SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ મું] ધર્મ-સંપ્રદાય વાવ અને માતાને ગોખ, અસારવા ગામમાં વૈષ્ણવ ધર્મના આચાર્યજીની બેઠક, સાબરમતી ઉપર અમીનખાનના બગીચા પાસે ભીમનાથ મહાદેવ અને ખડૂગધારેશ્વર મહાદેવ વગેરેને વિગતે ઉલેખ “મિરાતે અહમદીએ કર્યો છે. ૩૭ નદીકિનારાનાં ગુજરાતનાં તીર્થોમાં મિરાતે અહમદી'એ સિદ્ધપુરના સરરવતીતીર્થને ઉલેખ કરી ત્યાં દર કાર્તિકી પૂર્ણિમાએ ભરાતા મેળા વિશે માહિતી આપી છે. ચાણોદ કરનાળીના રેવાતીર્થની વિગત આપી છે તથા ત્યાંથી સમુદ્રસંગમ સુધી રેવાતટે સર્વત્ર તીર્થ ગણાય છે એમ નોંધ્યું છે. આ ઉપરાંત પ્રભાસપાટણમાં વૃક્ષ નીચે શ્રીકૃષ્ણને પગમાં પારધીનું બાણ વાગ્યું હતું તે ભાલકા તીર્થ તથા જ્યાં શ્રીકૃષ્ણને દેહત્સર્ગ થયો હતો તે દેહત્સર્ગનું તીર્થ, ધોળકા પાસે સાબરમતી અને હાથમતીના સંગમ આગળ વૌઠા તીર્થ, સાબરમતીના કિનારે શાહીબાગમાં દૂધેશ્વર તીર્થ,૩૮ મહી નદી જ્યાં સમુદ્રને મળે છે તે મહી તીર્થ અને તાપી, નદીને કિનારે અશ્વિનીકુમાર તીર્થનો ઉલ્લેખ કર્યો છે. કુંડ અને સરોવરનાં તીર્થો વિશે “મિરાતે અહમદી જણાવે છે: “આ દેશમાં એવાં સ્થળ અગણિત છે, જેઓને ખશ આંકડા આપી શકાતો નથી, પરંતુ તેમાંથી હિંદુઓમાં જે વધારે પ્રખ્યાત છે તે વિશે લખવામાં આવે છે.” પછી દ્વારકાના મંદિર પાસે પિંડતારક અને ગિરિ કલાસ કુંડ, સેરઠમાં ઊના ગામ પાસે ગંગાજમના કુંડ, ગિરનારની તળેટીમાં દામોદર કુંડ, પાટણ તાબે મુ જપુર પાસે લેટી ગામમાં લેટી કુંડ,૩૯ સંખલપુરમાં બહુચરાજીના મંદિર પાસેને કુંડ, સિદ્ધપુરમાં બિંદુ સરોવર, પાટણમાં સહસ્ત્રલિંગ સરોવર વગેરેને પરિચય એના લેખકે આવે છે. વળી યુવા અને લસુંદરાના ગરમ પાણીના કુંડ, મૂળ દ્વારકા પાસેને ઊના પાણીને કુંડ અને ગણદેવી પાસે દેવકી ઉનાઈને ગરમ પાણીના કુંડ વિશે એણે માહિતી આપી છે અને હિંદુ પ્રજામાં પ્રવર્તતા એ કુંડના માહામ્ય વિશે નોંધ કરી છે.૪૧ બ્રાહ્મણોની ચોરાશી જ્ઞાતિઓનાં નામ તથા શ્રાવક અને મેશ્રીની (અર્થાત જૈન અને વૈષ્ણવ વણિકાની) ચોરાશી જ્ઞાતિઓનાં નામ તેમજ શ્રાવકના રાશી ગરોનાં નામ “મિરાતે અહમદી'માં આપ્યાં છે. આ પ્રકારની યાદી સમકાલીન અને હિંદુ જેને ઐતિહાસિક સાધને તેમજ સાહિત્યમાંથી પણ મળે છે. સર્વમાં ગૌણ ભેદે હેય તો પણ તત્કાલીન જ્ઞાતિભેદો અને ગચ્છભેદના અભ્યાસ માટે એ અગત્યની છે. જૈન ધર્મ અને આચાર વિશે “મિરાતે અહમદી'માં સંક્ષિપ્ત માહિતી આપી છે૪૩ તથા ગુજરાતનાં જૈન તીર્થસ્થાને વિશે પણ એમાં નોંધ છે.* ઈ-૬-૨૪
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy