SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૮] મુઘલ કાલ [પ્ર. . મંદિરને ટેકવી રાખતા ૭૨ સ્તંભ એની સપ્રમાણ રચનાનું ભાન કરાવે છે. મંદિરની બહાર બે સુંદર દેરી છે. મંદિર પાસે રથયાત્રા માટે આરસ-જડિત એક છે.૭૧ પાટણનું વાડી-પાર્શ્વનાથનું મંદિર – પાટણ(જિ. મહેસાણ)ને ઝવેરીવાડામાં આવેલું આ દેરાસર વિ. સં. ૧૬પ૧–પર (ઈ.સ. ૧૫૯૪-૯૬) દરમ્યાન ઓસવાળ જ્ઞાતિના ભીમના વંશજ કુંઅરજી તથા એમનાં કુટુંબીજનેએ બંધાવેલું. એને લગતો શિલાલેખ મંદિરના મુખ્ય મંડપની દીવાલમાં લગાવેલ છે. મૂળ મંદિર હાલ મેજૂદ રહ્યું નથી, પણ એની જગ્યાએ તાજેતરમાં નવું મંદિર બંધાયું છે. આ અવચીન મંદિર પરથી એના પ્રાચીન સ્થાપત્ય-સ્વરૂપનો ખ્યાલ આવે છે. મંડપનું વિતાન દર્શનીય હતું. એનો અંદરનો ઘૂમટ ૧૧૨૫ ફૂટ (૩૪ મીટર) ઊંચે હો ને એનો વ્યાસ ૧૧ ફૂટ(૩૩ મીટર)ને હતા. એનાં સમલેંદ્ર વર્તુલોમાં સુંદર પૂતળીઓ નજરે પડતી. ગાયિકાઓ અને નિતિ કાઓની વચ્ચે એકેક પુરુષની આકૃતિ હતી. દિશા અનુસાર દિપાલ પોતપોતાના વાહન સાથે ગોઠવેલા હતા. સહુથી નીચલા વર્તુળમાં કેટલુંક સુંદર કોતરકામ હતું. વચ્ચે રમણીય પદ્ય ઝુમરની જેમ લટકતુ છ મૂળનાયક પાર્શ્વનાથની પ્રતિમા પડોશના લુપ્ત વાડીપુરમાથી અહીં લાવવામાં આવી હોય એવું એના નામ પરથી લાગે છે.૩ કાવીને ધર્મનાથ–પ્રાસાદ–ઉપર જણાવેલા બહુઆના પુત્ર કુંવરજીએ સં. ૧૬૫૪( ઈ.સ. ૧૫૯૮)માં કાવીમાં “રત્નતિલક” નામને પર (બાવન) જિનાલયવાળો ધર્મનાથ–પ્રાસાદ કરાવ્યો. દેરાસર મૂળ ગભારો, સભામંડપ, ભમતી વગેરેથી યુક્ત છે. એ પૂર્વ-પશ્ચિમ ૪૮૨ મીટર લાંબું અને ઉત્તર-દક્ષિણ ૧૯૧ મીટર પહોળું છે. આમ એ સર્વજિત પ્રાસાદ કરતાં મોટું છે. મૂળ ગભારામાં મૂળનાયક ધર્મનાથની પ્રતિમા છે. એને પરિકર શિપકલાયુક્ત અને ચારતીથી છે. પ્રવેશદ્વાર ઉપર ઈટ-ચૂનાનું મનહર કોતરકામ છે. મૂળ ગભારામાં મૂળનાયક ઉપરાંત બીજા ચાર તીર્થંકરની પ્રતિમાઓ છે. ભમતીમાં પર બાવન) દેરીઓ છે, તેમાં પ્રાચીન પ્રતિમાઓના સ્થાને નવી પ્રતિમાઓ સ્થાપી છે. મૂળ ગભારા સામે એક મોટો ગભારો છે ને ભમતીમાં પણ ત્રણે બાજુ વચ્ચે એકેક મોટો -ગભારો છે. આ ગભારા બંધ કરેલા છે. સ્થાનિક લેકે આને “વહુનું દેરાસર કહે છે. એના કારણમાં એવી અનુકૃતિ છે કે સર્વજિત પ્રાસાદમાં જતાં કુંવરજીની પત્ની વીરબાઈએ પોતાનાં સાસુ હીરાબાઈને એ દેરાસરનું પ્રવેશદ્વાર નીચું હવાની કેર કરી, તેના જવાબમાં સાસુએ એને પિયેરથી દ્રવ્ય મંગાવી ઊંચા દ્વારવાળું દેરાસર કરવા કહ્યું ને એ મહેણાથી ઉત્તેજિત થઈ વહુએ આ દેરાસર
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy