SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ મું) સ્થાપત્યકીય સ્મારક [૪૫૩ આ મસ્જિદ એમાં ચાલતી મસાને લઈને “હિદાયત બલ (ઉપદેશ આપવાની) મદ્રેસા' તરીકે જાણીતી થઈ છે. ૧૪૫ અમદાવાદને સૈયદ અબ્દુલ્લા એસનો મકબરો--આ મકબરે ઝવેરીવાડમાં આવેલું છે. એમાં સૈયદ હજરત શમ્સ શેખ બિન અબ્દુલ્લા અલ એડ્રસની કબર છે. એમના વડવા સૈયદ અબુબક્કર એક્સ ૧૬મી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં આવી વસેલા. એમની સુરતમાં આવેલી દરગાહનું વર્ણન ઉપર આવી ગયું છે. અબ્દુલલા એક્સનો આ મકબરે પથ્થરથી બાંધેલ નાનો પણ નમૂનેદાર છે. એના સ્તંભો વચ્ચેના ભાગને જાળીદાર પડદીઓથી જોડી ખંડ બનાવ્યો છે. સમકાલીન મકબરામાં વચ્ચેના ખંડને ફરતોર વેશ રખાય છે તે આમાં રખાય નથી. એના છાવણ પરની અગાશીની મધ્યમાં અલંકૃત પીઠ રાખી એના પર અધવૃત્ત ધૂમટ કરેલા છે. અગાશીને કાંગરા કરેલા છે. આ ઇમારત ૧૭ મી સદીના અંતસમયની જણાય છે. ૧૪૪ અમદાવાદની કાજી અલીની મસ્જિદ અને છોટા એદ્રસ તથા શાહ અલીના મકબરા–આ ઇમારતો ટિળક માર્ગ પરથી ઘીકાંટાને રસ્તે જતાં જમણી બાજુએ આવે છે. એક જ વંડામાં આવેલી આ ત્રણે ઈમારત અગાઉ અલી ખાન કાજીના નામ પરથી કાજી અલીની મસ્જિદ તરીકે ઓળખાતી હતી. છેલ્લી દેઢ સદીથી એ નાના એડ્રસ કે છોટા એડ્વસની મસ્જિદ તરીકે ઓળખાય છે. આ મરિજદ ઓરંગઝેબના સમયમાં કાજી અબ્દુલ ફરાહખાને બંધાવી હતી. અગાઉ આ મસ્જિદ પૂર્ણ અને સુંદર હતી, પણ લગભગ સો વર્ષ પહેલાં એને ઉત્તર બાજુને અડધે ભાગ તોડાવી નાખી એમાં મકાને અને દુકાને ઊભા કરી દેવામાં આવ્યાં છે. મેજૂદ અવશેષો પરથી જણાય છે કે મજિદમાં મૂળ ત્રણ મહેરાબ હશે, લિવાન ઉપર સપાટ છાવણ હશે, એ છાવણને ત્રણ હરેળોમાં કરેલા સ્તંભ ટેકો આપતા હશે. બધા સ્તંભ કમાનાકારે એકબીજા સાથે સંકળાયેલા હતા. લિવાનની ઊંડાઈ ૨૩'-૪” (૭૧ મીટર) હતી. એની બંને બાજુ બે બે અને પછીતમાં ચાર બારી કરેલી હતી. આજે એને કેવળ એક જ મહેરાબ બચેલો જોવા મળે છે. એ રેતિયા પથ્થરને છે ને સરસ કોતરણી ધરાવે છે. લિવાનના ચાર સ્તંભ નીચેના ચાર ફૂટ (૧૨ મીટર)સુધી ચેરસ અને ઉપલા ભાગમાં અષ્ટકોણ આકાર ધરાવે છે. મસ્જિદની સંમુખ શાહ અલીનો મકબરે છે. ૧૬ સ્તંભો વડે કવાયેલા એના છાવણ પર નવ ઘૂમટ કરેલા છે. એમાં કક્યાંય જાળીયુક્ત પડદીઓ ભર્યાનું જણાતું
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy