SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨) મુઘલ કાલ [. હતું. ઔરંગઝેબના ફરમાનથી એમાં ગોવધ કરીને એને ભ્રષ્ટ કરવામાં આવ્યું હતું ને પછી મસ્જિદમાં ફેરવવામાં આવ્યું હતું. એને ફરતી ભમતીની દેરીઓનું વર્ણન કરી એ જણાવે છે કે એને અંદરનો ભાગ સુંદર છે, એની દીવાલે માણસો અને પશુઓની શિલ્પકૃતિઓથી ભરપૂર છે, પણ એનાં નાક ટેચી નાખવામાં આવ્યાં છે ૧૧૩ એ અરસામાં અમદાવાદની મુલાકાતે અનેક વાર આવેલ કેન્ય પ્રવાસી ટેવર્નિયરે પણ મંદિરમાંથી મજિદમાં ફેરવાયેલ આ બાંધકામનું વર્ણન કર્યું છે. એ સેંધે છે કે એને બહારના ભાગ મોઝેક (જડાવકામ)થી વિભૂષિત છે, જેમાંને મોટે ભાગ ખંભાતથી મેળવેલા વિવિધ રંગના અકીકનો બનેલો છે. ૧૧૪ બાદશાહ શાહજહાંએ થોડા જ વખતમાં–૧૯૪૬ માં ગુજરાતના સૂબેદાર તરીકે શાઈસ્તખાનની નિમણૂક કરી. આ ઇમારત બીજા માણસની માલિકીની હેઈ ઇસ્લામના કાનૂન મુજબ મસ્જિદ તરીકે વાપરી શકાય નહિ એવી મુલ્લા અબ્દુલ હકીમે ફરિયાદ કરતાં બાદશાહે શાઈસ્તખાનને ફરમાવ્યું કે આ ઇમારત. શાંતિદાસની હાઈ ઔરંગઝેબે એમાં કરાવેલી મહેરાબ કાઢી નાખો ને એ ઈમારત શાંતિદાસને સોંપી દેવી, પરંતુ આ ફરમાનને અમલ થઈ શકે એ પહેલાં શામતખાનની બદલી થઈ ગઈ. ૧૬૪૮ માં એની જગ્યાએ શાહજાદા દારા શીકેની નિમણૂક થઈ. એણે પોતાના નાયબ ઘેરતખાનને તરત જ ફરમાવ્યું કે મહેરાબ ત્યાં રહેવા દઈ એની પાસે દીવાલ બંધાવવીને ઇમારતને બાકીને ભાગ શાંતિદાસને મંદિર તરીકે વાપરવા સોંપી દેવે, ત્યાં રહેતા ફકીરેને કાઢી મૂકવાને જે વહેરાઓ મંદિરમાંથી જે સામગ્રી લઈ ગયા છે તે એમની પાસેથી પાછી મેળવી શાંતિદાસને પાછી આપવી, ૧૧૫ પરંતુ આ ઇમારત પછી ના મંદિર તરીકે વપરાઈ કે ન મજિદ તરીકે ચાલુ રહી. વેરાન ઇમારત તરીકે એ કાળબળે ખંડેર થતી ગઈ ને આસપાસના લોકે પણ એ ખંડેરમાંની સાધન-સામગ્રી લઈ જતા રહ્યા બાદશાહ મુહમ્મદશાહના સમયમાં શાંતિદાસના વંશજોએ બાદશાહની મંજૂરી લઈ ઈ.સ. ૧૭૪૩ માં આ દેરાસરના યરામાંની પ્રતિમાઓ અમદાવાદ શહેરમાં ખસેડી ત્યાં જેનેએ બંધાવેલા દેરાસરના ભયરામાં સ્થાપી. ૧૬ ૧૯ મી સદીના મધ્યમાં મગનલાલ વખતચંદ “અમદાવાદને ઇતિહાસમાં નોંધે છે કે આ દેરાને ઘાટ હઠીસિંહના દેરા જેવો છે, પણ આ દેરું ઉત્તરાભિમુખ છે. દેરાના ઝુમરમાં ઉત્તમ પૂતળીઓ હતી. એના ખંડેરનો ટેકરો સરસપુરથી વાયએ આવેલ હતો તે ગભારાના પાછલા ભાગની નાની નિશાની સિવાય બીજું કંઈ મોજૂદ રહ્યું ન હતું. એમાંની ત્રણ મૂર્તિ ઝવેરીવાડામાં આદીશ્વર
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy