SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ મું] ધર્મ-સંપ્રદાય T૩૯ ૧૮. વલ્લભાચાર્યજીની ૮૪ બેઠકના પરિચય માટે જુઓ કે. કા. શાસ્ત્રી, ઉપર્યુક્ત, પૃ. ૧૭–૧૯૬. ૧૯. એ જ, પૃ. ૧૭૩ ૨૦. એ જ, પૃ. ૧૭૪ ૨. નવીનચંદ્ર આચાર્ય, “મુઘલકાલીન ગુજરાતનો ઇતિહાસ', પૃ. ૨૨૬-૧૭ ૨૨. કે. કા. શાસ્ત્રી, ઉપર્યુક્ત, પૃ. ૧૭૪ ર૩. એ જ, પૃ. ૧૭૫ ૨૪. એ જ, પ્રસ્તાવના, પૃ. ૭-૮. આ કાલમાં દોરાયેલાં કૃષ્ણચરિતવિષયક ચિત્રોમાં મુઘલ વેશભૂષાની ભારે અસર છે. આજે પણ ગુજરાતમાં ભજવાતા ભવાઈના વેશમાંના કૃણચરિત-વિષચક વેશોના પોશાક આદિ ઉપર સ્પષ્ટ મુઘલ પ્રભાવ છે. સંભવ છે કે એ વેશેનું છેવટનું સંકલન મુઘલ કાલમાં થયું હોય. ઉદાહરણ તરીકે, જેન ધાતુપ્રતિમા–લેખ પરથી જણાય છે કે વાયડા જ્ઞાતિને સારો એવો ભાગ અગાઉ જૈન ધર્માનુયાયી હતો. વાયડા જ્ઞાતિના મૂળ સ્થાન (પાટણ પાસેના) વાયડ ઉપરથી જેનોને વાયડ ગરછ નીકળે છે અને એમાં પ્રસિદ્ધ જૈન આચાર્યો થઈ ગયા છે. એ આખી જ્ઞાતિ વલ્લભાચાર્યજી પછીના સમયમાં પુષ્ટિમાર્ગની અનુયાયી થઈ જણાય છે. શ્રીમાળી પોરવાડ મોઢ ખડાયતા લાડ નાગર વાણિયા આદિમાં પણ આવાં સંપ્રદાય-પરિવર્તન થયાં. ૨૬. કે. કા. શાસ્ત્રી, ઉપર્યુક્ત, પૃ. ૧૭૪ ર૭. કે. કા. શાસ્ત્રી, “કવિચરિત', ભાગ. ૨, પૃ. ૯૪-૯૭ ૨૮. એ જ, પૃ. ૪૯૮-૯૯ ૨૯. એ જ, પૃ. ૫૦૦-૫૦૧ ૩૦. કે. કા. શાસ્ત્રી, “શ્રીવલ્લભાચાર્ય મહાપ્રભુજી', ૫. ૧૫૫, ૨૧૫ ૩૧. દ્વારકાથી રણછોડજીની મૂર્તિ ભક્ત બેડાણા ડાકોરમાં લાવ્યો એ પ્રસિદ્ધ અનુશ્રુતિ મિરાતે અહમદી'એ પણ આપી છે અને એ ઘટના સં. ૧૨૧૨(ઈ.સ. ૧૧૫૬)માં બની હોવાનું નોંધ્યું છે (મિરાતે અહમદી', ગુજ. ભાષાંતર, ભાગ ૨, પૃ. ૧૫૫). કવિ ગોપાલદાસે રચેલા બોડાણું આખ્યાન'માં પણ સં. ૧૨૧ર નું વર્ષ આપ્યું છે (૬. કે. શાસ્ત્રી, વિષ્ણવ ધર્મનો સંક્ષિપ્ત), ઈતિહાસ પૃ. ૩૬૩). આ અનુકૃતિને બીજે કઈ આધાર હજી મળ્યો નથી. “બેડાણું આખ્યાન' સં. ૧૭૮૧(ઈ.સ. ૧૭૨૫)માં રચાયું હોઈ ડાકોરનું તીર્થ એ પહેલાનું તો નિશ્ચિતપણે છે. વડોદરાવાસી કવિ નાકર સં. ૧૫૭૨(ઈ.સ. ૧૫૧૬)માં ડાકોરની જાત્રાએ ગયો હતો એમ એણે પોતે જ “હરિશ્ચ દ્રાખ્યાન (કડવું ૩૫)માં કહ્યું છે. પેશવાને સૂબો આપ્પાજી ગણેશ ઈ.સ. ૧૭૬૦માં અમદાવાદ આવતાં પહેલાં, માર્ગમાં, ડાકેરની યાત્રાએ ગયો હતો (Commissariat, op. cil, p. 556), પણ ડાકોરનું હાલનું મંદિર પેશ્વાના શરાફ ગેપાળ જગન્નાથ તાંબેકરે ઈ.સ. ૧૭૭૨ માં બંધાવ્યું હતું. ડાકોર એ તળગુજરાતનું સૌથી મોટું વૈષ્ણવ તીર્થ છે અને એ અસાંપ્રદાયિક હોઈ જૂના સમયના પૌરાણિક વૈષ્ણવ ધર્મના સાતત્યરૂપ છે.
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy