________________
૮મુ ] આર્થિક સ્થિતિ
[ રળી ગુજરાતમાં પિતાના સિક્કા પડાવનાર પહેલો મુઘલ બાદશાહ અકબર છે. અકબરના ધાર્મિક વિચારો ઈતિહાસ-રસિકોને સુપરિચિત છે. એણે દીને ઇલાહી નામે ન સંપ્રદાય શરૂ કર્યો હતો. એની પાછળના એના વિચારને પડઘો સિક્કાઓમાં પણ છે. સિક્કાઓમાંથી ઈસ્લામના પવિત્ર કલમા અને ખલીફાઓનાં નામ કાઢી નાખી એણે એક બાજુએ “અલ્લાહે અકબર જલજલાલહૂ'નું દ્વિઅથ વાક્ય મૂછ્યું, જેનો અર્થ “પ્રભુ મહાન છે અને એનું તેજ પ્રકાશે છે' તેમજ “અકબર અલ્લાહ છે એવો પણ થાય છે. બીજી બાજુએ હિજરી સનની નેંધ બંધ કરી પોતાના રાજ્યારોહણના વર્ષથી શરૂ થતા ઇલાહી સન સાથે ફારસી માસ અને ટંકશાળનું નામ ઉફ્રેંકિત કરવા માંડયું.૨૪
અકબરના ઉત્તરાધિકારી જહાંગીરે સિક્કાના ક્ષેત્રમાં મોટી પ્રગતિ કરી. જુદી જુદી ટંકશાળોમાંથી બહાર પડેલા એના સિક્કાઓમાં દાખલ થતી નવી નવી કાવ્યપંક્તિઓ અને અન્ય પરિવર્તને વિશે આખું પુસ્તક લખાય એટલું વૈવિધ્ય એમાં છે. અકબરની માફક એણે પણ કલમા લખવાનું કાઢી નાખ્યું અને ઇલાહી સન નોંધવાનું ચાલુ રાખ્યું. જહાંગીરનો સુરાપાનને શેખ જાણીતો છે. સેનાના એક સિક્કામાં દાઢી બોડાવેલ જહાંગીર જમણા હાથમાં દારૂને યાલો અને ડાબા હાથમાં પવિત્ર કુરાન લઈને બેઠેલો છે. અર્થાત્ દારૂ સામે કોઈ ધાર્મિક બાધ નથી એવો મત જહાંગીર પ્રદર્શિત કરે છે એમ કેટલાક માને છે. રૂઢિની અવગણના કરવા અંગે જહાંગીર કેટલીક બાબતોમાં અકબરથી પણ આગળ હતો. સૂર્યસ ક્રાંતિમાં પ્રતિમાસ થતા ફેરફારોને પણ સિક્કા ઉપર નેંધવાને જહાંગીરે હુકમ કર્યો. આ સિક્કા બરાશના સિક્કા” કહેવાય છે. જહાંગીરના સિક્કાઓમાં આ “રાશિના સિક્કા સૌથી સુંદર છે. પ્રાય: જહાંગીરનો જ્યાં નિવાસ હોય ત્યાં એ સિક્કા પાડવામાં આવતા. પિતાના રાજ્યકાલના તેરમા વર્ષમાં જહાંગીર પાંચ માસ અમદાવાદમાં રહ્યો હતો તેથી એ વર્ષમાં મેષ વૃષભ મિથુન કર્ક અને સિંહ એમ પાંચ રાશિમાં સૂર્યની સંક્રાંતિની નોંધવાળા જહાંગીરના સિક્કા એ રાશિનાં ચિત્રો સહિત પાડવામાં આવ્યા હતા. એમાં એક બાજુએ સૂર્ય સાથે રાશિની છાપ અને વર્ષ અને બીજી બાજએ વિવિધ ફારસી કાવ્યપંક્તિઓ નજરે પડે છે. ૨૫ જહાંગીર અને એની બેગમ નૂરજહાંના સંયુક્ત નામે બહાર પડેલા સિક્કા પણ ઘણું રસપ્રદ છે. સુરતની ટંકશાળના આવા પુષ્કળ સિક્કા મળ્યા છે, પણ અમદાવાદની ટંકશાળની પણ આવી કઈ કઈ સોનામહોર કે રૂપિયા જાણવામાં આવેલ છે. આવા સંયુક્ત સિક્કા જહાંગીરના રાજ્યકાલનાં છેલ્લા ચાર વર્ષ(ઈ.સ. ૧૬૨૪-૭)માં મળ્યા છે અને જહાંગીર તથા એના રાજ્યવહીવટ ઉપર નૂરજહાંનો અસાધારણ પ્રભાવ એમાંથી વ્યક્ત થાય છે.?