SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ધસન્સ દાયા [૩૬૭ વલ્લભાચાજી અને એમના ઉતરાધિકારીએ અને પછીના આચાર્યાંને ગુજરાતમાં અનેક સમથ અને ચુસ્ત અનુયાયીઓ મળ્યા; ગુજરાતમાં પુષ્ટિમાગતા બહુ ઝડપથી પ્રસાર થયા અને એકાદ સૈકામાં જ એ માર્ગ એટલે પ્રબલ થયે કે બૈષ્ણવ મા ના પયાય પુષ્ટિમાગ માનવા લાગ્યુંા. વ્રજમંડલની સાથે ગુજરાત અને રાજસ્થાન પુષ્ટિમાર્ગનાં કેંદ્ર બન્યાં. વિશેષત: ગુજરાતની વણિક જ્ઞાતિમાં પુષ્ટિમા ધણા લોકપ્રિય થયેા ૨૫ ૧૧ મુ પુષ્ટિમાર્ગના અનુયાયી ગુજરાતી કવિઓમાંથી સૌથી જૂના કવિ ગે।પાલદાસ છે. અસારવામાં, વિઠ્ઠલનાથજી જેમને ત્યાં નિવાસ કરતા એ ભાઈલા કાઠારીના આ ગેાપાલદાસ જમાઈ થાય અને વિઠ્ઠલનાથજીની કૃપાથી એમનામાં કત્વિવશક્તિ પ્રગટ થઈ હતી એવી માન્યતા છે. ગુજરાતી ભાષાનું સુંદર ઐતિહાસિક આખ્યાન ‘વલ્લભાખ્યાન’ (ઈ.સ ૧૫૮૦ આસપાસ) એમણે રચ્યું છે. શ્રીવલ્લભાચાર્યનુ ચરિત્ર આલેખતું આ કાવ્ય છે અને એમના ચરિત્રનાં મહત્ત્વનાં સાધનામાં એની ગણના થાય છે. આ વલ્લભાખ્યાન’વૈષ્ણવામાં ખૂબ લોકપ્રિય છે તથા એનુ મહત્ત્વ એટલુ` મનાયું કે ગૈાસ્વામી શ્રીજીવનજીએ એ ઉપર વ્રજભાષામાં અને અમદાવાદની દોસીવાડાની પોળના નટવરલાલ શ્યામલાલવાળા ગેા. શ્રીવ્રજરાયજીએ સંસ્કૃતમાં (૧૯ મી સદી) ટીકા લખી છે. ઉદ્ધવસંદેશના વિષય ઉપર ગુજરાતીમાં ‘રસિકેગીતા' રચનાર કવિ ભીમ પણ વિઠ્ઠલનાથજીનેાં શિષ્ય હતા.ર૬ અંદાજે ઈસવી સનના ૧૭ મા શતકના આરંભમાં થયેલા કેશવદાસ વૈષ્ણવે વલ્લભવેલ’ નામે ઐતિહાસિક કાવ્ય રચ્યુ છે. શ્રીવલ્લભચાય, એમના પુત્ર વિઠ્ઠલનાથજી તથા એમના પુત્ર ગેાકુલનાથજીના જીવનપ્રસ ંગાનું આલેખન અગત્યની સાલવારી સાથે આ કાવ્યમાં થયું છે. ગેાપાલદાસના ‘વલ્લભાખ્યાન'ના પણ એમાં ઉલ્લેખ છે.૨૭ એ જ અરસામાં ગેાપાલદાસ વ્યારાવાળાએ ‘પ્રાકટયસિદ્ધાંત’ નામે કાવ્યગ્રંથ રચ્યા છે. એમાં વલ્લભાચાય અને વિઠ્ઠલનાયજીનાં ચરિત્ર સક્ષેપમાં આપી ગેાકુલનાથજીનું ચરિત વિસ્તારથી આલેખવામાં આવ્યુછે.૨૮ ગાપાલદાસ વ્યારાવાળાના સમકાલીન મહાવદાસે 'ગેાકુલનાથજીના વિવાહ' રચ્યા છે. ગેાકુલનાથજીનું લગ્ન ગુજરાતના વેણાભટ્ટની પુત્રી પાર્વતી સાથે થયેલુ એવુ રસિક વર્ણન એમાં છે.આ ઉપરાંત મહાવદાસે ‘રસિંધુ' અને ‘રસાલય' એ કૃષ્ણલીલાનું ગાન કરતાં અલ કૃત કાવ્ય રચ્યાં છે.૨૯ ગુજરાતમાં પુષ્ટિમાર્ગના પ્રચારના પ્રાર`ભિક તિહાસ તથા એ સમયનું ધામિઁક-સામાજિક વાતાવરણ આ પુષ્ટિમાર્ગીય કવિઓની કૃતિઓમાં જોવા મળે છે. તેઓ સામાન્ય અર્થમાં વૈષ્ણવ કવિએ માત્ર નથી, પણ પુષ્ટિમાગના ચુસ્ત અનુયાયીઓ છે અને એમની પરંપરા ઠેઠ અર્વાચીન કાલ સુધી ચાલુ રહી છે.
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy