવાડામાં આવેલ ભકીમ સેમચંદ કચરાભાઈનું મકાન, અમદાવાદ-ખાડિયાની બેબીની પોળમાં આવેલ શ્રી શંકરલાલનાં મકાન, વળી ત્યાંના સફી મહોલ્લાનું શ્રી અબ્દુલહુસેન નરુદીનનું મકાન, કાલુપુરમાં કાળશાની પોળનું શ્રી સેમચંદભાઈ પરીખનું મકાન, ઉમરેઠની ત્રણ પળને રંગ મહેલ, સુરતમાં રાણી તળાવ પાસેનું શ્રીમતી કુમુદબહેન શાંતિલાલનું મકાન વગેરે ૧૮ મી સદીના પૂર્વાર્ધમાં બાંધવામાં આવેલાં છે. આ બધાં મંદિરો હવલીઓ અને મકાનનાં જુદાં જુદાં સ્થાપત્યકીય અંગે, જેવાં કે સ્તંભ કુંભી શીર્ષ પાટડા ટોડલા દ્વારશાખા, મદલે ઝરૂખા છત ગોખલાઓ વગેરેમાં વિવિધ પ્રકારે ગણપતિ આદિ દેવદેવીઓ ગંધર્વો સુરસુંદરીઓ પશુ-પક્ષીઓનાં સુંદર શિલ્પ તેમજ ભાતભાતની ફૂલ અને ભૌમિતિક આકૃતિઓવાળી બારીક અને કલાત્મક કોતરણીઓને છૂટથી ઉપયોગ કરેલું જોવા મળે છે. ૩૪ કે, પથ્થર અને કાષ્ઠનું જાળીકામ આ સમયના જાળીકામમાં ગુજરાતના સલ્તનત કાલ દરમ્યાન વિકસેલી મુસ્લિમ શૈલાને સંપર્શ સ્પષ્ટ રીતે જ દેખાઈ આવે છે. ઈડરના પહાડની રણમલ ચોકીના જૈન મંદિરની જાળીઓ આ કાલનાં લાક્ષણિક દષ્ટાંતરૂપે ગણાવી શકાય. એમાં પુપાંકિત તથા ભૌમિતિક આકૃતિઓનાં સુશ્લિષ્ટ રૂપાંકનને સમન્વય કરી કલાત્મક જાળીઓની રચના કરવામાં આવી છે.૩૫ કચછના કલાપ્રેમી રાજવી મહારાવ લખપતજીના રાજ્યકાલ દરમ્યાન કચ્છની કલાકારીગીરીને ઘણું ઉત્તેજન મળ્યું. કચ્છના કલાધર રામસિંહ માલમની દેખરેખ નીચે ભૂજમાં ચિલ્પ અને સ્થાપત્યના નમૂનારૂપ આયના મહેલ તૈયાર કરાવ્યો તેમાં બેસીને મહારાજે સાહિત્યસર્જન કરેલું. આ મહેલની દીવાલ પરની ઉત્તમ પ્રકારની નકશીવાળી પત્થરની જાળીઓ ખાસ ધ્યાન ખેંચે છે (આ. પ૭). પૂર્ણ કુંભમાંથી
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy