SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ર૪] મુવલ કાલ શત્રુ જય પરનું સુપાર્શ્વનાથનું મંદિર (ઈ.સ. ૧૬૪૦), રાજસીતાપુર(તા. ધ્રાંગધ્રા)નાં શિવ વિષ્ણુ અને હનુમાનનાં મંદિર (ઈ.સ ૧૬૪૪), બેરજા(જિ. જામનગરનું)નું શિવમંદિર (ઈ.સ. ૧૭૦૦), દહેર(જિ. ભાવનગર)નું મહાદેવનું મંદિર (ઈ.સ. ૧૭૦૨), શંખેશ્વરનું નવું પાર્શ્વનાથ મંદિર (લગભગ ઈ.સ. ૧૭૦૪), ભાવનગરનું નીલકંઠ મહાદેવનું મંદિર (ઈ.સ. ૧૭૧૨), નારાયણ સરોવર(જિ. કચ્છ)નાં ત્રીકમરાય તથા લક્ષ્મીનારાયણ મંદિર (ઈ.સ. ૧૭૩૪), ભાદ્રોડ(જિ. ભાવનગર)નું ભદ્રેશ્વર મહાદેવનું મંદિર (ઈ.સ. ૧૭૩૬), નારાયણ સરોવરનાં ઈ.સ. ૧૭૪૧ માં બંધાયેલાં બીજાં ચાર મંદિર અને લાઠી(જિ. અમરેલી)નું ભીડભંજન મહાદેવનું મંદિર (ઈ.સ. ૧૭૫૨).• મિરાતે અહમદી' જે મુઘલકાલના અંત પછી થોડા જ વર્ષમાં લખાયેલા છે તેની પુરવણીમાં ગુજરાતનાં જાણીતાં દેવાલય ગણાવ્યાં છે, જેમકે પ્રભાસનું સોમનાથ મંદિર (ખંડેર), જગત(દ્વારકા)નું ખંડેર મંદિર તથા શંખોદ્ધાર બેટનાં મંદિર, માધવપુરનું મૂળ મહાદેવનું મંદિર, ગિરનાર પરનાં અંબાજી અને કાળકાનાં મંદિર, ગિરનારની તળેટીનું વાઘેશ્વરી મંદિર, મહુવા પરગણાનું ગોપનાથ મહાદેવનું મંદિર, ઊનાનું દામોદર મંદિર, અજહરમાતર પરગણાના સીંહોજ ગામનું સરકેશ્વર મંદિર, સંખલપુરનું બેચરાજી મંદિર, કેડીનાર પાસે આવેલું મૂળ દ્વારકાનું કૃષ્ણમંદિર, પોરબંદરનું સુદામા મંદિર, ધોળકા પરગણાનું ચંદેશ્વર મહાદેવનું મંદિર, વાત્રક નદી પર પુનાદરા પાસે આવેલું ઉકેશ્વર મંદિર, ડાકોરનું રણછોડજીનું મંદિર, રાજપીપળા ડુંગરની ટોચ પર આવેલું લખાણ મંદિર, પાવાગઢ પર આવેલું કાળકા ભવાનીનું મંદિર, દાંતા પાસે આવેલું અંબાજીનું મંદિર અને સિદ્ધપુરને રુદ્રમાળ (ખંડેર). આ મંદિર મુઘલ કાલમાં મેજૂદ હતાં. એ પછી ઘણાં આ કાલ પહેલાં બંધાયેલા છે, જેમાંના કેટલાંકનું નિરૂ પણ અગાઉના ગ્રંથમાં આવી ગયું છે. કઈક મંદિર આ કાલમાં ખંડેર દશામાં હતાં. મિરાતે અહમદી'માં અમદાવાવાદમાં શહેરની અંદર અને બહાર આવેલાં આ કાલ સુધીનાં મહત્વનાં મંદિર આ પ્રમાણે જણવ્યાં છે: માંડવીની પળનું રણછોડજીનું મંદિર (ખંડેર), સારંગપુરનું રણછોડજીનું મંદિર,હાજા પટેલની પિાળનું રઘુનાથજીનું મંદિર, માંડવીની પળમાંની દેવની શેરીનું રામનાથનું મંદિર, સાંકડી શેરીનું ભૈરવનું મંદિર, ચંગળ અને આકાશેઠના કૂવાની પોળનાં અંબા અને બેચરાજીનાં મંદિર, સાંકડી શેરીનું આશાપૂરીનું મંદિર, રાજપુરમાં નરસિંહજીનું મંદિર, રાયપુર દરવાજા બહાર જાગેશ્વર (જાગનાથ) મહાદેવનું મંદિર, વસ્ત્રાલ
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy