SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ કર મુઘલ કાલ પ્ર. મઠ હતા, જે વિશાળ જમીનની અથવા એકાદ ગામની ઊપજના માલિક ગણાતા એવાં મંદિરોને પૂર્વકાલીન પાશુપત સંપ્રદાય કે નાથ સંપ્રદાયના મઠના અવશેષરૂ૫ ગણવાં જોઈએ. આપણા અભ્યાસપાત્ર કાલખંડમાં સંપ્રદાયનુકૂળ શિવભક્તિ કરતાં સાદી પૌરાણિક શિવભકિત હિંદુ પ્રજામાં વધારે વ્યાપક દેખાય છે અને અનેક બ્રાહ્મણ ભકતો શાંકરદર્શનને માનવા છતાં પણ શિવલિંગનું ભજનપૂજન કરે છે. સામાન્ય લેકે ઘેર કે મંદિરમાં શિવલિંગને વૈદિક મંત્રોથી પૂજે છે. જ્યોતિલિંગ મનાતા કાશી વિશ્વનાથ કેદારનાથ રામેશ્વર મહાકાલેશ્વર વગેરે મૂળ છેક ચેથાથી સાતમા શતક જેટલાં જુનાં તથા બીજાં પાછળથી ઊભાં થયેલાં શૈવ તીર્થોની યાત્રા કરે છે; અને ભેળાશંભુ પાણીના લેટાથી બિટવપત્રથી અને સાદી ભકિતથી પણ પ્રસન્ન થાય છે એમ માની સાંત્વન પામે છે. પ્રસ્તુત કાલખંડમાં શૈવધર્મપ્રેરિત જે સાહિત્ય ગુજરાતી ભાષામાં રચાયું છે તેમાં પ્રાચીનતર શૈવ સંપ્રદાયને પ્રભાવ નથી, પણ પૌરાણિક શિવભકિતનું એ સમર્થન કરે છે અને પુરાણશ્રવણની લોકચિને સંતોષવા માટે એની રચના થઈ હોય એમ સ્પષ્ટ જણાય છે. ગુજરાતી આખ્યાનકાવ્યને પિતા ગણાતે પાટણનિવાસી કવિ ભાલણ ૧૬ મી સદીના પૂર્વાર્ધમાં અર્થાત્ મુઘલ કાલની પૂવે થયા છે, પણ એણે રચેલ “શિવ-ભીલડી સંવાદ એ શિવભકિતપ્રેરિત ઉપલબ્ધ ગુજરાતી કાવ્યમાં કદાચ પ્રથમ છે. ભાલણ કવિ તે શિવભક્ત ન હતો એ જોતાં એનું આ કાવ્ય સાંપ્રદાયિક શિવભકિત કરતાં વ્યાપક અને સમન્વિત પૌરાણિક ભકિતનું ફળ ગણાય. વડેદરાનિવાસી કવિ નાકરે ઈ.સ. ૧૫૬૦-૧૯૩૦) ‘હરિશ્ચંદ્રાખ્યાન “ઓખાહરણ”, 'નળાખ્યાન' આદિઅનેક પૌરાણિક આખ્યાન લખ્યાં છે તેમ “શિવવિવાહ” રચે છે, એમાં પ્રેરણું શિવભક્તિ કરતાં પૌરાણિક આખ્યાને દ્વારા કાનુરજનની છે. * કવિ મુરારિએ (ઈ.સ. ૧૯૧૯) તથા વસાવડના નાગર બ્રાહ્મણ કાલિદાસે (ઈ.સ. ૧૬૧૪ આસપાસ) “ઈશ્વરવિવાહ ફએ છે. ઈશ્વરવિવાહનાં ગીત કેટલીક જ્ઞાતિમાં લગ્નપ્રસંગે ગાવાનો રિવાજ હોવાથી ઈશ્વરવિવાહ' નામની બીજી કૃતિઓ પણ રચાઈ છે. શિવાનંદે (ઈ.સ. ૧૭૪૪) શિવસ્તુતિનાં પદ અને આરતીઓની રચના કરી છે. પ્રેમાનંદના સમકાલીન કવિ રત્નેશ્વરે ભાગવતના કંધ ગુજરાતીમાં ઉતાર્યા છે એ સાથે શિવમહિમ્ન સ્તોત્રનું ભાષાંતર કર્યું છે એ બતાવે છે કે એને મન વિષ્ણુ અને શિવ સમાન હતા. " કવિ શ મળે શિવપુરાણું માહાય ગુજરાતીમાં ઉતાર્યું છે. તત્કાલીન ગુજરાતી સાહિત્યમાંથી આવાં બીજા અનેક ઉદાહરણ ટાંકી શકાય.
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy