SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ કાર] મુઘલ કાલ પુરવણી નગરરચના અને કેટકિલા. સુરત : સુરતમાં તાપી નદીના પૂર્વ કાંઠે ફીરોઝશાહ તુગલકના વખતમાં ઈ.સ. ૧૩૭૩ માં નાનો કિલ્લે બંધાયો હતો. ગુજરાતના સુલતાન મહમૂદ બેગડાના સમયમાં સુરતમાં થયેલા મલિક ગોપી(ઈ.સ. ૧૪૯૬-૧૫૨૧)એ શહેરને વિકાસ કરી અનેક પરદેશી વેપારીઓને સુરતમાં વેપાર-ધંધા માટે આકર્ષે છે. ૧૬ સ્થાનનું મહત્વ વધતાં એ નાના કિલ્લાને સ્થાને રક્ષણની દૃષ્ટિએ મજબૂત કિલ્લો બાંધવાની આવશ્યકતા ઊભી થઈ. આથી ૧૫૪૩ માં મોટે મજબૂત કિલ્લે બંધાય. આ કિટલે નજીવા ફેરફાર સાથે છેક ૧૭૫૯ માં અંગ્રેજોએ લીધે ત્યાંસુધી યથાવત રહ્યો. કિલ્લામાં જમીનથી ૭૫ ફૂટ ઊંચા બુરજ કર્યા હતા, જેના પર તોપ ગોઠવવામાં આવેલી હતી. આજે પણ આ કિલ્લાના અવશેષ નદી તરફથી જોવા મળે છે. અંગ્રેજો વેપારાર્થે પહેલવહેલા સુરત આવ્યા (ઈ.સ. ૧૬૦૮) ત્યારે કિલ્લાની આગળ મેદાન હતું ને એમાં શહેર વસેલું હતું. શહેરને ફરતા કાચો કોટ હતો, જે “શહેરપનાહ” નામે ઓળખાતું. એમાં કેવળ ત્રણ જ ભાગળ હતી : વરિયાળી, બરહાનપુરી અને નવસારી. કોટ બહાર ફરતી વૃક્ષની વાડ હતી; એમાં પૂર્વ તરફ કરેલ ઝાપ અવરજવર માટે વપરાતો. નવસારી ભાગળની દક્ષિણે નવસૈયદ નામની દરગાહ, પાસે ગોપી તળા’, એની એક પાળે કબરસ્તાન અને આંબાવાડી હતાં. સગરામપુરા સ્તમપુરા સલાબતપુરા એ ઉપરાંઓને સ્થાને બાગબગીચા હતા. ૧૮ શાહજહાંના સમયમાં સુરતની આબાદી વધતાં શહેરપનાહની બહાર પણ લેકે વસવા લાગ્યા. આ નવી વસાહતોને પણ રક્ષણ માટે આવરી લેવાય એવી રીતે મટોડાંને કટ કટકે કટકે બંધાવા લાગ્યા.૧૯ સમય જતાં એ “આલમપનાહ” નામે ઓળખાયો. ઔરંગઝેબના સમયમાં સુરતને મક્કાને દરવાજો એવું ઉપનામ અપાયું અને મુસ્લિમ યાત્રાળુઓની અવરજવર વધી પડી, એની સાથે વેપારવાણિજ્ય પણ વધ્યાં. • આ સમૃદ્ધિથી છલકાતા શહેરને શિવાજીએ ૧૬૬૪ માં લૂંટયું. શહેરને ફરતે માટીને કાચી કેટ હતો, પણ એનાથી રક્ષણ થઈ શકયું નહિ. પછી પણ શિવાજીની લુંટ થઈ, આથી શહેરનું રક્ષણ કરવા માટે સુરતના મુત્સદી ગ્યાસુદ્દીનખાને (ઈ.સ. ૧૬૬૦–૬૯) શહેરપનાહને પાકે બાંધવાની કામગીરી શરૂ
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy