SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ ] મુઘલ કાલ. - પ્રિ. એક સપ્તાહ લંબાવતું ફરમાન મને આપે. તદનુસાર અકબરે ફરમાન કર્યું હતું કે પ્રત્યેક વર્ષે આષાઢ માસની સુદ નેમથી પૂનમ સુધીના સાત દિવસ કોઈએ પ્રાણી-વધ કરે નહિ, કેમકે ઈશ્વરે માણસજાત માટે અનેક પ્રકારની ચીજો પેદા કરી છે ત્યારે એણે પિતાના પેટને પ્રાણીઓની કબર બનાવવું નહિ જોઈએ.’ જિનચંદ્રસૂરિને બક્ષેલા અગાઉના ફરમાનના મજકૂરની પુનરાવૃત્તિ કરીને શાહી ફરમાન ઉમેરે છે કે આ વખતે અર્થાત ઈ.સ. ૧૬૦૪ માં (જિનચંદ્રસૂરિના શિષ્ય) આચાર્ય જિનસિંહ અથવા માનસિંહ અરજી કરે છે કે “અગાઉનું ફરમાન ખોવાઈ ગયું છે; આથી અગાઉ મુજબનું નવું ફરમાન બક્ષવાનું અમે મંજૂર કરીએ છીએ.” એ જ રીતે પાદશાહ જહાંગીરે વિજયસૂરિના શિષ્યો વિવેકહષ પરમાનંદ અને ઉદયહને પર્યુષણ પર્વના દિવસો દરમ્યાન આખાયે રાજ્યમાં પ્રાણી-વધને નિષેધ કરતું ફરમાન ઈ.સ. ૧૬૦૧ માં આપ્યું હતું. ઈ. સ. ૧૬૧૪ માં વિવેકહર્ષ ઉપાધ્યાયને બક્ષેલા “જહાંગીરી હુકમમાં જહાંગીર પાદશાહે જૈન સાધુઓને સંપૂર્ણ ધાર્મિક સ્વાતંત્ર્ય આપવાની આજ્ઞા કરી છે. તપાગચ્છના પંડિત હણુંદના શિષ્ય વિવેકહર્ષ ઉપાધ્યાયે પોતાના ઉપદેશથી પાદશાહને પ્રસન્ન કરીને એ ફરમાન મેળવ્યું હતું. અકબરે ઈ.સ. ૧૫૯૫ માં સૌરાષ્ટ્રમાં ઊના પાસે શાહબાગમાં હીરવિજયસૂરિની નિર્વાણભૂમિ ઉપર પાદુકામંદિર માટે જમીન ભેટ આપી હતી તેમ અકબરના ઉત્તરાધિકારી જહાંગીરે હીરવિજયસૂરિના શિષ્ય વિજયસેનસૂરિના સમાધિમંદિર અને આસપાસના બગીચા માટે દસ વીધાં જ લીન ખ ભાતના પરા અકબરપુરમાં ઈ.સ. ૧૬૧૬ માં ભેટ આપી હતી.૫૭ શાંતિદાસ ઝવેરીને લગતાં મુઘલ સમ્રાટ તરફથી નીકળેલાં ફરમાન પણ આર્થિકસામાજિક સ્થિતિ ઉપરાંત જૈન સમાજના ધાર્મિક ઇતિહાસ ઉપર પ્રકાશ પાડે છે. ઈ.સ. ૧૬૪૪ નું ફરમાન શાહજહાંના રાજ્યાભિષેકની વર્ષગાંઠના દિવસને માટે ઊંચા પ્રકારનું ઝવેરાત શાંતિદાસ અને બીજા ઝવેરીઓ પાસેથી મેળવવા માટે ગુજરાતના સૂબા મુઇઝ-ઉ–મુક ઉપર કાઢવામાં આવેલું છે. પ૮ ઈ.સ. ૧૬૫૬ ના બે ફરમાને દ્વારા શાહજહાંએ શાંતિદાસ ઝવેરીને ગુજરાતના જૈન સંઘના પ્રતિનિધિ તરીકે જેને ના તીર્થધામ શંખેશ્વર ગામને ઇજારો વાર્ષિક રૂપિયા ૧૦૫૦ માં આવ્યો હતો.પ૯ આ પછી, ઈ સ. ૧૬૬૦ નું ફરમાન ઔરંગઝેબનું છે. એ દ્વારા શાંતિદાસ ઝવેરીની સેવાઓના બદલામાં શત્રુંજય ગિરનાર અને આબુના જૈન તીર્થોની સોંપણી, જૈન સંઘના પ્રતિનિધિ તરીકે, એને કરવામાં આવી છે. આ પ્રદેશમાં કોઈ માંડલિક રાજાઓ શાંતિદાસના કાર્યમાં હરકતો ઊભી કરશે તે તેઓ રાજદંડને પાત્ર થશે એવી આજ્ઞા કરી છે. ઔરંગઝેબ જેવા ધર્મચુસ્ત પાદશાહના
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy