SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ મુ) શિહ૫તિએ ૪િ૭૩ પદ્માવતી બિરાજમાન છે. એમના હાથમાં પાશ અંકુશ કમલ અને ફળ છે. સમગ્ર પ્રતિમા ફરતે કલાત્મક પરિકર છે. આ પ્રતિમા ૧૮ મી સદીના પ્રારંભની છે. ગુજરાતમાં પાર્શ્વનાથની ધાતુપ્રતિમાઓ સેંકડોની સંખ્યામાં ઉપલબ્ધ છે. ધાર્મિકેતર ધાતુ-શિપમાં દીપલક્ષ્મી કે દીપકકન્યા, ચામરધારી અને ચામરધારિણી વગેરે પ્રકારનાં અસંખ્ય શિલ્પ આ કાલનાં મળે છે તે પૈકી વડોદરા મ્યુઝિયમમાં સંગ્રહાયેલાં કેટલાંક શિલ્પ નેધપાત્ર છે : (૧) ચામરધારી પુરુષનું શિ૯૫ મુઘલ કલાને ઉત્તમ નમૂનો છે (આ. ૫૧). એના માથા પર મુઘલ ઢબની પાઘડી પહેરેલી છે. આ જ પ્રકારે દી૫કન્યાના શિલ્પમાં પણ માથે મુઘલ ઢબની પાઘડી જોવા મળે છે (આ. ૧૨). બંનેનાં વસ્ત્ર પણ મુઘલ અને મારવાડી વલણનાં દ્યોતક છે. આ શિપ ગુજરાતના કલાત્મક ધાતુકામના નમૂનારૂપ છે. એમને સમય ૧૭ મી સદીના ઉત્તરાર્ધ ગણવામાં આવ્યો છે. (૨) આ સમયની અણહિલવાડ-પાટણની ચામરધારિણી( આ. ૫૩)ની પણ એક કલાત્મક ધાતુપ્રતિમા અહીં સંગૃહીત છે. સામાન્ય રીતે મુખ્ય દેવપ્રતિમાની આસપાસ ચારધારી પુરુષ કે સ્ત્રીની પ્રતિમા કે એમને સંબદ્ધ પ્રતિમા ગોઠવવામાં આવે છે. આ ચામરધારિણીને ચામરવાળો ડાબો હાથ ઊંચો છે. ચામરને બીજો છેડો કલાત્મક રીતે એના મુકુટ સાથે જોડે છે. જમણો હાથ દીપક ધારણ કરવા તત્પર હોય એ રીતે રાખેલ છે. અહીં એના પગ ગોપાલમુદ્રામાં (આંટી પાડીને) રાખેલા છે. ડાબા ખભા પરથી ઘૂટણ સુધી લટકતું ઉપવસ્ત્ર અને કલામય રીતે પહેરેલું કટિવસ્ત્ર એની સુંદરતામાં વધારો કરે છે. પર્ણકાર મુખાકૃતિ અને મોટી આંખો આ સમયની શિલ્પકૃતિઓનાં લક્ષણ દર્શાવે છે. એની રચના ૧૭ મી સદીના મધ્ય ભાગમાં થયેલી જણાય છે. ૭ (૩) ૧૭ મી સદીના અંતભાગની પાટણ-અણહિલવાડ વિસ્તારમાંથી મળેલી દીપ-કન્યાઓની જોડી પણ આ મ્યુઝિયમના સંગ્રહમાં છે. એમાં બંનેની નાજુક દેહયષ્ટિ, લાંબા પગ, નાનું માથું, પીઠને ભાગ ઢાંકતું માથા પરનું ઓઢણું, પગની ઘૂંટીથી સહેજ ઊંચો ચણિયે, કમર સુધી લટકતો એટલ, વગેરે જોતાં એ સ્થાનિક લોકકલાનું પ્રતિબંબ પાડે છે. એમનાં વસ્ત્રો પર મુઘલ ભાત કોતરવામાં આવી છે. એમનો ઊંચો અને મજબૂત બાંધે જોતાં એમનું વ્યક્તિત્વ જાજરમાન લાગે છે. એમણે બે હાથ દીપક ધારણ કર્યા હોય એવી રિથતિમાં રાખેલા છે. દીપકન્યાઓની આ જોડી ગુજરાતની લોકકલાના નમૂનારૂપ છે. ૮ (૪) પિત્તળનું એક મોટું કલાત્મક દીપવૃક્ષ પણ અહીં પ્રદર્શિત કરવામાં આવ્યું છે. મયૂરાકાર પાયાવાળા અષ્ટકોણ બાજઠ પર હાથીની પીઠિકા
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy