________________
મું]
સામાજિક સ્થિતિ (તર્કશાસ્ત્ર), ૪ હિકમત (તત્વજ્ઞાન), ૫. રિયાઝી (ગણિતશાસ્ત્ર), ૬. બલાગત (વકતૃત્વકલા), ૭. ફિકહ (ન્યાયશાસ્ત્ર), ૮. ઉસૂલે ફિકહ (ન્યાયશાસ્ત્રના સિદ્ધાંતો), ૯. કલામ, ૧૦. તફસીર અને ૧૧. હદીસ.
મુઘલ સમય દરમ્યાન ગુજરાતમાં ઘણું પુસ્તકાલય વિદ્યમાન હતાં. દરેક મસામાં એકાદ નાનું કે મોટું પુસ્તકાલય રાખવામાં આવતું. અમદાવાદનું “શમ એ બુખારી' નામે પુસ્તકાલય, અકબરે જ્યારે ગુજરાત જીત્યું ત્યારે, હયાત હતું. બીજાં કેટલાંક નામી કિતાબખાનાંઓમાં (1) ઈ.સ. ૧૬૫૪માં અમદાવાદમાં શરૂ કરવામાં આવેલ વલી કે દાઈની મદ્રેસાનું પુસ્તકાલય, (૨) ઈ.સ. ૧૬૮૧ માં સ્થપાયેલ ફેઝ સફાનું પુસ્તકાલય, (૩) સૌરાષ્ટ્રના કુતિયાણા શહેરમાં શેખ ઈબ્રાહીમ ઈ.સ. ૧૬૮૯માં રચાયેલી મસાનું પુસ્તકાલય, અને (૪) શેખ મુહમ્મદ અકરામ કે જે અમદાવાદના સદ્ધ હતા તેઓએ ઈ.સ. ૧૬૯૭ માં રૂ. ૧,૨૪,૦૦૦ના ખર્ચે અમદાવાદમાં મસ્જિદ મદ્રેસા અને કિતાબખાના બંધાવ્યાં હતાં. આ બધાં પુસ્તકાલય ઘણું સમૃદ્ધ હતાં. આ ઉપરાંત અમદાવાદના સરખેજમાં સુલતાન અહમદ ખંતવીએ એક મસ્જિદ ખાનકાહ મદ્રેસા અને કિતાબખાના બંધાવ્યાં હતાં. આ બધાં પુસ્તકાલય તથા શાહી પુસ્તકાલયોને લાભ વિદ્યાને લઈ શકતા.
પાદટીપો
૧. ભોગીલાલ સાંડેસરા, “મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય', “સ્વાધ્યાય", પુ. ૧૨,
૧૩૭–૩૮ ૨. “મીરાતે એહમદી” (ગુજરાતી ભાષાંતર), ભાગ ૨, પૃ. ૧૩૯-૪૩ 3. Commissariat, History of Gujarat, Vol. II, p. 173 ૪. Ibid, p. 189 14. Jadunath Sarkar, History of Aurangzeb, Vol. III, p. 320 4. Commissariat, op. cit., p. 214 ૧૭. ભોગીલાલ સાંડેસરા, “ગુજરાતનાં શાહી મુઘલ ફરમાન', “વસ્તુપાલનું વિદ્યામંડળ
અને બીજા લે", પૃ. ૧૧૫ C. Commissariat, op. cit., p. 191 ૯. રત્નમણિરાવ ભીમરાવ, “ગુજરાતનું પાટનગર અમદાવાદ, પૃ. ૧૨૫-૨૬ ૧૦. એજન, પૃ. ૧૨૭–૨૮ 21. Commissariat, op. cit., pp. 417-23 ૧૨. Ibid., p. 423 ૧૩. Ibid., p. 425 ૧. Ibid, p. 427