________________
૭ મું, સામાજિક સ્થિતિ
(૨૫૧. સુપ્રસિદ્ધ દીવાન અને વીર મુસદ્દ અમરજી, ઔરંગઝેબના સમયથી ચાલ્યો આવતો જજિયાવેરો રદ કરવાનું ફરમાન પાદશાહ ફર્ખશિયર પાસેથી પ્રાપ્ત કરીને છબીલારામે સમસ્ત હિંદુ પ્રજાના આશીર્વાદ મેળવ્યા હતા. દિલ્હીમાં રાજસત્તાને દેર હુસેન અલી ખાં અને હસન અલીખાં એ સૈિયદ ભાઈઓના હાથમાં હતા ત્યારે એ પૈકી હુસેન અલીખાને વિશ્વાસપાત્ર બની સાત હજારની મનસીબદારી, “રાજા બીરબલનું બિરુદ અને વછરને હદો મેળવનાર, પણ વ્યવસાયે વૈદ્ય મિત્રસેન ત્રિવેદી ગુજરાતને નાગર બ્રાહ્મણ હતો. ફારસી તવારીખમાં એનું નામ જાણીતું છે. બીજા અનેક નાનામેટા મુત્સદ્દી રાજ્ય ધિકારીઓ વહીવટકર્તાઓ અને લશ્કરી અમલદારે વિશે વિવિધ તવારી અને ઐતિહાસિક સાધનોમાંથી જાણવા મળે છે, પરંતુ એ સર્વને નાલેખ પણ અહીં શક્ય નથી.
સત્તરમા સૈકી એ ગુજરાતમાં સામાન્યતઃ શાંતિન કાલ હતો, જ્યારે અઢાર તૈકે મુખ્ય રાજકીય કારણોસર અશાંતિને કાલ હતો, પણ દુષ્કાળની માઠી અસર બંને સમયે લગભગ સરખી જ રહેતી. વાહનવ્યવહારના ઝડપી સાધનના અભાવને કારણે દેશમાં એક સ્થળે અનાજની છત હોવા છતાં અન્ય સ્થળની અછત એકાએક નિવારી શકાતી નહિ અને ગરીબ વસ્તી ભૂખમરાને ભોગ જલદી બની જતી. દુષ્કાળ-નિવારણની પ્રવૃત્તિ પુરાતન કાલથી ચાલતી આવતી પ્રમાણમાં કાર્યક્ષમ પ્રણાણિકા અનુસાર મહાજન સંસ્થા કરતી તથા મહાજન દ્વારા સંચાલિત પાંજરાપોળે ૨૪ પશુધનના રક્ષણનું અને પશુઓને ઘાસચારે પૂરો પાડવાનું કામ કરતી. આમ છતાં રાજ્ય તરફથી દુષ્કાળનવારણ માટે કઈ વિધિસર પ્રબંધ નહિ હોવાને કારણે જ્યારે દુષ્કાળ પડે, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થાય, તીડની કે એવી કોઈ કુદરતી આફત આવે ત્યારે, અર્વાચીન કાલની તુલનાએ, ભારે સામાજિક આતંક ઊભો થતો. દુષ્કાળની પરિણામી અસરોનાં ભારે કમકમાટી ઉપજાવે તેવાં વર્ણન મળે છે. ૨૫ સમકાલીન સાહિત્યમાં તથા. પરદેશી મુસાફરોના પ્રવાસવર્ણનમાં પણ દુષ્કાળના ભયાનક આતંકનાં વર્ણન કે ઉલ્લેખ છે. મુઘલ કાલના ગુજરાતમાં આવા કેટલાક દુકાળ પડ્યા હતા.
શાહજહાંના સમયમાં, સં. ૧૬૮૭ઈ.સ. ૧૬૩૦-૩૧) માં પડેલ દુષ્કાળ “સત્યાશિ કાળ” તરીકે ઓળખાય છે. એ વર્ષે અનાવૃષ્ટિ હતી, પણ બીજે વર્ષે અતિવૃષ્ટિ થઈ અને સુરત સમેત આખું દક્ષિણ ગુજરાત માં સપડાયું હતું. સને ૧૬૮૫ અને ૧૬૮૬ નાં વર્ષ પણ દુષ્કાળનાં હતાં અને ૧૬૯૪– ૯૫ માં સુરત ભરૂચ અમદાવાદ વગેરે સ્થળોએ દુષ્કાળ અતિવૃષ્ટિ અને રોગચાળાને