SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ મું! સ્થાપત્યકીય સમારકે [૪૪૯ સંખ્યાબંધ સ્તંભેથી નાના નાના ઘૂમટ કરેલા છે. મસ્જિદની બાજુમાં ઈશાન ખૂણામાં અબ્દુલ વહાબના પિતા ગ્યાસુદ્દીનની દરગાહ છે. અત્યારે તે એ દરગાહ સાદી અને ઘણું જ જરિત છે, પણ એક જમાનામાં સરસ ઈમારત હેવાને ખ્યાલ આપે છે. ૧૩૨ અમદાવાદને મુહમ્મદ અમીનખાનને મકબરો—મુહમ્મદ અમીનખાનનું ૧૬૮૨ માં અમદાવાદમાં અવસાન થયું ત્યારે એ સૂબેદારના હોદ્દા પર હતો, આથી એને ભદ્રના કિલ્લામાં દફનાવી એની કબર પર મકબરે કરવામાં આવેલો. એને મકબરો તેમ મજિદ ભદ્રના ટાવર પાસે આવેલાં હતાં. એની મજિદ નાશ પામી છે, જ્યારે મકબરો લાલદરવાજાના બસ સ્ટેશન પાસે બહુમાળી મકાનના ચોકમાં જિલ્લા પંચાયત ભવન સામે જોવા મળે છે. મકબરો નક્કર અર્ધવૃત્ત ઘૂમટ ધરાવે છે. આ ઇમારતમાં એક પણ તત્વ એવું નથી જે એને સ્થાનિક હિંદુ-મુસ્લિમ સ્થાપત્ય શૈલી સાથે સાંકળતું હોય. એની મસ્જિદ પણ અપ્રમાણ અને ઊતરતી કક્ષાની હતી. ૧૩૩ અમદાવાદને સરદારખાનને રોજે–ઔરંગઝેબના માનીતા સરદાર નવાબ સરદારખાનને રોજે ખમાસા ગેટથી જમાલપુર દરવાજા તરફ જતાં મુખ્ય રસ્તા પર ડાબી બાજુએ આવેલું છે. આ રોજામાં સરદારખાને પોતે બંધાવેલી મસ્જિદ તેમ મકબરાને સમાવેશ થાય છે. આ બંને ઇમારતો એણે એના અમદાવાદના નિવાસ દરમ્યાન ઈ.સ. ૧૬૦૩ પહેલાં બંધાવેલી. ઈ.સ. ૧૬૮૪ માં સિંધના નગરઠઠ્ઠામાં સરદારખાનનું અવસાન થતાં એને અહીં લાવી મકબરામાં દફનાવેલ. આ અંગેને એમાં ઈ.સ. ૧૬૮૪ ને અભિલેખ પણ છે. ૩૪ ઊંચા કેટથી ઘેરાયેલી મસ્જિદનું પ્રવેશદ્વાર ભવ્ય છે (આ. ૩૫). પ્રવેશદ્વારની ટોચે બે છેડા પર છત્રીઓ કરેલી છે. એ છત્રીઓના છાવણને ઘાટ મજિદના ઘૂમટને મળત કરેલ છે. મજિદનું બાંધકામ ઈટોથી કરેલું છે, પણ એના લિવાનની પશ્ચિમ દીવાલને મહેરાબ પથ્થરમાંથી કાળજીપૂર્વક કોતરેલે છે. મજિદના આગળના ભાગમાં ત્રણ ઊંચી કમાન કાઢેલી છે અને બંને બાજુ ઊંચા ચાર મજલાઓવાળો એક એક મિનાર કરેલો છે. મિનારાના નીચલા ત્રણ મજલા અષ્ટકણ અને છેક ઉપલે મજલ વૃત્તાકાર છે. મિનારા અંદરથી નક્કર રખાયા છે. મસ્જિદના લિવાનની બંને બાજુએ એક એક ઝરૂખો કાઢે છે. મજિદના લિવાન પર સરખા કદના ત્રણ ઘૂમટ કરેલા છે. જમરૂખ-ઘાટના આ ઘૂમટ અમદાવાદના મુસ્લિમ સ્થાપત્યમાં વિશિષ્ટ ઈતિ–૨૯
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy