SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ મું] શિલ્પકૃતિઓ [૪૭૫. મ્યુઝિયમમાં સુરક્ષિત છે. આ મંડપ આ કાલની કાષ્ઠશૈલીને ઉત્તમ નમૂને છે. એના ઘૂમટમાં શોભતાં શિલ્પમાં ઉદિત પ્રકારની સુંદર કોતરણીવાળી પદ્માકાર છતઘૂમટમાં ફરતાં સુરસુંદરીઓનાં આઠ દિલ(bracket) શિ૯ અને વાહનયુક્ત. અષ્ટ દિપાલનાં શિપ નજરે પડે છે. વળી ઝરૂખાનું કલામય તારણ (આ. ૫૫),. એનાં ઉત્તરંગ પર પદ્માસનસ્થ તીર્થકર, બે સેવિકા તેમજ નીચેનાં ભાગમાં. ગજલક્ષ્મી તથા સુરસુંદરીઓ અને નૃત્યાંગનાઓ, મંડપના ગવાક્ષમાં દેવ-દેવીઓનાં શિલ્પ વગેરેનો સમાવેશ થાય છે. મંડપનાં આ શિ૯૫ ગુજરાતી કલાના જીવંત. નમૂનારૂપ છે. પ્રત્યેક શિલ્પ જીવંત અને ગતિશીલ લાગે છે આ શિલ્પોનાં વસ્ત્રપરિધાન, અલંકાર, મુકુટને આકાર, એ મન પરનું રંગકામ વગેરે બાબતમાં ગુજરાતની પરંપરાગત કલાની અસર ઝાંખી થતી જોવા મળે છે. • આવો જ લાકડાને એક કલાત્મક મંડપ વડેદરા મ્યુઝિયમમાં ઈ.સ ૧૯૪૭ થી સંગ્રહાયેલો છે. એ મૂલત: જૂના વડોદરા રાજ્યના શિનેર વિસ્તારનો હેય. એમ માનવામાં આવે છે. મંડપની રચના અને એના ભાગ જોતાં એની રચના કોઈ એક જ સમયે થયેલી જણાતી નથી, પરંતુ ૧૬મીથી ૧૮મી સદી દરમ્યાન નિર્મિત. થયેલ વિવિધ ભાગોને જોડીને એ ઊભો કરવામાં આવ્યો છે. આ મંડપ કઈ જૈન મંદિરના સ્થાપત્યનો ભાગ હતો. આ મંડપનાં મુખ્ય શિલ્પોમાં ૨૨ મા. તીર્થકર નેમિનાથને લગ્નોત્સવ, વૈભવ-સંસાર–ત્યાગ અને એમના વરશીદાનને મહત્સવ, જૈનાચાર્યની શોભાયાત્રા અને જેનસમાજ દ્વારા સ્વાગત, વિશ્વવિજય. માટે નીકળતા ચક્રવતી રાજા (ભારત)ના રોભાયાત્રા વગેરે વિવિધ કથાપ્રસંગ. કલા મક રીતે આલેખતી કાષ્ઠ શિ૯૫૫દિકાઓને સમાવેશ થાય છે. ઉપરાંત મંડપના મુખ્ય ઘૂમટના ખૂણા પરનાં સુર-સુંદરી અને ગાયિકાઓને શિલ્પ ઘૂમટમાં વચ્ચે ઝૂલતાં ચાર કિંવરીઓનાં શિ૯૫, લલિતત્રિભંગમાં વેણુધર શ્રીકૃષ્ણનું મનોરમ શિલ્પ, બંને બાજુ એકએક સેવિકા અને એકએક ગજયુક્ત. લક્ષ્મી, દેવાંગનાઓ ગંધ ગાયિકાઓ દિકપાલે સાધુ શ્રાવક યક્ષ-પક્ષીઓ વગેરેનાં શિલ્પોને પણ એમાં સમાવેશ થાય છે. પુષ્પાંકિત આકૃતિઓ, મુઘલ અસરવાળી કમાન અને પશુપક્ષીઓનાં શિલ્પ ૫ણ કલાત્મક રીતે કંડારવામાં. આવ્યાં છે. આ મંડપના વિવિધ ભાગોનું નિર્માણ જુદા જુદા સમયે થયું હોઈ એનાં. શિલ્પ-સ્થાપત્યમાં ગુજરાત રાજપુતાના અને મુઘલ વગેરે શૈલીઓનો સમન્વય થયેલો. છે. સુરસુંદરીઓ અને ગાયિકાઓનાં વસ્ત્રાલંકાર અને વાજિંત્ર પર મુઘલ શેલીની સ્પષ્ટ અસર જોઈ શકાય છે. પરંપરાગત કિરીટ કે કરંડ-મુકુટને બદલે એક કાનથી.
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy