SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૬] મુઘલ કાલ ( 5. બકે એને જલદી નાશ કર્યો. મુઘલ કાલમાં મહમૂદાબાદમાં રાજધાની ન રહેવાના કારણે ત્યાંની મુખ્ય પ્રવૃત્તિ-રાજસેવાનો લાભ લોકોને મળતું બંધ થયે. વળી ત્યાં પર્વતની તળેટીમાં કોઈ ઉદ્યોગ કે વેપાર-રોજગારને વિકસાવવાનું પણ અનુકૂળ નહોતું, બીજી બાજુ હાલેલ–કાલેલ જેવા વેપારદ્રોએ પણ ચાંપાનેરના જીવનતંત્રને સારો એવો ફટકો માર્યો હતો. પરિણામે વસ્તીને વધારે થે તો દૂર રહ્યો, પરંતુ એ ધીમે ધીમે બાજુના મૂળ ચાંપાનેર તરફ તેમજ થોડે દૂર હાલોલ-કલેલ જેવાં વેપાર-ઉદ્યોગની પ્રવૃત્તિવાળાં નગર તરફ જવાનું ચાલુ કરી દીધું ને થોડા જ સમયમાં મહમૂદ બેગડાના એ સ્થાનને બીજુ મકકા બનાવવાનું સ્વપ્ન હતું ન હતું થઈ ગયું. (આ) કેટ-કિલા અમદાવાદ શહેરની વસ્તીમાં મુઘલ કાલમાં સારો એવો વધારો થયો હશે એ સ્પષ્ટ જાણવા મળે છે. વળી વારંવાર હુમલા થવાના કારણે અમદાવાદને કેટ વારંવાર તૂટી જતો હશે અને સમરાવા હશે એ પણ ધમાંથી જાણવા મળે છે. પરંતુ કોટની અસલ દીવાલમાં અસરકારક ફેરફાર ભાગ્યે જ થયા હોવાનું જણાય છે. મિરાતે અહમદી પ્રમાણે એ સમયે કેટ એક પુરુષ પ્રમાણ પથ્થરનો ને બાકીનો ઈટ અને ચૂનાનો હતો. ૩ એને બાર દરવાજા, ૧૩૯ બુરજ તેમ જ ૬૭૦૯ અથવા ૬૦૭ કાંગરા હતા. કોટની ઊંચાઈ આઠ વાર હતી. અમદાવાદના કેટને તે પાણીની રેલથી પણ નદીવાળી બાજુએ વારંવાર નુકસાન થયું છે. ઔર ગઝેબના સમયમાં કોટ ઘણી વાર સમરાવ્યાનો ઉલ્લેખ “મિરાતે અહમદી' કરે છે. આ કિલે એ જમાનામાં કાબુલ અને કંદહારના મજબૂત કિલ્લાઓથી સહેજ જ ઊતરતો ગણાતે એમ 'મિરાતે અહમદીને કર્તા નોંધે છે. . આ કાલમાં જૂનાગઢ મુઘલેના સૌરાષ્ટ્ર વિભાગનું વહીવટી મથક હતું. જૂનાગઢને રક્ષણ માટે સારો કિલ્લો હતો ને કુદરતી રીતે પણ પર્વતના કારણે રક્ષણ મળતું હતું. ઉપરકોટના કિલ્લા ઉપરાંત મહમૂદ બેગડાને કરેલો કિલ્લે પણ હતો, ને એને “મુસ્તફાબાદ નામ પણ મળ્યું હતું. ઉપરકોટના કિલ્લાને ઔરંગઝેબના સૂબેદાર અમીનખાને સમરાવ્યો. ૧૪ એણે અમદાવાદના ભદ્રના કિલ્લાને પણ રૂ. ૨૯૦૦ ખચીને સમરાવ્યું. વળી ઈ.સ. ૧૬૭૩ માં આશરે રૂ. ૮૨૫૦નું ખર્ચ વાત્રક નદી પરના (હાલ કપડવંજ તાલુકામાં આવેલા) આઝમાબાદ કોટ-વાડીના કિલ્લાને (જે આઝમખાને કળીઓને કાબૂમાં રાખવા બંધાવ્યો હત) સમરાવવા અમીનખાને મજૂર કર્યું. આ કોટ ઈ.સ. ૧૬૩૬-૩૮ માં બંધાયો હતે.
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy