SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ સુ^] શિલ્પકૃતિઓ [૪૬૩ લાડવા જેવું ગાળ, ચહેરા ચેારસ કે પાનાકાર, આંખ ના૪ દાઢી પ્રાણી વગેરે સ્થાનેમે ગેાળાઈને બલ્લે ખૂણા, પહેાળા ખભા, સાંકડી કમર, ભારે નિતંબ, ઈંડા જેવા પાતળા અને લાંબા હાથપગ વગેરે જોવા મળે છે. ૪. આ કાલ દરમ્યાન વૈષ્ણવ-પુષ્ટિ સંપ્રદાયને ગુજરાતમાં વ્યાપક પ્રસાર થતાં એની સેવાપદ્ધતિને અનુરૂપ એવી પ્રતિમાઓ ધડાવા લાગી. બધી બાજુથી ઘડેલી આ મૂર્તિઓને રાત-દિવસ કે ઋતુ અનુસાર વસ્ત્રાલંકારથી સુશૅાલિત કરી શકાય એવી રચના કરવામાં આવી મૂર્તિમાં યથાસ્થાને ખાંચા કે કાણાં પણ રાખવામાં આવતાં, જેથી વસ્ત્રાલંકાર બરાબર ચિપકાવીને પહેરાવી શકાય. ૫. આ સમયે વૈષ્ણવ ધર્મ અને જૈન ધર્મના પ્રોત્સાહનથી ધાતુકલાના વિકાસ થયેા. સલ્તનત કાલ દરમ્યાન જાહેર મદિરાના બાંધકામની પ્રવૃતિ મંદ પડી હાઈ ધરદેરાસરા અને નાનાં ગૃહમ દિશનાં નિર્માણકાય ને વેગ મળ્યો હતા. મંદિરની ભવ્ય પ્રતિમાઓને બદલે ધ તુની (મુખ્યત્વે પિત્તળની) લઘુ પ્રતિમાને દેવસેવામાં ઉપયાગ થવા લાગ્યા હતા. વળી જૈતામાં એક એવી ધાર્મિક પર પરા ઊભી થઈ હતી કે જુદા જુદા તીર્થંકરોનો તથા તેએનાં યક્ષયક્ષીઓની મૂર્તિ એ ભરાવીને (ઢાવીને) મંદિરમાં શુભ પ્રસ ંગે ભેટ આપવી. ‘બિ’બ’ ભરાવવાની આ પ્રવૃત્તિના આ કાલમાં ખૂબ વિકાસ થયા, આવી પ્રતિમાઓના પરિકરના પાછળના ભાગમાં દાતાનું નામ, કલાકારનું નામ, મંદિરનું નામ તથા સ ંવત પણ કોરવાની પ્રથા હતી, જે આજે પણ ચાલુ છે. પરિણામે અનેક જૈન મંદિરામાં આ સમયની અસંખ્ય કલાત્મક ધાતુપ્રતિમા પણ ઉપલબ્ધ છે. મદિરામાંથી નાની પ્રતિમાએ મેળવીને ધરદેરાસરમાં,પણ સ્થાપિત કરવામાં આવતી. ધાર્મિક ઉત્સવેામાં આવી ચલ પ્રતિમાઓના શાભાયાત્રામાં પણ ઉપયાગ કરવામાં આવતા. વૈષ્ણવસંપ્રદાયનાં ગૃહસેવામાં ધાતુની લઘુ પ્રતિમાઓના ઉપયેાગ શરૂ થયા.૨ વલ્લભ- સોંપ્રદાયમાં કૃષ્ણનાં વિભિન્ન બાળ સ્વરૂપે) તથા અન્ય સ્વરૂપની સેવાનું મહત્ત્વ હેઈ ખાલગાપાળ લાલજી લાડુ–ગાપાલ વેણુ–ગાપાલ મુરલીધર રાધાકૃષ્ણ વગેરે વિભિન્ન પ્રકારની વિશિષ્ટ ધાતુપ્રતિમાઓનું નિર્માણ થયું. વૈષ્ણુવ સંપ્રદાયનાં અનેક મદિરામાં ગેવર્ધનનાથજી ત્રીકમજી દ્વારકાધીશજી વગેરેની પથ્થરની સેવ્ય પ્રતિમા સાથે કૃષ્ણનાં આ ભિન્ન સ્વરૂપાની ધાતુ પ્રતિમાઓ પણ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. ગુજરાતમાં કઈ પણ ચુસ્ત વૈષ્ણવના ઘરમાં પણ આ રવરૂપ પૂજાતાં જોવા મળે છે. આ સેન્ય પ્રતિમા સાથે જ મુખ્ય દેવ-દેવીઓને સ ંબદ્ધ યક્ષ–યક્ષી ચામરધારિણી પરિચારક પરિચારિકા દીપલક્ષ્મી વગેરેનાં વૈવિધ્યપૂર્ણ શિપ, સુરસુંદરી અને જુદાં જુદાં પક્ષીઓથી સુશે।ભિત દીપમાલિકા, સાંકળવાળા લટકતા કલાત્મક પશુપક્ષીઓનાં
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy