SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૩ સ્થાપત્યકીય સ્મારક ૧. નાગરિક સ્થાપત્ય (અ) નગરેને વિકાસ મુઘલ શાસકોએ ગુજરાતમાં કોઈ નવાં શહેર વસાવ્યાનું જાણમાં નથી, પરંતુ પહેલાંનાં વિદ્યમાન નગરમાં ઘણાં વિકસ્યાં હશે, ઘણામાં પરિવર્તન આવ્યું હશે, તે કઈક કાળગ્રસ્ત પણ થયાં હશે. મુસ્લિમ વસ્તી પોતાના સમૂહમાં જાતિવર્ણાધિવાસ પદ્ધતિ પ્રમાણે જ અર્થાત સામાજિક શ્રેણીના અનુસંધાનમાં વસતી હશે, જેને ખ્યાલ અમદાવાદના મૂળ આયોજન પરથી પણ આવી શકે છે. મુઘલ કાલમાં અમદાવાદની સ્થિતિ અને વિકાસને ખ્યાલ આપવામાં “મિરાતે અહમદી'નું બહુ મોટું પ્રદાન ગણી શકાય, કારણ કે એ મુઘલાઈના અંત સમયે લખાયેલ હોઈ એમા તાત્કાલિક ભૂતકાળનું પ્રતિબિંબ વધુ સ્પષ્ટ જોવા મળે છે. અમદાવાદ: એ જમાનામાં અમદાવાદની ઉત્તમ શહેર તરીકે બેલબાલા હતી. ઓરંગઝેબના સમયના અમદાવાદનું વર્ણન શ્રીરાજસાગરસૂરિના “નિર્વાણરાસરમાં મળે છે. એ રાસ સંવત ૧૭૨૨(ઈ.સ. ૧૬૬૬)માં લખાયો છે. એમાં અમદાવાદનાં પરાં અને જૈન સંઘના મુખ્ય મુખ્ય પુરુષોનાં નામ પણ છે. અમદાવાદ ઘણાં જુદાં જુદાં નામથી સંબેધાતું ? રાજનગર શ્રીનગર અહમ્મદાવાદ અહિમ્મદાવાદ અમદાવાદ અહમદપુર અકમિપુર અહમદનગર, તો વળી પરદેશી મુસાફર અમદાવાત અમદાવાઝ અને અમદાવાર પણ કહેતા. મુઘલ કાલમાં અમદાવાદમાં પોળો અને ચલાં હયાત હતાં એને કેટલાક ખ્યાલ “મિરાતે અહમદી” પરથી આવે છે. એ બતાવે છે કે મહમૂદ બેગડાના સમયથી વસેલાં ભિન્ન ભિન્ન પુએ એક એકમ બની પોળ અને ચકલાંને અસ્તિત્વ આપ્યું અને માત્ર ૧૫૦ વર્ષમાં જાતિવર્ણાધિવાસની ભારતીય પદ્ધતિને સચોટરૂપે મૂર્તિમંત કરી બતાવી. હિંદુ-મુસ્લિમ બંને પ્રજાને વસવાટ છતાં આ શહેરમાં શ્રેણીબદ્ધ સમાજ-આજનની ભારતીય પદ્ધતિ, જે જાતિવણધિવાસ તરીકે પ્રચલિત હતી, તેનું વિદેશી પ્રજાના વસવાટમાં પણ એટલું જ મહત્ત્વ રહ્યું અને વર્ણોને ક્રમબદ્ધ ધંધે તેમજ અગત્યની પરાપૂર્વે અનુસાર વસવાટ
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy