SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ મું] ધર્મ-સંપ્રદાય [૩૭૭ સમાજમાં વૈચારિક વિસંવાદ થતું અટકાવવા માટે તપાગચ્છના આચાર્ય વિજયદાનસૂરિએ ધર્મસાગરનો “કુમતિકુદ્દાલ” ગ્રંથ પાણીમાં બોળાવી દીધું હતો અને ઉપાધ્યાયે ચતુર્વિધ સંઘ સમક્ષ “મિચ્છામિ દુકws” કહી માફી માગી હતી. વિજયદાનસૂરિના સ્વર્ગવાસ પછી ધર્મસાગર હીરવિજયસૂરિની આજ્ઞામાં રહ્યા હતા, પણ હીરવિજયસૂરિ અકબરના દરબારમાં અને ઉત્તર ભારતમાં રહ્યા તે દરમ્યાન ગુજરાતમાં કુસંપનું વાતાવરણ વધ્યું. આથી હીરવિજયસૂરિએ ગુજરાતમાં પાછા આવ્યા પછી પોતાના ગુરુ વિજયદાનસૂરિએ શાંતિ સ્થાપવા માટે અગાઉ બહાર પાડેલી “સાત બોલ” નામની સાત આજ્ઞાઓ ઉપર વિવરણ અને ઉમેરણ કરી “બાર બેલ રૂપી આજ્ઞાઓ જાહેર કરી (ઈ.સ. ૧૫૯૦) એમાં ધર્મસાગરે પણ સહી કરી. ધર્મસાગરનો સ્વર્ગવાસ ખંભાતમાં ઈ.સ. ૧૫૯૭ માં થયો હતો.• | મુઘલ કાલના લગભગ અંતમાં કચ્છના રાવ લખપતજીએ ઈ.સ. ૧૭૪૧૬૧ માં કચ્છમાં કરેલાં હુન્નર-ઉદ્યોગનાં વિકાસકાર્યોને ઉલ્લેખ આર્થિક સ્થિતિ પ્રકરણમાં કરવામાં આવ્યો છે. રાવ લખપત પિતે સાહિત્યપ્રેમી તેમજ કવિ હિતે. એણે ભૂજમાં વ્રજભાષાની કાવ્યરચના માટેની પાઠશાળા સ્થાપી હતી, એના પ્રથમ અધ્યાપક તરીકે જૈન યતિ ભટ્ટારક કનકકુશલ અને એમના શિષ્ય કુંવર કુશલની નિયુક્તિ કરી હતી અને એમના નિર્વાહ માટે એક ગામ દાનમાં આપ્યું હતું. આ પાઠશાળામાં અભ્યાસ કરવા આવનાર માટે શિક્ષણ નિ:શુઢક હતું અને ભોજનખર્ચ રાજ્ય તરફથી આપવામાં આવતું. કુંવરકુશલ તો ફારસીના પણ વિદ્વાન હતા અને પારસી નામમાલા” નામે ફારસી-સંસ્કૃત કોશનું એમણે વ્રજભાષામાં ભાષાન્તર કર્યું હતું. જૈન યતિઓના વર્ચસને કારણે ઉપર્યુક્ત પાઠપ્રકારની તાલીમશાળા તત્કાલીન ગુજરાત અને રાજસ્થાનમાં અદ્વિતીય હતી.૭૧ જૈન યતિઓ દ્વારા થયેલા વ્યાપક શિક્ષણમાં આ પાઠશાળાને ઇતિહાસ સ્મરણીય છે ૨. ઇસ્લામ મુઘલના સમયમાં ભારતમાં ઇસ્લામની સ્થિતિ કંઈક આવી હ : શિયા અને સુનીના સંઘર્ષ ઉપરાંત એના ફિરકાઓ અને પેટા ફિરકાઓ, કે જે અતિશય મોટી સંખ્યામાં ઊભા થયા હતા, તેઓમાં પણ આંતરિક સંઘર્ષ ચાલ્યા કરતો હતા. ઉલેમાઓ સંત વિદ્વાને અને મુલ્લાંઓ, પોતપોતાના વિચારો અને માન્યતાઓના સમર્થનમાં પવિત્ર કુરાન શરીફ, હદીસો અને પિતા પોતાના ઇમામો, દાઈઓ કે ધર્મગુરુઓનાં વચન ટાંકતા હતા, આથી ધાર્મિક માન્યતાઓમાં સંઘર્ષમય વિવિધતા વધતી જતી હતી.
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy