SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ સુ' લિપિ ( ૩૪૯ અભિલેખાતું પ્રમાણ નસ્તાલીકને મુકાબલે આશરે ૧ : ૨ રહ્યું છે એમ ઉપલબ્ધ નમૂનાઓ પરથી જણાઈ આવે છે. કલાની દૃષ્ટિએ જોઈએ તે ગુજરાતના મુલકાલીન અભિલેખામાં સલ્તનત કાલીન અભિલેખેામાં જેવા મળે તેવુ શૈલી-વૈવિધ્ય નથી એ નિર્વિવાદ છે. આ ક્રાલના અભિલેખાના મોટા ભાગ નસ્તાલીકમાં છે. બીજો નંબર નસ્મ શૈલીને આવે છે. સૂફી શૈલી લગભગ નહિવત્ દેખા દે છે. તુમ્રારૂપવાળા અભિલેખ પણ ઘણા ઓછા છે. નખમાં પણ સતનતકાલના અભિલેખે માં જોવા મળે છે તેવુ વૈવિધ્ય કે કલાકૌશલ આ સમયના અભિલેખાની નખ શૈલીમાં નથી. આ નખ્ શૈલી સાદી એટલે કે અલંકારરહિત છે, જોકે શૈલીની દૃષ્ટિએ તેએાનુ` કલાકૌશલ ઊતરતી કક્ષાનું નથી. બલ્કે ઉપલબ્ધ નમૂનામાં અમુક તે। આ શૈલીના ઉત્તમ નમૂનાઓની હરાળમાં સહેજે પોતાનુ સ્થાન પ્રાપ્ત કરી શકે. પણ આ કાલના વિશેષ કરીને ૧૮ મા શતકના અભિલેખામાં એક જુદા પ્રકારનું વૈવિધ્ય જોવા મળે છે. ધાર્મિક સૂત્રેા કે અરબી કડકાવાળા ફારસી અભિલેખામાં નખ્ખ કે થુલ્થ (કે કચિત્ કૂકી) અને નસ્તાલીક એમ એ લિપિ શૈલીએતુ અમુક નમૂનાઓમાં નસ્તાલીક સાથે નખ અને થુલ્થ એમ ત્રણ લિપિ શૈલીએવુ મનેરમ સયાજન જોવા મળે છે. નસ્તાલીક, થુલ્થ અને નખ્ખ સાથે આંશિક લખાણામાં તુગ્રા રૂપના પ્રયાગ એક જ લેખમાં થયે। હ।વાના નમૂના પણ ઉપલબ્ધ છે, પણ આ શૈલી-વૈવિષ્યમાં સલ્તનતકાલીન અભિલેખામાં જોવા મળતી સુલેખનની વિશિષ્ટતા અકંદરે અભાવ દેખાય છે. નસ્તાલીક સિવાય અમુક અન્ય શૈલીએના અપવાદને બાદ કરતાં એ શૈલીએનાં પૂર્ણ વિકસિત અને અત્યંત કલાયુક્ત રૂપ જોવા મળતાં નથી આનું મુખ્ય કારણ એ હોય કે મુઘલકાલમાં સત્તા સાથે વિદ્યા અને કલાપ્રેમ તથા પ્રોત્સાહનનુ` કેન્દ્ર ગુજરાતીમાંથી ખસી મુદ્દલ સામ્રાજ્યની રાજધાની આત્રા અને દિલ્હીમાં થયું એના પરિણામે અહીં કલાઉપાસનામાં એટ આવી. વળી નસ્તાલીક શૈલીના વધતા જતા ચલણને લઈને બીજી શૈલીઓના ઉપાસકેાની સંખ્યામાં ઉત્તરાઉત્તર ધટાડા થતા ગયા. જેતે લઈને નસ્તાલીક સિવાયની શૈલીએના અભિલેખની કલાની દૃષ્ટિએ ઝાંખા પડે છે. સંખ્યાની દૃષ્ટિએ જોઈએ તેા નખશૈલીના ઐતિહાસિક તાપ કે ભાવાય વાળા અભિલેખ મુ‰લ કાલની શરૂઆતમાં ઠીક ઠીક મળે છે. ૧૬ મા શતકના છેલ્લા બે દસકાએમાં અસ્તિત્વમાં આવેલા વીસેક અભિલેખેામાં નવેક નમૂના નપ્ન શૈલીમાં કંડારાયેલા છે અને આ અભિલેખા માત્ર એક સ્થળે નહિ પણ
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy