SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ કર૨] મુઘલ કાલ એમાં પાણી લાવવાની અને બહાર કાઢવાની સુજના હતી. પાણીની છૂટ અને ખુશનુમા હવામાન અને સુંદર વૃક્ષોથી આ જગ્યા રમણીય હતી. આજ સુધી આ બાગ સરસ રીતે જળવાયો છે.૫૫ જૂનાગઢમાં ત્યાંના ફોજદાર સરદારખાને ઈ.સ. ૧૬૮૪ માં સરદાર બાગ કરાવેલ.૫ વાવ ખંભાત નજીક કંસારી ગામે શાહજહાંના સમયમાં વિ.સં. ૧૬૮૫(ઈસ. ૧૬૨૮-૨૯)માં ગણિકા જ્ઞાતિની ચાંદબીબી સુતરાજે એક વાવ બંધાવેલી હોવાનું એના લેખ પરથી જણાય છે. આ વાવ સામાન્ય પ્રકારની સાદી બાંધણી ધરાવે છે.પ૭ આ ઉપરાંત વિસં. ૧૬૩૪(ઈ.સ. ૧૫૭૭)માં ઘેઘા(જિ. ભાવનગર)માં બંધાયેલી ખારી વાવ, માંગરોળ (જિ. જૂનાગઢ ) પાસે માનખેતર ગામની વિ.સં. ૧૬૩૯(ઈસ. ૧૫૮૩)ની વાવ, વિ.સં. ૧૭૧ (ઈ.સ. ૧૬૫૯)માં ધોળ પાસે ખારવા(જિ. જામનગર) ગામે બંધાયેલી વાવ, વિ.સં. ૧૭૫૦ (ઈ.સ. ૧૬૮૪)માં ગોપનાથમાં બંધાયેલી વાવ અને વિ.સં. ૧૭૭૯(ઈ.સ. ૧૭૨૩)ની અમદાવાદની અમૃતવર્ષિણી વાવ ઉલ્લેખનીય છે.પ૮ સ્થાપત્યની દૃષ્ટિએ અમૃતવર્ષિણી વાવ (આ. ૨૫) વિશેષ નેધપાત્ર છે. પાંચકૂવા દરવાજા પાસે કોટની દીવાલને અડીને આ વાવ આવેલી છે. ઈ.સ. ૧૭૨૩ માં પૂરેપૂરી બંધાઈ રહેલી આ વાવ એક જ પ્રવેશ અને ત્રણ ફૂટ હોવાને લઈને સ્થાપત્યની પરિભાષા પ્રમાણે “નંદા” પ્રકારની ગણાય, એમ છતાં એના કાટખૂણાકારને લઈને એ શ્રેણીની વાવોમાં વિશિષ્ટ ભાત પાડે છે. પશ્ચિમ દિશામાંથી વાવમાં પ્રવેશ કરતાં બે ફૂટ (ખંડમંડ૫) વટાવ્યા પછી એક ચોરસ પડથાર આવે છે. અહીંથી વાવ કાટખૂણે વળાંક લે છે અને ત્યાર પછી પગથિયાં અને ત્રીજો ફૂટ વટાવ્યા બાદ વાવને પ્રાંત યા ક આવે છે. આ વાવ સાદી છે. વાવમાં એની રચના અંગે સંસ્કૃત અને ફારસી એમ બંને ભાષાઓમાં લેખ છેપ૯ ૨, દેવાલ હિંદુ તથા જૈન ધર્મના અનુયાયીઓમાં આ કાલ દરમ્યાન દેવાલયના જીર્ણોદ્ધારની તથા નવાં દેવાલયના નિર્માણની પ્રવૃત્તિ ચાલુ રહી, સતનત કાલની સરખામણુએ કંઈક વિશેષ પ્રમાણમાં.
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy