SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ મું] સ્થાપત્યકીય સ્મારકે [૪૫૫ બંધાઈ ગયાં. મૂળ અઢી હજાર વાર(૨૨૮૬ મીટર)થી પણ મોટો વિસ્તાર ધરાવતી આ ઇમારતો પૈકી કેવળ ૧૫૦ વાર (૧૩૭ મીટર) જગ્યા બચી છે, જેમાં થોડી કબર જળવાઈ છે. એ પૈકી ગુજરાતના સૂબેદાર મોમીનખાનની આરસની કબર જુદી તરી આવે છે. એના પરના ફારસી લેખમાં “મીરઝા મુહમ્મદ જાફર નજમુદ્દૌલા સાહનીમોમીનખાન” લખેલું છે. મોમીનખાનનું અવસાન ઈ.સ. ૧૭૪૨ માં થયું હતું. નવાબ શાહજહાંખાન વિશે કંઈ હકીકત જાણવા મળતી નથી." અમદાવાદની પીરમદશાહની મસ્જિદ અને દરગાહ–આ મસ્જિદ પાનકેરનાકાથી ઘીકાંટા જવાના રસ્તે જની સિવિલ હોસ્પિટલ પાસે આવેલી છે. સુન્ની વહોરાઓ માટે આ ઈટેરી મરિજદ ૧૮મી સદીના મધ્યમાં બંધાયેલી હતી. ભજિદ બિસ્માર થઈ ગઈ છે. એની પાસેની દરગાહમાં પીરમદશાહની કબર છે. આ દરગાહ સારી રીતે સચવાઈ છે.૧૫, અમદાવાદની બંગાળી શૈલીની બે દરગાહ-વાંસના બંગાળી ઝુંપડાના ઘાટના છાવણવાળી ઈમારત ૧૭ મી સદીના પાછળના સમયમાં ઉત્તર ભારતના ઘણા ભાગોમાં બનવા લાગી હતી. ગુજરાતમાં પણ એ શેલીએ આ કાલના અંત સમયે કેટલીક દરગાહ બંધાઈ હતી. અમદાવાદમાં આવી નમૂનેદાર બે દરગાહ શાહીબાગ જવાના રસ્તે દરિયાખાનને ધૂમટની સામેના ભાગમાં આવેલી છે. આ ઈટરી દરગાહે ચૂનાનું મજબૂત પ્લાસ્ટર ધરાવતી લગભગ ચોરસ આકારની ઇમારત છે (આ. ૩૮). એમાં પૂર્વ અને પશ્ચિમ બાજુએ બે-બે અને ઉત્તર અને દક્ષિણ બાજુએ ત્રણ-ત્રણ પ્રવેશદ્વાર કરેલાં છે. એમાંની એક દરગાહની એક બાજુએ બે સ્તંભ આગળ કાઢીને નાની ચોકી કરેલી છે. આ દરગાહે પરનું બંગાળી ઝૂંપડા-ઘાટનું છાવણ એવી રીતે કરેલું છે કે એના ચારે ખૂણા નાચે તરફ ઢળતા બનવાથી ચારેય બાજુ મોટા કમાનાકાર રચાય છે. બહાર બે ચાયેલા ખૂણાઓને અલંકૃત કરવા એ ચારેય ખૂણે ચાર ઉપરાંત દરેક કમાનાકારની ઉપરના મધ્ય ભાગમાં એક એક અને છાવણના ટોચના ઘૂમટાકારની મધ્યમાં એક એમ બધાં મળીને નવ પદ્માકાર સુશોભન કરેલાં છે. ચકી પરનું છાવણ પણ મંડપના છાવણ જેવો જ ઘાટ ધરાવે છે. ૧૫૩
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy