SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬] મુઘલ કાલ વિભાગનું પુસ્તક છે. એમાં દૈવી રહયે સંબંધમાં લખવામાં આવ્યું છે. (૨) લતાયફે શાહિયા–એમાં દિવસે તથા રાત્રે ખુદાની દુઆ કેવી રીતે ગુજારવી એ સંબંધી લેખો અને હ. શાહઆલમની ઇબાદત માટેનાં સૂત્રોનો ઉલ્લેખ છે.પ૩ સૈયદ જાફર બદ્દે આલમઃ એમના પિતાનું નામ સૈયદ જલીલ હતું. બદ્દે આલમ એમને ઈક્કાબ હતો. તેઓ અમદાવાદના વતની હતા. હદીસ અને તફસીરના તેઓ ઉચ્ચ કોટિના વિદ્વાન હતા. એમની કૃતિઓમાં “રૌઝાતે શાહીયા ઘણી જાણીતી છે. એ ૨૪ ભાગમાં લખાયેલી છે. એના ૨૦ ભાગમાં મહાત્માઓના જીવનવૃત્તાંત છે, બાકીના ૪ ભાગમાં તફસીર હદીસ વગેરે બાબતો લખલી છે. એમ કહેવાય છે કે તેઓ માત્ર ૧૮ પહેર(૨૪ કલાક)માં આખું “કુરાન શરીફ લખી શકતા. એમના લખાણનો નમૂનો છે. પીર મુહમ્મદશાહની દરગાહના કિતાબખાનામાં મોજૂદ છે. “મિરાતે અહમદી'ને લેખક એ પુસ્તકની ઘણી મદદ લે છે. એમની બીજી કિતાબ “આમાલે શાહિયા” ઈ.સ. ૧૭૫૧ માં લખાયેલી છે, એની એક હસ્તપ્રત ભરૂચના કાઝી સાહેબના કિતાબખાનામાં મોજૂદ છે. એમની એક બીજી કૃતિ “સદ હિકાયતે શાહી માં હ. કુબેઆલમ તથા હ. શાહઆલમની કરામતને અહેવાલ છે. સૈયદ મહમદ અબુલ મજદ મહબે આલમ ઃ તેઓ ઉપયુક્ત સૈયદ જાફર બદ્દે આલમનના પુત્ર હતા. “અબુલ મજદ’ એમની દુનિયત અને “મહબૂમાં આલમ’ એમને ઈલ્કાબ હતું. તેઓ શાહજહાંના સમયમાં થયા. તેઓ પણ પિતાની માફક એક મહાન સંત હતા. તેઓ પિતાને બધો સમય ખુદાની ઇબાદતમાં ગાળતા. એમણે “અહલે બયત’૫૪ની રિવાયતોના આધારે ફારસી જબાનમાં કુરાન શરીફની તફસીર લખી છે. ઉપરાંત “ઝીનત ઉલૂ કાત” અને “મિશકાત ઉલુ મસાનુબીહ' નામના ગ્રંથ ઉપર પણ ટીકા લખી છે. એ ઉપરાંત બમશક ઉલ અનવાર’ નામના અરબી ગ્રંથને ફારસીમાં તરજુમો પણ કર્યો છે. તેઓ હિ.સં. ૧૧૧૨(ઈ.સ. ૧૭૦૧)માં અવસાન પામ્યા. મૌલાના શેખ મુહમ્મદ નૂદ્દીન : એમને જન્મ ઈ.સ. ૧૬૫૦માં અમદાવાદમાં થયો હતો. એમના પિતાનું નામ શેખ મુહમ્મદ સાલેહ હતું. એમની સમજશક્તિ બચપણથી જ ખૂબ તીવ્ર હતી. એ પિતાના સમયના અમદાવાદના સર્વશ્રેષ્ઠ વિદ્વાન હતા આથી શેખૂલ ઇસ્લામ મુહમ્મદ ઇક્રામુદ્દીને એક લાખ ચોવીસ હજાર રૂપિયાના ખર્ચે એક મદ્રેસા, છાત્રાલય અને મજિદ તૈયાર કરાવી એમને સોંપ્યાં હતાં. એનાં ખંડેર આજ પણ આસ્તડિયામાં મેજૂદ
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy