SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ મું ] ભાષા અને સાહિત્ય [૩૩૫ છે. એમનું કેટલુંક મહત્વનું સાહિત્ય શિવાજીની સુરતની લુટો વખતે બળી ગયાનું કહેવામાં આવે છે. એમના ટીકા ગ્રંથોમાં શ્રી વલ્લભાચાર્ય( વિઠ્ઠલનાથજી)ના ૧. બ્રહ્મસૂત્રાણુભાષ્યનો પ્રકાશ, ૨. તત્વાર્થદીપનિબંધ ઉપરનો આવરણભંગ, ૩. પૂર્વમીમાંસાકારિકા વિવરણ, ૪. પૂર્વમીમાંસાના ભાવાર્થપાદન ભાષ્યનું વિવરણ, . ૫. ગાયયર્થપ્રકાશકારિકા વિવરણ, ૬. પત્રાવલંબનની ટીકા, ૭ ભાગવત સુબોધિની ટીકાને પ્રકાશ, ૮. ન્યાસાદેશ–વિવરણ અને ૯-૨૧. ષડશ ગ્રંથમાંના ૧૩ ગ્રંથે ઉપરની ટીકા (બાકીના ત્રણની અલભ્ય); શ્રી વિઠ્ઠલનાથજીનાં ૨૨. વિઠભંડન ઉપર “સુવર્ણસૂત્ર' ટીકા, ૨૩. ભક્તિહંસની ટીકા, ૨૪. ભક્તિeતનિર્ણયની ટીકા, ૨૫. વલ્લભાષ્ટક ટીકા, ઉપનિષદોની ૨૬ થી ૩૧. કેવલ્ય–બ્રહ્મ–નૃસિંહતાપનીમાંડૂક–છાંદોગ્ય-શ્વેતાશ્વતરની દીપિકાએ; બ્રહ્મસૂત્રની ૩૨-અધિકરણમાલા અને ૩૩. સ્વતંત્ર ભાવ પ્રકાશ-વૃત્તિ. સ્વતંત્ર ગ્રંથોમાં ૩૪. ઉસવપ્રતાન ૩૫. કાવ્ય શુદ્ધિ, ૩૬ થી ૫૯. અવતારવાદાવલિના અંગ ૨૪ વાદગ્રંથ (આટલા મળ્યા છે. બીજા નષ્ટ થયા છે ) અને ૬૦. પ્રસ્થાનરત્નાકર (ઉચ્ચકોટિને દાર્શનિક ગ્રંથઅપૂર્ણ). એમના બ્રહ્મસૂત્રાણુભાષ્યના પ્રકાશ ની એ વિશિષ્ટતા છે કે પ્રત્યેક અધિકરણ પૂરું થતાં ત્યાં શ્રી શંકરાચાર્ય વગેરે ભિન્ન ભિન્ન ભાષ્યકારોના તત્તષિયક મત નોંધી પછી છેલ્લો શ્રી વલ્લભાચાર્યનો મત ને છે. એમની મોટા ભાગની લેખન પ્રવૃત્તિ સુરતમાં થઈ હતી. એમના જ હસ્તાક્ષરમાં કેટલીક રચનાઓ સચવાઈ રહેલી મળી છે. * * શ્રી પુરુષોત્તમજી', “પુષ્ટિ ભક્તિ સુધા” માસિક, વર્ષ ૫ (અંક ૩), પૃ. ૪૫-૫૮; રમેશભાઈ વિ. પરીખ, શ્રી પુરુષોત્તમજી', પૃ. ૩૦-૬૭; ન. દે. મહેતા, 'હિંદ તત્ત્વજ્ઞાનને ઇતિહાસ', પૃ. ૫૫૭-૫૮
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy