SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪] મુઘલ કાલ [ ... પ્રકારની લૌકિક કથાઓ રચવાને આરંભ કર્યો અને મહેમદાવાદ પાસે સીંહુજના - જમીનદાર રખીદાસ પટેલની વિનંતિથી એને ત્યાં ઈ.સ. ૧૭૨૯માં જઈ રહ્યો ત્યાં પણ રચનાઓ ચાલુ રાખી. એની આ વર્ષવાળી શિવપુરાણ” “પદ્માવતીની વાતી” “રણછોડજી શકે” “રૂરતમ બહાદુરને પવાડો' ભેજ અને લીલાવતી’ સિંહાસનબત્રીસી' “અંગદવિષ્ટિ' અને “સૂડાબહેરી” (ઈ.સ. ૧૭૬૫ ની છેલ્લી રચના) અને રયા વર્ષ વિનાની ‘ઉદ્યમકર્મસંવાદ' “ઉત્કંઠનું આખ્યાન' (અપૂર્ણ). કામાવતીની વાર્તા... “કાલિકાને ગરબો” “ગુલબંકાવલીની વાર્તા “ચંદ્રચંદ્રાવતીની વાર્તા” “જહાંદારશાહની વાર્તા “નંદબત્રીશીની વાર્તા” “બરાસકસ્તૂરીની વાર્તા” મદનમોહનાની વાર્તા “રાવણ-મંદોદરી સંવાદ” “સુંદર કામદારની વાર્તા ચંપકસેનની વાત “ચંદનમલયાગિરિની વાર્તા” અને “રેવાખંડ.” પ્રીતમ (ઈ.સ. ૧૭૧૮-૧૭૯૮ માં હયાત)ઃ ખેડા જિલ્લાના સંદેસર નજીકના બાવળા ગામને બારોટ પ્રીતમદાસ કિંવા પ્રીતમ સ્વામી નામને વિરક્ત સાધુ એના સમયને, લગભગ અખાની કટિ, જ્ઞાની કવિ હતો. એની ગાદી. સ દેસરમાં છે. એની રચ્યા વર્ષવાળી સરસગીતા” “જ્ઞાનકક્કો “સેરઠના મહિના જ્ઞાનગીતા” ધર્મગીતા' સાખી–ગ્રંથ “એકાદશસ્કંધ” “જ્ઞાનપ્રકાશ” “બ્રહ્મલીલા” “પ્રેમપ્રકાશ “વિનય-દીનતા” અને “ભગવદ્દગીતા, તે રચ્ય વર્ષ વિનાની પણ નાની નાની અનેક રચનાઓ તેમજ પદ જાણવામાં આવ્યાં છે. રઘુનાથ વૈષ્ણવ (ઈ.સ. ૧૭૧૮–૧૮૧૪માં હયાત): અમદાવાદના. ગોમતીપુરને એ લેઉ પાટીદાર હતો. ત્રીજા ધરના પુષ્ટિમાર્ગીય આ વૈષ્ણવ કવિએ સમા સમાનાં અને તુ ઋતુને ઉત્સવોનાં, વ્રજભાષાનાં પદોની જેમ, ગુજરાતીમાં અનેક પદ રચી આપ્યાં છે. ધુવાખ્યાન” “વાર” તિથિ “મહિને ” ઓધવજીને જ્ઞાનબાધ પ્રેમપચીસી' “પ્રદૂલાદાખ્યાન” “રાધાજીનું રૂસણુંવગેરે પણ એની રચનાઓ જાણીતી છે. નાથભવાન ઉફે અનુભવાનંદ (ઈ.સ. ૧૭૨૨-૨૩ માં હયાત) : જૂનાગઢના વડનગરા ઘેાડા કુટુંબના આ ઉત્તરવયના સંન્યાસીએ ગૃહસ્થાશ્રમમાં નાથભવાનીના નામથી અને સંન્યાસ્ત પછી “અનુભવાનંદના નામથી રચનાઓ. કરી છે. કાનાનો ચાતુરી” “અંબાજીનો ગરબો” “રાધાજી ગરબો” “વિમલને ગર” “વિષ્ણુપદ” “વિષ્ણુવિચાર” “વ્યસનમુક્તિને ગરબે” “હવ્યકવ્યને ગર” તેમ કેટલાંક ગરબા ગરબી “નાથભવાનીની છાપથી, તો “શિવગીતા' “બ્રહ્મગીતા' અને ચાતુરીઓ' તેમ “અધ્યાત્મરામાયણ' (ઈ.સ. ૧૭૬૪)––એ સંન્યસ્ત દશામાં
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy