SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦] સુઘલ કાલ ભાણદાસ (ઈ.સ. ૧૬૫૦-૧૬૫૧ માં હયાત) : ગુજરાતી સાહિત્યમાં વ્યાપક રીતે ‘ગરબા’ સાહિત્યની રચના કરનાર ભાણદાસના પ્રકીણુ` ૭૧ જેટલા ગરબાઓ ઉપરાંત ‘પ્રત્લાદાખ્યાન' અજગર-અવધૂત સ ંવાદ' ‘નૃસિંહજીની હમચી બારમાસ' ‘હનુમાનની હમચી' અને પ્રકીણ પદો જાણવામાં આવ્યાં છે. માધવ (ઈ.સ. ૧૬૫૦ માં હયાત) : રૂપસુંદરકથા'શીક અક્ષરમેળ ૧૯૨ લેાકેામાં આ માધવે એક લૌકિક કથા સાંકળી લીધી છે. એ જ્ઞાતિએ ઔદીચ્ય બ્રાહ્મણ હતા અને સ ંસ્કૃત પદ્ધતિના કાવ્યપ્રકારના જ્ઞાતા હતા. એની રસની જમાવટ આક છે. [ 3. વિશ્વનાથ જાની (ઈ.સ. ૧૬પર માં હયાત) : પાટણના વતની આ વિશ્વનાથ જાની પ્રેમાનંદના બાહ્યકાલમાં મહત્ત્વના આખ્યાનકાર હતા. એનુ ‘માસાળાચરિત્ર' (નરસિંહ મહેતાની પુત્રીનું મામેરું) એના સારે। નમૂના છે. આ ઉપરાંત ‘પ્રેમપચીસી' અને ‘સગાળચરિત્ર' એનાં છે. જનતાપી કિવા તાપીદાસ (ઈ.સ. ૧૬પર માં હયાત)— ધારા જ્ઞાતિના આ તાપીદાસની ‘અભિમન્યુ આખ્યાન’ પ્રેમાનંદના ‘અભિમન્યુ આખ્યાન'ની પૂર્વે રચાયેલી રચના છે. એ ભરૂચ નજીકના હરિયાદના વતની હતા. , દ્રૌપદીહરણ રતનજી (ઈ.સ. ૧૯૫૭ માં હયાત) ‘વિશ્વ શીરાજાનું આખ્યાન' રચનારા રતનજી ખાનદેશના ભાગલાણમાં જઈ રહેલે જણાયા છે. " " સગાળશા ' અને પ્રેમાનંદ ભટ્ટ (ઈ.સ. ૧૭ મી સદીનેા ઉત્તરાધ'); ઈ.સ. ૧૬૬૭થી ૧૯૯૦ સુધીમાં અનેક આખ્યાન રચી ગયેલે! નરસિંહ મહેતા અને દયારામતા સમકક્ષ કવિ હતા. આ પૂર્વે આખ્યાન તે અનેક રચાયાં છે, પણ એની ક્રેટને કાઈ આખ્યાન-કવિ ચયા નથી, ઉચ્ચ કાર્ટનેા આ આખ્યાન-કવિ વડાદરામાં થઈ ગયા છે. એની ઓખાહરણ' ‘અભિમન્યુ આખ્યાન' ચંદ્રહાસ આખ્યાન’ મદાલસા આખ્યાન’ ‘ફ્`ડી' ‘શ્રાદ્ધ' ‘સુદામાચરિત્ર‘ ‘મામેરુ” ‘ સુધન્વાચ્યાખ્યાન ” ‘નન્નાખ્યાન’ ‘રણયજ્ઞ’ ‘કૃમિણીહરણ’નાસિકેતાખ્યાન' વામનકથા' ' શામળશાહના વિવાહ’(નાના), ભ્રમરગીતા’(નાની-મેટી)‘દશમસ્કંધ’(અપૂણ`)—આ ઈ.સ. ૧૬૭૭ થી ૧૯૦૦ સુધીમાં રચાયેલી કૃતિ છે. એણે ખીજી નાની નાની પણ રચના કરી છે. ગુજરાતી મધ્યયુગે જે મહત્ત્વના કવિ આપ્યા તેએમાં આ ઉચ્ચ પ્રતિભાને આખ્યાન-કવિ છે. આ કવિને નામે અન્ય સખ્યાબંધ રચનાએ પ્રસિદ્ધ કરવામાં આવી છે, પણ એનું કર્તૃત્વ સિદ્ધ કરી શકાયુ' નથી.
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy