SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨]. મુઘલ કાલ [ J, ન હતા તેથી દરવાજાની ઊંચાઈ હાથીની સવારીની ઊંચાઈના અનુસંધાનમાં રહેતી અને રસ્તાની પહેળાઈ શાહી રથ હાથી અને બંને બાજુ અંગરક્ષક ઘોડેસવારો સાથે રહી રહે તેટલી એટલે કે ૨૪ ગજ અર્થાત ૩૬ ફૂટની રહેતી. શહેરના કોટની સાથે સાથે ફરતે રસ્તો ધંટાપથ હતો, ત્યાં થઈને મુખ્યત્વે ઉત્સવયાત્રાઓ વરઘોડા નીકળતા ને શહેરની પ્રદક્ષિણે પણ થઈ જતી. અત્યારે રથયાત્રાના વરઘોડાને માર્ગદમ લગભગ એવો ચાલુ છે તેમજ જૈન ઉત્સવોના પ્રસંગે પણ વરઘેડાને માર્ગ એ જ રહે છે. | આમ છતાં તત્કાલીન મુલાકાતીઓનાં વર્ણન પરથી માલૂમ પડે છે કે ભદ્રના કિલ્લામાં આવેલી મહેલાતા આ વખતે બિસ્માર હાલતમાં હતી અને એને અરનાર સમરાવવી પડતી. શાહજહાંના સૂબેદાર આઝમખાને નવો સુંદર મહેલ બાવ્યો. ભદ્રના દરવાજાની પૂર્વમાં જે ભાગ આ કાલમાં ઉમેરાય તેની દક્ષિણે આવેલી આઝમખાનની સરાઈ એ આ મહેલને અગ્રભાગ લાગે છે. એ પછી શાહીબાગને વિકાસ થતાં સૂબેદારો એ બાગની અંદર આવેલી મહેલાતેમાં પણ રહેવા લાગ્યા. પાટણ: એમ કહેવાતું આવ્યું છે કે પાટણના આધારે અમદાવાદની રચના કરવામાં આવી, જે અમદાવાદની નગર આયોજન પદ્ધતિને ચકાસતાં બરાબર કે સાચું ઠરતું નથી. ઊલટું, હાલના પાટણના નગર આયોજનને તેમજ પુરાતત્વીય અને સામાજિક વિસ્તારોની ગોઠવણીને અભ્યાસ કરતાં એટલું તે ચેકસ જણાય છે કે હાલનું પાટણ કઈ પણ સંયોગોમાં અમદાવાદની સ્થાપના પહેલાં અસ્તિત્વ ધરાવતું ન હતું. આ મુદ્દાની વિગતવાર છણાવટ પ્રસ્તુત છે. - રાજધાનીઓ કે નગરે પર જ્યારે હુમલો કરવામાં આવે ને એ નગરને જીતવામાં આવે ત્યારે પહેલી પ્રતિક્રિયા તત્કાલીન રાજ્યકર્તાના વસવાટ પર થાય છે; હવે જે ઝનૂનપૂર્વક નગરને નુકસાન કરવામાં આવે કે લૂંટ ચલાવવામાં આવે, બાળવામાં આવે—જે સ્વાભાવિક હતું–તો જનતા ત્યાંથી નાસી જાય ને બાજુના સલામત વિસ્તારમાં જઈને વસવાટ શરૂ કરે. વળી આવું થાય ત્યારે વિજેતાએ પણ પ્રજાને બાહેધરી આપવી પડે, કારણ કે પ્રજા ન હોય તો રાજ્ય કેના પર કરે ? એથી લોકોને વિનાશ થયેલા વિસ્તારથી બહુ દૂર ન હોય ને એના પર રાજ્ય કરી શકાય તેવી રીતે વસાવવામાં વિજેતા મદદરૂપ પણ થાય છે. એ સાથે શહેર ઉજજડ થયાના બહુ ઓછા દાખલા છે. હવે પ્રાચીન પાટણ, જેના પર અલાઉદ્દીન ખલજીની ફોજે હુમલે કર્યો હતો, તે સાથે અમદાવાદના આયોજનની તુલના કરીએ. અહમદશાહે અમદાવાદ
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy