SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ મું] ભાષા અને સાહિત્ય [૨૯૫ ઉપા. ભાનચંદ્ર બાણકવિની 'કાદંબરી(પૂર્વાધ)'ની વૃત્તિ વસંતરાજ શાકુન વૃત્તિ” “સારસ્વત વ્યાકરણ વૃત્તિ “કાવ્યપ્રકાશ-વૃત્તિ “અભિધાનનામમાલા વૃત્તિ “વિવેકવિલાસ વૃત્તિ' “રત્નપાલકથાનક' “સૂર્યસહસ્ત્રનામ-સવૃત્તિ” વગેરે ગ્રંથ રચ્યા છે. તેઓ બાદશાહ અકબરના જીવનકાલ પર્યત એમની સાથે રહ્યા હતા. છેવટે પિતાના વિદ્વાન શિષ્ય સિદ્ધચંદ્રને લઈને તેઓ ગુજરાતના વડેદરા અને ગંધાર થઈ પાટણ આવ્યા૧૨ પછીથી તેઓ સંઘપુરમાં વિશેષ રહ્યા હતા. એમને અનેક શિષ્યોને પરિવાર હતો. એમના જીવન વિશે વિશેષ હકીકતે એમના શિષ્ય ઉપા. સિદ્ધિચંદ્ર રચેલ “ભાનુચંદ્રચરિત કાવ્યમાંથી પ્રાપ્ત થાય છે. મુનિ રત્નચંદ્રગણિ (ઈ.સ. ૧૬૧૨) : ઉ૫. શાંતિચંદ્રગણિના શિષ્ય મુનિ રત્નચંદ્ર “રઘુવંશની ટીકા”, સં. ૧૬૬૮ (ઈ.સ. ૧૬૧૨) પહેલાં “નૈષધીય કાવ્ય ઉપર ટીકા, ગુરુએ રચેલા “કૃપારસકેશ” ઉપર વૃત્તિ અને “અધ્યાત્મકટપદ્રુમવૃત્તિ', “આધ્યાત્મક૫તા' સં. ૧૬૭૪માં સુરતમાં, “સમ્મસત્તારિયા (સમ્યકત્વ (સપ્તતિકા) ઉપર બાલાવબેધ (સં. ૧૬૭૬માં) “ભવીરસ્તવવૃત્તિ” “કલ્યાણમંદિરતેત્રવૃત્તિ', “વા પ્રમો તેત્રની વૃત્તિ, “ભક્તામરસ્તેત્રિવૃત્તિ', “શ્રીમદ્ ધર્મતવ-વૃત્તિ વગેરે ગ્રંથ અને “પ્રદ્યુમ્નચરિત' નામનું સ્વતંત્ર કાવ્ય રચ્યાં છે. વળી, "કુમતિવિષાહિજાંગુલી” નામનો ગ્રંથ ઉપા ધમસાગરગણિના મતના ખંડનરૂપે ર. ઉપા. સિદ્ધિચંદ્રગણિ (ઈ.સ. ૧૬૧૪) : ઉપા ભાનુચંદ્રના વિદ્વાન શિષ્ય ઉપા. સિદ્ધિચંદ્ર ગણિએ સં. ૧૬૭૦ (ઇ.સ. ૧૪૧૪) લગભગમાં પિતાના ગુરુના જીવનનું નિરૂપણ કરતું “ભાનુચંદ્રચરિત કાવ્ય” નામક ઐતિહાસિક કાવ્ય રચ્યું છે. એ પર્દશનના જાણકાર હતા. એમણે ફારસી ભાષાને અભ્યાસ પણ કર્યો હતે. ઉપા. સિદ્ધિચંદ્ર બાહુ-કૃત “કાદંબરી (ઉત્તરાર્ધ) પર ટીકા, સુબંધુ કવિની “વાસવદત્તા” પર ટીકા “શેભનસ્તુતિ ટીકા “સપ્તપદાથી ટીકા' જિનશતક-ટીકા” આખ્યાતવાદ-ટીકા” “પ્રાકૃત સુભાષિત સંગ્રહ “સૂક્તિરત્નાકર' “સપ્તસ્મરણ–વૃત્તિ લેખલિખન-પદ્ધતિ” “કાવ્યપ્રકાશખંડન' “સંક્ષિપ્ત કાદંબરીકથાનક' વગેરે અનેક ગ્રંથ રચી આપ્યા છે. * એમણે ગુજરાતીમાં નેમિનાથ ચેમાસી કાવ્ય અને કાદંબરી-સાર' (ગદ્યમાં) રચેલ છે.
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy