SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ સુ'] લિપિ [૩૪] ઇ અને ઈ ના શિરારેખા રહિત નાગરી મરોડ ૧૭ મી સદીના પૂર્વાધ સુધી પ્રયોજાતા હતા, પણ એમાં વ્યંજનોની સાથે જેમ અંતગત સ્વરચિહ્ના જોડવામાં આવે તેમ આ વર્ણીને અનુક્રમે અંત`ત ઈ તુ સ્વરચિહ્ન (જેમકે બીજા ખાનામા બીજો મરોડ) અને અત ંત ઇ નુ સ્વરચિહ્ન (જેમકે ત્રીજા ખાનાનો બીજો અને ચોથા ખાનાના મરોડ) જોડાતું. ૧૭ મા શતકના ઉત્તરા થી આ વીના અર્વાચીન મરોડની નિકટનાં સ્વરૂપ પ્રયોજાતાં જોવા મળે છે (જેમકે પાંચમા ખાનામાં બંનેના મરોડ), 'તેનાં સ્વરના નાગરી અને ગુજરાતી મરોડની વચ્ચેનાં અંતરાલ રૂપ ઉપલબ્ધ થયાં નથી. એમ લાગે છે કે ઇ ના નાગરી મરોડને ચાલુ કલમે લખીને નીચેનાં પાંખડાને ચાલુ કલમે જમણી તરફ ધીમે ધીમે ઉપર ચઢાવતાં ગુજરાતી મરોડ ઘડાયો છે. ઈ ની ઉપર તરફ્ લખાવેલી રેખાને ટાયથી જમણી તરફ ગાળ મરોડ આપીને નીચે તરફ ઝુકાવવાથી ઈ ને મરોડ ડાયો. ઉ માટે ૧૬ મી સદીમાં નાગરી મરોડની સાથેસાથે એ મરોડની નીચલી રેખાને ઊંચે ચડાવીને વણુની ટાંચ સુધી લંબાવવામાં આવતી જોવા મળે છે (જેમકે બીજા ખાનાનો બીજો મરોડ). આમ આ સ્વરનો મરોડ ૧૬ મી સદીથી અર્વાચીન સ્વરૂપ પામી ચૂકયો હતેા. ઉત્તરકાલમાં એની ઉપરની તરફ લખાતી રેખાની લંબાઈની ખાબતમાં સહેજ સાજ ફરક થતા રહ્યો છે, જે જુદા લેખકાની 'ગત લઢણને આભારી ગણાય. ઊ માટે ૧૬ મી સદીમાં એનો નાગરી મરોડ પ્રયોજાતા જોવા મળે છે પણ ૧૭ મી સદીથી ઉ ના મરોડમાં અંતગત ઊ નું ચિહ્ન જડીને સાધિત થવા લાગ્યા. જે મુઘલ કાલના અંત પછી ય ચાલુ રહેતા જોવા મળે છે (જેમકે ચેાથા અને પાંચમા ખાનાના મરોડ). કુ તે એના નાગરી મરોડની શિરોરેખા કાઢીને શરૂઆતથી જ સહેજ વાયઠ્યઅગ્નિ સ્થિતિમાં લખવામાં આવતા હતા (જેમકે ત્રીજા અને ચેાથા ખાનાના મરોડ). ખ ને ૧૬ માં શતકમાં નાગરી મરોડ પ્રયોજાતા હતા. ૧૭મા શતકમાં એના ગુજરાતી સ્વરૂપને ણે અંશે મળતું સ્વરૂપ ધડાયું. ખ ને ઉચ્ચાર જ’ જેવા કરવામાં આવતા હતા (દા.ત. ષટ્સ માટે ખટસ) અને જ્યારે ખ લખવાના પ્રસંગ આવે ત્યારે પ્રાચીન સમયમાં હિંદી ભાષા અને દેવનાગરી લિપિમાં તેમજ જૂની ગુજરાતીમાં પણ ૫ લખાતો. આ ષ ના મરોડ પરથી ગુજરાતી ખ વિકાસ પામ્યા છે. અહીં ત્રીજા ખાનાના મરોડમાં ડાબી ટાચ ડાબી બાજુએ વળી નથી, પણ પછીના સમયમાં એ નિશ્ચિતપણે વળતી જોવા મળે છે. ૧૭ મી સદીમાં આ વર્ણ એના વિકસિત સ્વરૂપે પ્રયોજાતે નજરે પડે છે.
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy