SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧મું] ધર્મસંપ્રદાય | ભાગવત જેવાં પુરાણેએ, “ગીતગોવિંદ' જેવાં કાવ્યએ અને નરસિંહ મહેતા જેવા ભક્તકવિઓએ લેકમાં ભકિતભાવ વધાર્યો અને પડ્યો હતો, પણ ભકિતને રેલાવવા માટે સામાન્ય લોકોને અનુકુળ આવે તેવો કઈ માર્ગ સંપ્રદાય ચીંધ્યો નહોતો. એવો માર્ગ બનાવનારા શુદ્ધાત કે પુષ્ટિમાર્ગને પ્રવર્તક શ્રીમદ્વલ્લભાચાર્ય હતા. વલ્લભાચાર્યને જન્મ ઈ.સ. ૧૪૭૨ માં અને સ્વર્ગવાસ ઈ.સ. ૧૫૩૦ માં થયો હતો. ૫ ગુજરાતમાં મુઘલ રાજયસત્તાની સ્થાપના થયા પૂર્વે આમ, ચારેક દસકા પહેલાં વલ્લભાચાર્યજીને સ્વર્ગવાસ થયા હતા, પણ એમના તથા એમના ઉત્તરાધિકારીઓના જીવનકાર્યની ઊંડી અસર માત્ર મુઘલ કાલના જ નહિ, પણ આજ સુધીના ગુજરાતના ધાર્મિકસાંસ્કારિક જીવન ઉપર થયેલી હોઈ એ વિશે કેટલીક વાત અહીં કરવી પ્રસ્તુત થશે. આચાર્ય હેમચંદ્રના જીવન અને કાર્ય દ્વારા સબળ થયેલી જૈન ધર્મની પરંપરાએ ગુજરાતમાં અહિંસા તપ અને દાનધર્મને દમૂલ બનાવ્યાં અને સઘન વિદ્યાના સમર્થ પરંપરા ઊભી કરી, શ્રીમદ્દવલભાચાર્ય તથા એમના વંશજોએ આર્યધર્મસંમત આ પરંપરાનો સવીકાર કરીને એમાં સેવા આનં અને ઉત્સવોને ઉલ્લાસ ઉમેરીને પ્રજાજીવનને સાચા અર્થમાં નવપલ્લવતા અપી ભકિતમાર્ગ સર્વ પ્રકારના અધિકારીઓ માટે ચાલુ કર્યો. સમસ્ત ભારતની તીર્થયાત્રા દરમ્યાન વલ્લભાચાર્ય અનેક મહત્વનાં સ્થાને એ ભાગવત-પારાયણ કરવાનો ક્રમ રાખ્યો હતો. જ્યાં આ રીતે પારાયણ થયાં તે સ્થાન “મહાપ્રભુજીની બેઠક તરીકે ઓળખાય છે. આસેતુહિમાચણ સમસ્ત ભારતમાં આવી બેઠકે છે. ગુજરાતમાં આવી બેઠે નીચેના સ્થાનેએ છે: સુરત ભરૂચ મોરબી નવાનગર ખંભાળિયા પિંડતારક-પીંડારા, મૂલગોમતા દ્વારકા ગોપીતળાવ બેટ-શંખેદાર નારાયણસરોવર જૂનાગઢ પ્રભાસક્ષેત્ર માધવપુર (ઘેડ), ગુપ્તપ્રયાગ તગડી (ધંધુકા પાસે) નરોડા (અમદાવાદ પાસે) ૧૬ ગોધરા, સિદ્ધપુર અને ખેરાળુ.૧૮ વલભાચાર્યના પુત્ર વિઠ્ઠલનાથજી સં. ૧૬૦૦ (ઈ.સ. ૧૫૪૪)માં ગુજરાતની યાત્રાએ પ્રથમ વાર આવ્યા હતા. એ પછી એમણે સં. ૧૬૧૩ (ઈસ ૧૫૫૭) સં. ૧૬૧૯ (ઈ.સ. ૧૫૬૩),સં. ૧૬૨૩ (ઈ.સ.૧૫૬૭), સં. ૧૬૩૧ (ઈ.સ. ૧૫૭૫), અને સં. ૧૬૩૮ (ઈ.સ. ૧૫૮૨) માં એમ કુલ છ વાર ગુજરાતની યાત્રા કરી હતી, અમદાવાદ નજીક સિકંદરપુરા કે અસારવામાં ભાઈલા કોઠારી નામે વૈષ્ણવને ઘેર વિઠ્ઠલનાથજી મુકામ કરતા. એ સ્થાન આચાર્યજીની બેઠક તરીકે આજ સુધી જાણીતું છે. •
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy