SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ! *] સાધન-સામગ્રી નામના વડનગરના હિ.સ. ૧૦૪૨ (ઈ.સ. ૧૬૩૩)ના લેખમાં જગજીવનદાસ કવિએ રચેલું હિંદી કવિત અરખી અને દેવનાગરી લિપિમા આપવામાં આવેલ છે. ફારસી ભાષા અને સાહિત્યમાં ગુજરાતના ફ્રાળા વિશે આ લેખામાં ઠીક ઠીક સામગ્રી મળે છે. ખાસ કરીને પદ્યમાં લખાયેલા લેખા પરથી યાહ્યા, ફ્રાઈઝ, જલાલ, મુહમ્મદ બિન હૈદર નરાકી, હાદી, મજ્જૂરી, નશા વગેરે કવિએનાં નામ મળે છે. પેટલાદના પદ્ય-લેખનેા રચનાર રુદ્રજી નામના એક નાગર ગૃહસ્થ હતા.૩ 3. [e ઉપરાંત લેખામાંથી કેટલીક અન્ય માહિતી પણ મળે છે; જેમકે સિદ્ધપુરના ઉપર્યુક્ત હિ. સ. ૧૦૫૬ (ઈ.સ. ૧૬૪૬-૪૭)ના લેખ પરથી એ સમયે આજના માર્કેટિંગ યાર્ડ જેવી ખેતીની ઊપજના વેચાણુ માટે રાજ્ય તરફ્થી વ્યવસ્થા હતી. વળી ધાર્મિક સ્થાનેા મસ્જિદ અને રાજાએ ઉપરાંત કૂવા વાવ ઉદ્યાન, કિલ્લાએ કે શહેરના કાટની રાંગેા, કચેરીઓ, પાણીના આરા, અવાડા વગેરેને લગતા લેખા પરથી બાંધકામની પ્રવૃત્તિના ખ્યાલ આવી શકે. શિલ્પસ્થાપત્યના અભ્યાસ વિશે પણ આ લેખ મારતાને સમય નિશ્ચિત કરવામાં અગત્યના છે. ખાસ કરીને અમદાવાદના સરદારખાનના રાજા અને મસ્જિદ તેમજ જૂનાગઢમાં સરદાર બાગની મસ્જિદ વગેરેનાં વિશિષ્ટ સ્થાપત્ય-શૈલીના અભ્યાસ માટે તેના નિશ્ચિત સમય આપતા ત્યાંના લેખ ઉપયેગી છે. એ પ્રમાણે અમુક ઇમારતા મહત્ત્વની વ્યક્તિએ વિશે ખૂબ અગત્યની માહિતી પૂરી પાડે છે. દા. ત., ખંભાતની નવાખીના સ્થાપક મેામિનખાનની કબર અમદાવાદ ખાતે શિલાલેખ મળી આવ્યા ન હોત તે। અનાત હાત.૩૧ કાકણના સીદીએ ગુજરાતમાં રાધનપુર રાજ્યમાં નેાકરી પર હતા એ પણ અમુક શિલાલેખા પરથી જણાય છે. ઈરાનના નાદિરશાહના પ્રૌત્રા ગુજરાતમાં આવી વસ્યા હેાય કે ગુજરાતમાં એમની કામગીરી દરમ્યાન મૃત્યુ પામ્યા હાય એમ અમદાવાદમાં આવેલી એમની અરાના લેખા પરથી જણાય છે.૩૨ આ ઉપરાંત ગુજરાતમાં મુઘલ કાલ દરમ્યાન પ્રયેાજાતા સવતા, શહેશ કે ગામેાનાં પાડવામાં આવેલાં નવાં નામ વગેરે વિશે પણ લેખામાંથી જાણવા મળે છે. ક્લાની દૃષ્ટિએ પણ આલેખામાં સુલેખન-ક્લાના ઉત્તમ નમૂનાઓ મળી આવે છે. ખીજું આ લેખામાં ઘેાડા સુલેખનકારાનાં નામ પણ સચવાયાં છે, જે સાધનસામગ્રીની દૃષ્ટિએ મહત્ત્વનાં છે.
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy