SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ મુઘલ કાલ [ . વિષ્ટિ” અને “હરિશ્ચંદ્રાખ્યાન'એ આખ્યાને ઉપરાંત “શૃંગાલપુરી” મથાળે ચેલૈયાની લૌકિક કથા પણ મળે છે. એનું ચંદ્રાવળાઓમાં રચેલું “કંસવધ” પણ જાણવામાં આવ્યું છે. . દેવીદાસ ગાંધર્વ (ઈ.સ. ૧૯૦૪ માં હયાત) : ખેડા જિલ્લામાં પેટલાદ પાસે આવેલા સેજિત્રાના એ ગાંધર્વની નમૂનેદાર આખ્યાનકૃતિ “કૃમિણીહરણ (પ્રકાશિત) જાણવામાં આવી છે. મનહરદાસ (ઈ.સ. ૧૯૦૪ માં હયાત): ‘મહાભારતનું એકમાત્ર આદિપર્વ” એણે આખ્યાનધાએ આપ્યું છે. રામભક્ત (ઈ.સ. ૧૬૦૪ માં હયાત) : એણે ભગવદ્ગીતાને અધ્યાયવાર સાર પદ્યબંધમાં આપે છે. આ ઉપરાંત “અંબરીષ–આખ્યાન” “ કપિલમુનિનું આખ્યાન” “ભાગવત એકાદશ સ્કંધ” અને “યોગવાસિષ્ઠ” પણ જાણવામાં આવ્યાં છે. શિવદાસ (ઈ.સ. ૧૬૧૧-૧૬૨૧ માં હયાત) : વિષ્ણુદાસ ખંભાતવાળાની જેમ આ ખંભાતને નાગર બ્રાહ્મણ છે અને પરશુરામનું આખ્યાન “કૃષ્ણ બાલચરિત્ર' જાલંધર–આખ્યાન' એકાદશી માહાસ્ય” “હાંગવાખ્યાની દ્રૌપદીસ્વયંવર'(વિજાપુરમાં) “નરકાસુરનું આખ્યાન' મૌસલપર્વ” “ચંડીનું આખ્યાન ‘સભાપર્વ” શિવ વિવાહ'—એ આખ્યાન ઉપરાંત કામાવતીની વાર્તા” અને “હંસા–ચારખંડી એ બે લૌકિક પદ્યવાર્તા પણ એણે આપેલ છે. ભૂધર (ઈ.સ. ૧૯૧૯ માં હયાત) ખંભાતના આ ઔદુંબર બ્રાહ્મણનું એકમાત્ર જાલંધર આખ્યાન' જાણવામાં આવ્યું છે. કૃષ્ણદાસ (ઈ.સ. ૧૯૧૭–૧૬૪૫ માં હયાત): આ નામના એકથી વધુ સાહિત્યકાર થઈ ગયા છે. કાઈ જાદવસુત કૃષ્ણનું “રૂફમાંગદ આખ્યાન' (ઈ.સ. ૧૬૪૫), ગોવિંદદાસના શિષ્ય કૃષ્ણદાસનું “ચંદ્રહાસાખ્યાન' (ઈ.સ. ૧૬૨૮), એક કૃષ્ણદાસનાં “મામેરું” અને “હૂંડી' (ઈ.સ. ૧૬૪૫ અને ૧૬૪૭), શિવદાસસુત કૃષ્ણનું “સુદામાચરિત' (ચાંપાનેર), પૂજાસુત કૃષ્ણદાસની પાંડવગીતા', તે એક કૃષ્ણદાસને વ્રજભાષાની છાંટને રૂક્મિણીવિવાહ” પણ મળે છે. ભાઉ (ઈસ. ૧૬ર૦૧૬ર૩ માં હયાત) : અશ્વમેધપર્વ દ્રોણપર્વ “ઉદ્યોગપર્વ અને સ્વતંત્ર “પાંડવવિષ્ટિ એક ભાઉનાં મળે છે. ગોવિંદ (ઈ.સ. ૧૯૨૪માં હયાત) : આનું મામેરું જાણવામાં આવ્યું છે. કોઈ ગેવિંદનું “એકાદશીમાહાય” (ઈ.સ. ૧૯૨૪), કોઈ ગેવિંદના “સૂરજદેવના
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy