SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ મુ) ભાષા અને સાહિત્ય [૩૦૩ - લબ્ધિચંદ્રગણિ (ઈ.સ. ૧૬૯૫) : ખર. મુનિ કલ્યાણનિધાનના શિષ્ય લધિચંદ્રગણિએ સં. ૧૭૫૧(ઈ.સ ૧૭૯૫)માં “જન્મપત્રી પદ્ધતિ અને લાલચંદ્રી પદ્ધતિ’ રચેલ છે. સુમતિ વિજય (ઈ.સ. ૧૭ મી સદીના ઉત્તરાર્ધ) : ખરતરગચ્છના વિનય મેના શિષ્ય સુમતિવિજયે “રઘુવંશ કાવ્ય ઉપર અને મેધદૂત કાવ્ય” ઉપર ટીકાઓ રચી છે. વિશ્વનાથ (ઈ.સ ૧૭ મો સૈક) : વિશ્વનાથ નામના વિદ્વાને પારસ્કરગૃહ્યસૂત્ર' ઉપર ભાષ્ય રચ્યું છે. આ ગ્રંથની ગેપાલકેલિચંદ્રિકાના કર્તા રામકૃષ્ણ દેવજીએ પ્રશસ્તિ રચી છે. કવિ જગન્નાથ (ઈ.સ. ૧૭ મે રસકે) : આનંદપુરનિવાસી પ્રશ્નોરા કવિ જગન્નાથે “ભાગ્યમહોદય' નામક ગ્રંથ રચ્યો છે, તેમાં તે એમણે જુદા જુદા અલંકારને પાત્ર કલ્પી ભાવનગરનરેશ વખતસિંહ તથા એની સભાનું વર્ણન કર્યું છે. ગેપાલ (ઈ.સ. ૧૭૦૭) : નાગર બ્રાહ્મણ નીલકંઠના પુત્ર ગોપાલે વ્યાકરણવિષયક “કાતંત્રવિશ્વમસૂત્ર-ટીકા' નામે ટીકાગ્રંથ સં. ૧૭૬૩ (ઈ.સ. ૧૭૦૭) માં રચ્યો છે. મુનિ દયાસિંહ (ઈ.સ. ૧૭૧૫) : મુનિદયાસિંહે રૂપાવાસ સં. ૧૭૭૧ (ઈ.સ. ૧૭૧૫) લગભગ જેસલમેરમાં સ્થિત આ. જિનસુખસૂરિ ઉપર વિજ્ઞપ્તિપત્ર લખ્યો છે. આ પત્રનો અંતભાગ ત્રુટિત છે. હંસરત્ન (ઈ.સ. ૧૭૨૫-૨૬) : નાગપુરીય તપા. ન્યાયરત્નના શિષ્ય પંડિત હંસરને “શત્રુંજયમાહોલ્લેખ સુગમ સંસ્કૃતમાં મુખ્યત્વે ગદ્યમાં રચ્યો છે. વાઘછ મુનિ (ઈ.સ. ૧૭૨૭) : પાર્ધચંદ્ર ગચ્છના મુનિ વાઘજીએ તિથિસારણી' નામને જ્યોતિષ-ગ્રંથ સં. ૧૭૮૩ (ઈ.સ. ૧૭૭)માં રચ્યો છે. આમાં પંચાંગ બનાવવાની પ્રક્રિયા બતાવી છે.૪૩ હસ મીઠું (ઈ.સ. ૧૭૩૮) : મહીકાંઠામાં આવેલા મહિસા ગામના વતની મેઢ બ્રાહ્મણ કૃપારામ શુકલના પુત્ર હંસ મીઠું (જન્મ વિ.સં. ૧૭૯૪ ઈ.સ. ૧૭૩૮) એ સંસ્કૃત અને ગુજરાતીમાં નાના-મેટા કેટલાક મંત્રવિષયક અભુત ગ્રંથ રચ્યા છે. વળી એમણે સ્ત્રીત્વમ “ભક્તિરંગિણી' શક્તિ “શકિત યા વિલાસલહરી' અને કેટલાંક સ્તોત્ર પણ રચેલાં છે.
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy