SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ મું]. ધર્મ-સંપ્રદાય પીંઢારાઓના ત્રાસને કારણે ઈ.સ. ૧૭૩૩ માં સંજાણું પારસીઓ પવિત્ર આતશને નવસારીથી જોખમ વહોરીને સલામત રીતે રાતોરાત સુરત લઈ આવ્યા હતા અને એ જ વર્ષમાં પાછા સુરતથી નવસારી લાવ્યા હતા.૯ આતશ બહેરામ-નવસારીથી ઉદવાડા નવસારીથી પવિત્ર આતશને ઈ.સ. ૧૭૪૧ માં વલસાડ લાવ્યા હતા, પરંતુ રાજકીય ઊથલપાથલને કારણે ત્યાંથી સંજાણા મોરબેદ પાર નદી ઓળંગીને ઈ.સ. ૧૭૪૨ ના ઓકટોબર માસની ૨૮ મી તારીખે આ પવિત્ર આતશને ઉદવાડા લઈ ગયા.૯ ઉદવાડામાં શેઠ બનાજીએ બંધાવી આપેલ આતશ બહેરામમાં એ પવિત્ર આતશ રાખવામાં આવેલ છે. ઈરાનથી લાવેલા પવિત્ર આતશને લગભગ અઢીસે વર્ષથી પારસીઓએ ઉદવાડામાં જતનપૂર્વક આદરથી જાળવી રાખેલ છે. આ કારણથી જ પારસીઓ માટે ઉદવાડા સૌથી અગત્યનું તીર્થધામ બન્યું છે. વસવાટને વિસ્તાર ઈ.સ. ૧૬૪૦માં અંગ્રેજોએ પોતાને વેપાર સુરતથી મુંબઈ ખસેડ ત્યારે એ વર્ષમાં સુરત પાસેના સુમારી ગામના દેસલજી નાનાભાઈએ મુંબઈમાં વસવાટ કર્યો હતો ને તેઓ પોર્ટુગીઝ સત્તાવાળાઓના કારભારી તરીકે નોકરીમાં રહ્યા હતા.•• પારસીઓની વસ્તી વધવાને કારણે મુંબઈમાં જુદા જુદા વિસ્તારમાં પારસી દાતાઓ તરફથી વખતોવખત દખમાં બાંધવામાં આવતાં હતાં. આ સમયમાં પારસીઓ નવસારી વલસાડ સુરત ઉમરગામ ભરૂચ અંકલેશ્વર ખંભાત સોનગઢ નવાપરા વ્યારા વસાઈ અમદાવાદ મુંબઈ થાણું પુણે વગેરે સ્થળોએ વસતા હતા અને પિતાને ધર્મ પાળતા હતા. પાદટીપ ૧. દુર્ગાશંકર શાસ્ત્રી, “શૈવ ધર્મને સંક્ષિપ્ત ઇતિહાસ', પૃ. ૭૭ ૧. એજન, પૃ. ૧૪૫ ૨. “ કચ્છની સાંસ્કૃતિક યાત્રા, “પથિક', વર્ષ ૧૩, અંક ૩, પૃ. ૭૭ ૩. દુર્ગાશંકર શાસ્ત્રી, ઉપર્યુક્ત, પૃ. ૧૬૮ ૪. નાકર કવિ દિશાવાળ વણિક હતો; પોતે રચેલાં આખ્યાન પોતાના એક બ્રાહણ મિત્ર મદન કે મદન સુતને વેગક્ષેમ અર્થે સેંપી દેતો હતો (કે. કા. શાસ્ત્રી, “કવિચરિત', ભાગ ૧, પૃ.૧૦૪). અનુમાન થાય છે કે નાકરને એ મિત્ર પૌરાણિક કે માણભટ્ટ હશે.
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy